< Jeremías 52 >
1 Sedequías tenía veintiún años cuando se convirtió en rey; él fue rey durante once años en Jerusalén, y el nombre de su madre fue Hamutal, la hija de Jeremías de Libna.
૧સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
2 E hizo lo malo ante los ojos del Señor, como había hecho Joacim.
૨સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું.
3 Y a causa de la ira del Señor, esto ocurrió en Jerusalén y en Judá, hasta que los envió lejos de él; y Sedequías tomó las armas contra el rey de Babilonia.
૩યહોવાહના કોપને લીધે યરુશાલેમમાં અને યહૂદિયામાં આ સર્વ ઘટનાઓ બનતી રહી, છેવટે તેમણે તેઓને પોતાના સાન્નિધ્યમાંથી નસાડી મૂક્યા. અને સિદકિયાએ બાબિલના રાજા સામે બંડ કર્યું.
4 Y en el noveno año de su gobierno, el décimo día del décimo mes, Nabucodonosor, rey de Babilonia, se enfrentó a Jerusalén con todo su ejército y tomó su posición ante él, construyendo rampas para atacarlo.
૪સિદકિયાના રાજ્યકાળમાં નવમા વર્ષના દસમા મહિનાના દસમાં દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત આવીને યરુશાલેમ પર હુમલો કર્યો. તેઓએ તેને ઘેરો ઘાલી અને તેની ચારેતરફ મોરચા બાંધ્યાં.
5 Así que la ciudad fue cerrada por sus fuerzas hasta el undécimo año del rey Sedequías.
૫સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું.
6 En el cuarto mes, el noveno día del mes, el almacén de alimentos en la ciudad casi había desaparecido, de modo que no había alimento para la gente de la tierra.
૬ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાઈ અને લોકોને માટે ખાવાને બિલકુલ અન્ન નહોતું.
7 Entonces se abrió una abertura en la muralla de la ciudad, y todos los hombres de guerra salieron en fuga de la ciudad por la noche a través de la puerta entre las dos paredes que estaba junto al jardín del rey; aunque los caldeos estaban estacionados alrededor de la ciudad; se fueron de noche por el camino de Arabah.
૭પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.
8 Y el ejército caldeo fue tras el rey Sedequías y lo alcanzó al otro lado de Jericó, y todo su ejército huyó de él en todas direcciones.
૮પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.
9 Entonces hicieron prisionero al rey y lo llevaron al rey de Babilonia a Ribla en la tierra de Hamat para ser juzgado.
૯બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઈ ગયા અને રાજા આગળ રજૂ કર્યો. અને તેણે તેનો ઇનસાફ કર્યો.
10 Y el rey de Babilonia mató a los hijos de Sedequías ante sus ojos, y mató a todos los príncipes de Judá en Ribla.
૧૦બાબિલના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા અને યહૂદિયાના બધા સરદારોને પણ રિબ્લાહમાં મારી નાખ્યા.
11 Y sacó los ojos de Sedequías; y el rey de Babilonia, encadenándolo, lo llevó a Babilonia y lo encarceló hasta el día de su muerte.
૧૧ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
12 Ahora, en el quinto mes, el décimo día del mes, en el año diecinueve del rey Nabucodonosor, rey de Babilonia, Nebuzaradán, el capitán de los hombres armados, siervo del rey de Babilonia, entró en Jerusalén.
૧૨હવે પાંચમા મહિનાના દસમા દિવસે એટલે કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષમાં રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાનને જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો તે યરુશાલેમમાં આવ્યો.
13 E incendió el templo, la casa del rey y todas las casas de Jerusalén, y toda casa grande, ardían con fuego.
૧૩તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને અને યરુશાલેમના દરેક ઘરને બાળી નાખ્યાં; વળી તેણે દરેક મોટી ઇમારતો બાળી નાખી.
14 Y los muros alrededor de Jerusalén fueron derribados por el ejército caldea que estaba con el capitán.
૧૪વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી.
15 Entonces Nabuzaradán, el capitán de los hombres armados, se llevó a los prisioneros al resto de las personas que todavía estaban en la ciudad, y a los que se habían entregado al rey de Babilonia, y al resto de los obreros.
૧૫લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
16 Pero Nabuzaradán, el capitán de los hombres armados, dejó que los más pobres de la tierra siguieran viviendo allí, para cuidar las vides y los campos.
