< 2 Korintos 2 >
1 Laakiin waxaan aniga qudhaydu goostay inaanan haddana caloolxumo idiinla imanin.
૧પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.
2 Waayo, haddaan idin calool xumeeyo, waa kee kan iga farxinayaa kii aan calool xumeeyey maahee?
૨કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?
3 Waxakan ayaan u qoray inaanan markaan imaado ka calool xumaan kuwa aan ku farxi lahaa, anigoo idinku aaminsan dhammaantiin inay farxaddaydu tahay farxadda kulligiin.
૩અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
4 Waayo, dhib badan iyo silica qalbiga ayaan idinku soo qoray anigoo aad u ilmaynaya, oo ma aha inaad calool xumaataan, laakiin inaad garataan jacaylka aad u sii badan ee aan idiin qabo.
૪કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.
5 Laakiin mid uuni hadduu qof calool xumeeyey, aniga ima uu calool xumayn, laakiin dhammaantiin buu si ahaan idiin calool xumeeyey; dooni maayo inaan idin culaysiyo.
૫પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.
6 Taqsiirtan kuwa badani ay saareen way ku filan tahay kaasoo kale.
૬એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,
7 Laakiinse waa inaad isaga cafidaan oo u gargaartaan inaanay sina caloolxumo aad u badani liqin kaasoo kale.
૭માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
8 Sidaa daraaddeed waxaan idinka baryayaa inaad jacaylkiinna u caddaysaan isaga.
૮એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
9 Waayo, taa aawadeed ayaan u qoray inaan idin imtixaamo inaad wax walba ku dhega nugushihiin iyo in kale.
૯કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.
10 Kii aad wax ka cafidaan, aniguna waan ka cafiyaa: waxaan anigu ka cafiyeyna, haddaan wax ka cafiyey, waxaan uga cafiyey aawadiin Masiix hortiisa,
૧૦પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
11 inaan Shayddaan inaga faa'iidaysan, waayo, innagu ma nihin kuwo jaahil ka ah xeeladdiisa.
૧૧કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
12 Markaan Taroo'as imid inaan injiilka Masiix kaga wacdiyo, ee uu Rabbigu irid iga furay,
૧૨ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
13 ruuxaygu ma nasan, waayo, ma aan helin walaalkay Tiitos, laakiin iyagaan nabadgelyeeyey oo Makedoniyaan u kacay.
૧૩પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
14 Ilaah baa mahad leh kan had iyo goorba libta inagu siiya Masiix, oo meel walba udgoonka aqoontiisa gaadhsiiya, ee innaga inaga gaadhsiiya.
૧૪પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
15 Waayo, waxaynu Ilaah u nahay udgoonka Masiix xagga kuwa badbaadaya iyo kuwa lumayaba;
૧૫કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
16 kuwa dambe udgoonka xagga dhimasho ilaa dhimasho, kuwa kalena udgoonka xagga nolol ilaa nolol. Oo yaa ku filan waxyaalahan?
૧૬મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?
17 Waayo, innagu la mid ma nihin kuwa badan ee ereyga Ilaah ka baayacmushtara, laakiin sida kuwa daacadda ah iyo kuwa Ilaah ayaynu Masiix ugu hadallaa Ilaah hortiisa.
૧૭કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.