< Psaltaren 20 >

1 En Psalm Davids, till att föresjunga. Herren höre dig i nödene; Jacobs Guds Namn beskydde dig.
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2 Han sände dig hjelp af helgedomenom, och styrke dig utaf Zion.
પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
3 Han tänke uppå all din spisoffer; och din bränneoffer vare fet. (Sela)
તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
4 Han gifve dig hvad ditt hjerta begärar, och fullborde all din anslag.
તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
5 Vi fröjde oss, att du oss hjelper; och i vår Guds Namn rese vi baneret upp; Herren fullborde alla dina böner.
તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
6 Nu märker jag, att Herren hjelper sin smorda, och hörer honom i sinom helga himmel; hans högra hand hjelper väldeliga.
હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
7 De andre förlåta sig på vagnar och hästar; men vi tänke på Herrans vår Guds Namn.
કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
8 De äro nederstötte och fallne; men vi stå upprätte.
તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9 Hjelp, Herre; Konungen höre oss, när vi rope.
હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.

< Psaltaren 20 >