< Predikaren 9 >
1 Ja, allt detta har jag besinnat, och jag har sökt pröva allt detta, huru de rättfärdiga och de visa och deras verk äro i Guds våld. Varken om kärlek eller hat kan en människa veta något förut; allt kan förestå henne.
૧એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેઓનાં કામ ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે ધિક્કાર તે કોઈ પણ જાણતું નથી. બધું તેઓનાં ભાવીમાં છે.
2 Ja, allt kan vederfaras alla; det går den rättfärdige såsom den ogudaktige, den gode och rene såsom den orene, den som offrar såsom den vilken icke offrar; den gode räknas lika med syndaren, den som svär bliver lik den som har försyn för att svärja.
૨બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે. નેકની તથા દુષ્ટની, સારાંની તથા ખરાબની શુદ્ધની તથા અશુદ્ધની, યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે. જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે. જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.
3 Ett elände vid allt som händer under solen är detta, att det går alla lika. Därför äro ock människornas hjärtan fulla med ondska, och oförnuft är i deras hjärtan, så länge de leva; och sedan måste de ned bland de döda.
૩સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત: કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.
4 För den som utkoras att vara i de levandes skara finnes ju ännu något att hoppas; ty bättre är att vara en levande hund än ett dött lejon.
૪જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5 Och väl veta de som leva att de måste dö, men de döda vet alls intet, och de hava ingen vinning mer att vänta, utan deras åminnelse är förgäten.
૫જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.
6 Både deras kärlek och deras hat och deras avund hava redan nått sin ände, och aldrig någonsin få de mer någon del i vad som händer under solen.
૬તેઓનો પ્રેમ, ઈર્ષ્યા, ધિક્કાર, હવે નષ્ટ થયા છે. અને જે કાંઈ હવે દુનિયામાં થાય છે તેમાં તેઓને કોઈ હિસ્સો મળવાનો નથી.
7 Välan, så ät då ditt bröd med glädje, och drick ditt vin med glatt hjärta, ty Gud har redan i förväg givit sitt bifall till vad du gör.
૭તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને આનંદિત હૃદયથી તારો દ્રાક્ષારસ પી. કેમ કે ઈશ્વર સારાં કામોનો સ્વીકાર કરે છે.
8 Låt dina kläder alltid vara vita, och låt aldrig olja fattas på ditt huvud.
૮તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ.
9 Njut livet med någon kvinna som du älskar, så länge de fåfängliga livsdagar vara, som förlänas dig under solen, ja, under alla dina fåfängliga dagar; ty detta är den del du får i livet vid den möda som du gör dig under solen.
૯દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે.
10 Allt vad du förmår uträtta med din kraft må du söka uträtta; ty i dödsriket, dit du går, kan man icke verka eller tänka, där finnes ingen insikt eller vishet. (Sheol )
૧૦જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. (Sheol )
11 Ytterligare såg jag under solen att det icke beror av de snabba huru de lyckas i löpandet, icke av hjältarna huru striden utfaller, icke av de visa huru de få sitt bröd, icke av de kloka vad rikedom de förvärva, eller av de förståndiga vad ynnest de vinna, utan att allt för dem beror av tid och lägenhet.
૧૧હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે; શરતમાં વેગવાનની જીત થતી નથી. અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી. વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી. અને સમજણાને ધન મળતું નથી. તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી. પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.
12 Ty människan känner icke sin tid, lika litet som fiskarna, vilka fångas i olycksnätet, eller fåglarna, vilka fastna i snaran. Såsom dessa, så snärjas ock människornas barn på olyckans tid, när ofärd plötsligt faller över dem.
૧૨કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
13 Också detta såg jag under solen, ett visdomsverk, som tycktes mig stort:
૧૩વળી મેં પૃથ્વી પર એક બીજી જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી.
14 Det fanns en liten stad med få invånare, och mot den kom en stor konung och belägrade den och byggde stora bålverk mot den.
૧૪એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા મોરચા બાંધ્યા.
15 Men därinne fanns en fattig man som var vis; och denne räddade staden genom sin vishet. Dock, sedan tänkte ingen människa på denne fattige man.
૧૫હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
16 Då sade jag: Väl är vishet bättre än styrka, men den fattiges vishet bliver icke föraktad, och hans ord varda icke hörda.
૧૬ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
17 De vises ord, om de ock höras helt stilla, äro förmer än allt ropande av en dårarnas överste.
૧૭મૂર્ખ સરદારના પોકાર કરતાં, બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.
18 Bättre är vishet än krigsredskap; ty en enda som felar kan fördärva mycket gott.
૧૮યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.