૧૬પરંતુ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
17 Y los pilares de bronce que estaban en la casa del Señor, y las bases con ruedas y el gran recipiente de agua de bronce en la casa del Señor, fueron destruidos por los caldeos, quienes se llevaron todo el bronce a Babilonia.
૧૭યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.
18 Y las ollas y las despabiladeras, las palas y las cucharas, y todos los recipientes de bronce usados en la casa del Señor, se los llevaron.
૧૮વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા.
19 Y las copas, los braseros, los tazones, las ollas, los candelabros, las cucharas, las palanganas; El oro de las vasijas de oro y la plata de las vasijas de plata, el capitán de los hombres armados se lo llevó.
૧૯પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.
20 Los dos pilares, la gran vasija de agua y los doce bueyes de bronce que estaban debajo de ella, y las diez bases de ruedas que el rey Salomón había hecho para la casa del Señor; el latón de todas estas vasijas su peso no podía calcularse.
૨૦જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા.
21 Y en cuanto a los pilares, un pilar tenía dieciocho codos de alto, y doce codos medidos a su alrededor, y era tan grueso como el hueco de la mano de un hombre.
૨૧દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું.
22 Y había una corona de bronce en ella; la corona tenía cinco codos de alto, rodeada con una parrilla y adornada con granadas, todas de bronce; Y el segundo pilar tenía el mismo adorno.
૨૨વળી દરેક પર પિત્તળનો કળશ હતો. દરેક કળશ પાંચ હાથ ઊંચો હતો. તેની ચારે બાજુ જાળીદાર નકશી તથા દાડમો હતાં. તે સર્વ પિત્તળના હતાં. વળી બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંના જેવાં જ હતાં.
23 Había noventa y seis granadas en el exterior; El número de manzanas en toda la red fue de cien.
૨૩ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.
24 Y el capitán de los hombres armados tomó a Seraías, el principal sacerdote, y a Sofonías, al segundo sacerdote, y a los tres guardianes de las puertas;
૨૪રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.
25 Y del pueblo tomó al siervo eunuco que estaba sobre los hombres de guerra, y a siete de los amigos cercanos del rey que estaban en la ciudad, y al escriba del capitán del ejército, que era responsable de obtener la la gente de la tierra junta en orden militar, y sesenta hombres de la gente de la tierra que estaban en la ciudad.
૨૫નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
26 Estos los llevó, Nabuzaradán, el capitán de los hombres armados, llevaron consigo al rey de Babilonia en Ribla.
૨૬રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.
27 Y el rey de Babilonia los mató en Ribla, en la tierra de Hamat. Y se llevó a Judá prisionero de su tierra.
૨૭અને હમાથ દેશના રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને મારી નંખાવ્યા. આમ, યહૂદિયાના લોકો પોતાના દેશમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
28 Estas son las personas a quienes Nabucodonosor tomó prisionero: en el séptimo año, tres mil veintitrés judíos.
૨૮જે લોકોને નબૂખાદનેસ્સારને બંદીવાસમાં લઈ ગયો તેઓની સંખ્યા નીચે મુજબ હતી; સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ.
29 Y en el año dieciocho de Nabucodonosor, tomó como prisioneros de Jerusalén a ochocientos treinta y dos personas.
૨૯અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.
30 En el vigésimo tercer año de Nabucodonosor, Nabuzaradán, el capitán de los hombres armados, se llevó a los prisioneros setecientos cuarenta y cinco de los judíos; todas las personas eran cuatro mil seiscientos.
૩૦નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા.
31 Y en el año treinta y siete después de que Jeoaquin, rey de Judá, fuera tomado prisionero, en el mes duodécimo, el día veinticinco del mes, Mal-merodac, rey de Babilonia, el primer año después de que se convirtió en rey, sacó a Joaquín, rey de Judá, de la cárcel.
૩૧યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.
32 Y le dijo palabras amables y puso su asiento más alto que los asientos de los otros reyes que estaban con él en Babilonia.
૩૨તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો.
33 Y se cambió la vestimenta de la prisión, y él fue invitado a la mesa del rey todos los días por el resto de su vida.
૩૩આથી યહોયાકીમે કારાવાસનાં વસ્ત્રો ઉતારી નાખીને, તેણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા. અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું.
34 Y para su comida, el rey le dio una cantidad regular todos los días hasta el día de su muerte, por el resto de su vida.
૩૪અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિર્વાહ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે આપવામાં આવ્યું.