< Zaburi 34 >
1 Zaburi ya Daudi, alipojifanya mwendawazimu mbele ya Abimeleki, ambaye alimfukuza, naye akaondoka. Nitamtukuza Bwana nyakati zote, sifa zake zitakuwa midomoni mwangu siku zote.
૧દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
2 Nafsi yangu itajisifu katika Bwana, walioonewa watasikia na wafurahi.
૨હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
3 Mtukuzeni Bwana pamoja nami, naam, na tulitukuze jina lake pamoja.
૩મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
4 Nilimtafuta Bwana naye akanijibu, akaniokoa kwenye hofu zangu zote.
૪મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
5 Wale wamtazamao hutiwa nuru, nyuso zao hazifunikwi na aibu kamwe.
૫જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
6 Maskini huyu alimwita Bwana, naye akamsikia, akamwokoa katika taabu zake zote.
૬આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
7 Malaika wa Bwana hufanya kituo akiwazunguka wale wamchao, naye huwaokoa.
૭યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
8 Onjeni mwone kwamba Bwana ni mwema, heri mtu yule anayemkimbilia.
૮અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
9 Mcheni Bwana enyi watakatifu wake, kwa maana wale wamchao hawapungukiwi na chochote.
૯યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
10 Wana simba wenye nguvu hutindikiwa na kuona njaa, bali wale wamtafutao Bwana hawatakosa kitu chochote kilicho chema.
૧૦સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
11 Njooni, watoto wangu, mnisikilize, nitawafundisha kumcha Bwana.
૧૧આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
12 Yeyote kati yenu anayependa uzima na kutamani kuziona siku nyingi njema,
૧૨કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
13 basi auzuie ulimi wake na mabaya, na midomo yake kutokana na kusema uongo.
૧૩તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
14 Aache uovu, atende mema, aitafute amani na kuifuatilia.
૧૪દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
15 Macho ya Bwana huwaelekea wenye haki, na masikio yake yako makini kusikiliza kilio chao.
૧૫યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
16 Uso wa Bwana uko kinyume na watendao maovu, ili kufuta kumbukumbu lao duniani.
૧૬જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
17 Wenye haki hulia, naye Bwana huwasikia, huwaokoa katika taabu zao zote.
૧૭ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
18 Bwana yu karibu na waliovunjika moyo, na huwaokoa waliopondeka roho.
૧૮જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
19 Mwenye haki ana mateso mengi, lakini Bwana humwokoa nayo yote,
૧૯ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ: ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
20 huhifadhi mifupa yake yote, hata mmoja hautavunjika.
૨૦તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 Ubaya utamuua mtu mwovu, nao adui za mwenye haki watahukumiwa.
૨૧દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
22 Bwana huwakomboa watumishi wake, yeyote anayemkimbilia yeye hatahukumiwa kamwe.
૨૨યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.