< 1 Tarihler 23 >
1 Davut çok yaşlanınca, oğlu Süleyman'ı İsrail Kralı yaptı.
૧જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
2 Davut İsrail'in bütün önderlerini, kâhinleri, Levililer'i bir araya topladı.
૨દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
3 Otuz ve daha yukarı yaştaki Levililer sayıldı. Toplamı otuz sekiz bin erkekti.
૩ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
4 Bunlardan yirmi dört bini RAB'bin Tapınağı'nın işlerini gözetecek, altı bini memur ve yargıç olacaktı;
૪તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
5 dört bini kapı nöbetçisi olacak, dört bini de Davut'un RAB'bi övmek için sağladığı çalgıları çalacaktı.
૫ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
6 Davut Levililer'i Levi'nin oğullarına göre bölümlere ayırdı: Gerşon, Kehat, Merari.
૬દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
7 Gerşonlular: Ladan, Şimi.
૭ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
8 Ladan'ın oğulları: İlk oğlu Yehiel, Zetam, Yoel. Toplam üç kişiydi.
૮લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
9 Bunlar Ladan boyunun boy başlarıydı. Şimi'nin oğulları: Şelomit, Haziel, Haran. Toplam üç kişiydi.
૯શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
10 Şimi'nin öbür oğulları: Yahat, Ziza, Yeuş, Beria. Bu dördü Şimi'nin oğullarıydı.
૧૦શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.
11 Yahat ilk, Ziza ikinci oğuldu. Ancak Yeuş'la Beria'nın çok sayıda oğulları olmadığı için bir boy sayıldılar.
૧૧યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
12 Kehat'ın oğulları: Amram, Yishar, Hevron, Uzziel. Toplam dört kişi.
૧૨કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
13 Amram'ın oğulları: Harun, Musa. Harun'la oğulları en kutsal eşyaları korumak, RAB'bin önünde buhur yakmak, O'na hizmet etmek ve sonsuza dek O'nun adına halkı kutsamak için atandılar.
૧૩આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
14 Tanrı adamı Musa'nın oğulları da Levi oymağından sayıldı.
૧૪પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
15 Musa'nın oğulları: Gerşom, Eliezer.
૧૫મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
16 Gerşom'un oğulları: Önder Şevuel.
૧૬ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
17 Eliezer'in oğlu: Önder Rehavya. Eliezer'in başka oğlu yoktu. Rehavya'nınsa birçok oğlu vardı.
૧૭એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
18 Yishar'ın oğulları: Önder Şelomit.
૧૮યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
19 Hevron'un oğulları: İlk oğlu Yeriya, ikincisi Amarya, üçüncüsü Yahaziel, dördüncüsü Yekamam.
૧૯હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
20 Uzziel'in oğulları: İlk oğlu Mika, ikincisi Yişşiya.
૨૦ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
21 Merari'nin oğulları: Mahli, Muşi. Mahli'nin oğulları: Elazar, Kiş.
૨૧મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
22 Elazar oğul sahibi olmadan öldü. Ama kızları vardı. Amcaları Kiş'in oğulları onlarla evlendi.
૨૨એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
23 Muşi'nin oğulları: Mahli, Eder, Yeremot. Toplam üç kişi.
૨૩મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.
24 Boylarına göre Levioğulları bunlardı. Boy başlarının her biri kendi adıyla sayıldı. Yirmi ve daha yukarı yaştaki Levililer, RAB'bin Tapınağı'nın işlerinde görev aldılar.
૨૪તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
25 Çünkü Davut, “İsrail'in Tanrısı RAB halkını rahata kavuşturdu” demişti, “Yeruşalim'i de sonsuza dek kendine konut seçti.
૨૫દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
26 Onun için Levililer'in RAB'bin Çadırı'nı ve tapınma hizmetinde kullanılan eşyaları taşımalarına artık gerek yok.”
૨૬હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે.”
27 Davut'un son buyruğu uyarınca, yirmi ve daha yukarı yaştaki Levililer sayıldı.
૨૭દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
28 Levililer'in görevi RAB'bin Tapınağı'nın hizmetinde Harunoğulları'na yardım etmekti: Avlulardan, odalardan, kutsal eşyaların arınmasından ve Tanrı'nın Tapınağı'ndaki öbür hizmetlerden sorumluydular.
૨૮તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
29 Adak ekmeklerinden, tahıl sunusu için kullanılan ince undan, mayasız ince ekmekten, sacda pişirilen yiyeceklerden ve zeytinyağıyla karıştırılan sunulardan, her tür hacim ve uzunluk ölçülerinden onlar sorumluydu.
૨૯ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
30 RAB'be şükretmek, övgüler sunmak üzere her sabah ve akşam tapınakta hazır bulunacaklardı.
૩૦વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
31 Şabat Günü, Yeni Ay Töreni ve öbür bayramlarda RAB'be yakmalık sunular sunulduğunda da hazır bulunacaklardı. RAB'bin önünde, kendileri için belirlenen ilkeler uyarınca uygun sayıda sürekli hizmet edeceklerdi.
૩૧તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્રદર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનીયાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.
32 Böylece Levililer Buluşma Çadırı'na ve kutsal yere bakma, RAB'bin Tapınağı'nın hizmetinde kardeşleri Harunoğulları'na yardım etme görevini üstlendiler.
૩૨યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.