< Nehemja 1 >
1 Nehemjas, Hakaljas sons, berättelse. I månaden Kisleu, i det tjugonde året, när jag var i Susans borg,
૧હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃતાંત આ પ્રમાણે છે. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે,
2 hände sig att Hanani, en av mina bröder, och några andra män kommo från Juda. Och jag frågade dem om judarna, den räddade skara som fanns kvar efter fångenskapen, och om Jerusalem.
૨મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.
3 De sade till mig: »De kvarblivna, de som efter fångenskapen finnas kvar i hövdingdömet, lida stor nöd och smälek, och Jerusalems mur är nedbruten, och dess portar äro uppbrända i eld.»
૩તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
4 När jag hade hört detta, satt jag gråtande och sörjande i flera dagar och fastade och bad inför himmelens Gud.
૪જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી.
5 Och jag sade: »Ack HERRE, himmelens Gud, du store och fruktansvärde Gud, du som håller förbund och bevarar nåd mot dem som älska dig och hålla dina bud,
૫મેં કહ્યું, “હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.
6 låt ditt öra akta härpå, och låt dina ögon vara öppna, och hör din tjänares bön, den som jag nu beder inför dig både dag och natt, för Israels barn, dina tjänare, i det att jag bekänner Israels barns synder, dem som vi hava begått mot dig; ty också jag och min faders hus hava syndat.
૬“મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું.
7 Vi hava svårt förbrutit oss mot dig; vi hava icke hållit de bud och stadgar och rätter som du gav din tjänare Mose.
૭અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.
8 Men tänk på det ord som du gav din tjänare Mose, när du sade: 'Om I ären otrogna, så skall jag förströ eder bland folken;
૮જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, ‘જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ,
9 men om I vänden om till mig och hållen mina bud och gören efter dem, då vill jag, om än edra fördrivna vore vid himmelens ända, likväl församla dem därifrån och låta dem komma till den plats som jag har utvalt till boning åt mitt namn.'
૯પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’”
10 De äro ju dina tjänare och ditt folk, som du har förlossat genom din stora kraft och din starka hand.
૧૦“તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે.
11 Ack Herre, låt ditt öra akta på din tjänares bön, ja, på vad dina tjänare bedja, de som vilja frukta ditt namn; låt nu din tjänare vara lyckosam och låt honom finna barmhärtighet inför denne man.» Jag var då munskänk hos konungen.
૧૧હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.” મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.