< Romalilar 10 >
1 Kardeşler! İsrailliler'in kurtulmasını yürekten özlüyor, bunun için Tanrı'ya yalvarıyorum.
૧ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે.
2 Onlara ilişkin tanıklık ederim ki, Tanrı için gayretlidirler; ama bu bilinçli bir gayret değildir.
૨કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી.
3 Tanrı'nın öngördüğü doğruluğu anlamadıkları ve kendi doğruluklarını yerleştirmeye çalıştıkları için Tanrı'nın öngördüğü doğruluğa boyun eğmediler.
૩કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.
4 Oysa her iman edenin aklanması için Mesih, Kutsal Yasa'nın sonudur.
૪કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે.
5 Musa, Kutsal Yasa'ya dayanan doğrulukla ilgili şöyle yazıyor: “Yasa'nın gereklerini yapan, onlar sayesinde yaşayacaktır.”
૫કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’”
6 İmana dayanan doğruluk ise şöyle diyor: “Yüreğinde, ‘Göğe –yani Mesih'i indirmeye– kim çıkacak?’
૬પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;
7 ya da, ‘Dipsiz derinliklere –yani Mesih'i ölüler arasından çıkarmaya– kim inecek?’ deme.” (Abyssos )
૭અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. (Abyssos )
8 Ne deniyor? “Tanrı sözü sana yakındır, Ağzında ve yüreğindedir.” İşte duyurduğumuz iman sözü budur.
૮પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે
9 İsa'nın Rab olduğunu ağzınla açıkça söyler ve Tanrı'nın O'nu ölümden dirilttiğine yürekten iman edersen, kurtulacaksın.
૯જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ.
10 Çünkü insan yürekten iman ederek aklanır, imanını ağzıyla açıklayarak kurtulur.
૧૦કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.
11 Kutsal Yazı, “O'na iman eden utandırılmayacak” diyor.
૧૧કેમ કે શાસ્ત્રવચનો કહે છે કે, ‘ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.’”
12 Çünkü Yahudi Grek ayrımı yoktur, aynı Rab hepsinin Rabbi'dir. Kendisini çağıranların tümüne eliaçıktır.
૧૨અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે.
13 “Rab'bi adıyla çağıran herkes kurtulacak.”
૧૩કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’”
14 Ama iman etmedikleri kişiyi nasıl çağıracaklar? Duymadıkları kişiye nasıl iman edecekler? Tanrı sözünü yayan olmazsa, nasıl duyacaklar?
૧૪પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?
15 Sözü yaymaya gönderilmezlerse, sözü nasıl yayacaklar? Yazılmış olduğu gibi: “İyi haber müjdeleyenlerin ayakları ne güzeldir!”
૧૫વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’”
16 Ne var ki, herkes Müjde'ye uymadı. Yeşaya'nın dediği gibi: “Ya Rab, verdiğimiz habere kim inandı?”
૧૬પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’
17 Demek ki iman, haberi duymakla, duymak da Mesih'le ilgili sözün yayılmasıyla olur.
૧૭આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
18 Ama soruyorum: Onlar duymadılar mı? Elbet duydular. “Sesleri bütün yeryüzüne, Sözleri dünyanın dört bucağına ulaştı.”
૧૮પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’”
19 Yine soruyorum: İsrail anlamadı mı? Önce Musa, “Ben sizi ulus olmayanla kıskandıracağım, Anlayışsız bir ulusla sizi öfkelendireceğim” diyor.
૧૯વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.
20 Sonra Yeşaya cesaretle, “Aramayanlar beni buldu, Sormayanlara kendimi gösterdim” diyor.
૨૦વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’”
21 Öte yandan İsrail için şöyle diyor: “Söz dinlemeyen, asi bir halka Bütün gün ellerimi uzatıp durdum.”
૨૧પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, ‘આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.’”