< Psalmi 3 >

1 Gospod, kako so se okrepili ti, ki me vznemirjajo! Številni so tisti, ki se vzdigujejo zoper mene.
પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
2 Mnogo jih je, ki pravijo o moji duši: »Zanj ni pomoči pri Bogu.« (Sela)
ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” (સેલાહ)
3 Toda ti, oh Gospod, si zame ščit, moja slava in tisti, ki mi dviguje mojo glavo.
પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
4 S svojim glasom sem jokal h Gospodu in slišal me je iz svoje svete gore. (Sela)
હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)
5 Zleknil sem se in spal, prebudil sem se, kajti Gospod me je podpiral.
હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
6 Ne bom se bal deset tisočev ljudi, ki so se okrog in okrog usmerili zoper mene.
જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
7 Vstani, oh Gospod, reši me, oh moj Bog. Kajti vse moje sovražnike si udaril po čeljusti, razbil si zobe brezbožnih.
હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
8 Rešitev duše pripada Gospodu. Nad tvojim ljudstvom je tvoj blagoslov. (Sela)
વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)

< Psalmi 3 >