< Eyüp 28 >
1 Gümüş maden ocağından elde edilir, Altını arıtmak için de bir yer vardır.
૧રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.
2 Demir topraktan çıkarılır, Bakırsa taştan.
૨લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 İnsan karanlığa son verir, Koyu karanlığın, ölüm gölgesinin taşlarını Son sınırına kadar araştırır.
૩માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.
4 Maden kuyusunu insanların oturduğu yerden uzakta açar, İnsan ayağının unuttuğu yerlerde, Herkesten uzak iplere sarılıp sallanır.
૪માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
5 Ekmek topraktan çıkar, Toprağın altı ise yanmış, altüst olmuştur.
૫ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.
6 Kayalarından laciverttaşı çıkar, Yüzeyi altın tozunu andırır.
૬તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 Yırtıcı kuş yolu bilmez, Doğanın gözü onu görmemiştir.
૭કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.
8 Güçlü hayvanlar oraya ayak basmamış, Aslan oradan geçmemiştir.
૮વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9 Madenci elini çakmak taşına uzatır, Dağları kökünden altüst eder.
૯તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
10 Kayaların içinden tüneller açar, Gözleri değerli ne varsa görür.
૧૦તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
11 Irmakların kaynağını tıkar, Gizli olanı ışığa çıkarır.
૧૧તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
12 Ama bilgelik nerede bulunur? Aklın yeri neresi?
૧૨પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
13 İnsan onun değerini bilmez, Yaşayanlar diyarında ona rastlanmaz.
૧૩મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
14 Engin, “Bende değil” der, Deniz, “Yanımda değil.”
૧૪ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’ મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
15 Onun bedeli saf altınla ödenmez, Değeri gümüşle ölçülmez.
૧૫તે સોનાથી ખરીદી શકાય નહિ. તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
16 Ona Ofir altınıyla, değerli oniksle, Laciverttaşıyla değer biçilmez.
૧૬ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 Ne altın ne cam onunla karşılaştırılabilir, Saf altın kaplara değişilmez.
૧૭સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
18 Yanında mercanla billurun sözü edilmez, Bilgeliğin değeri mücevherden üstündür.
૧૮પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
19 Kûş topazı onunla denk sayılmaz, Saf altınla ona değer biçilmez.
૧૯કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
20 Öyleyse bilgelik nereden geliyor? Aklın yeri neresi?
૨૦ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
21 O bütün canlıların gözünden uzaktır, Gökte uçan kuşlardan bile saklıdır.
૨૧કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
22 Yıkım'la Ölüm: “Kulaklarımız ancak fısıltısını duydu” der.
૨૨વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
23 Onun yolunu Tanrı anlar, Yerini bilen O'dur.
૨૩ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.
24 Çünkü O yeryüzünün uçlarına kadar bakar, Göklerin altındaki her şeyi görür.
૨૪કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
25 Rüzgara güç verdiği, Suları ölçtüğü,
૨૫ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
26 Yağmura kural koyduğu, Yıldırıma yol açtığı zaman,
૨૬જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 Bilgeliği görüp değerini biçti, Onu onaylayıp araştırdı.
૨૭તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.
28 İnsana, “İşte Rab korkusu, bilgelik budur” dedi, “Kötülükten kaçınmak akıllılıktır.”
૨૮ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”