< Pregovori 26 >
1 Kakor sneg poleti in kakor dež ob času žetve, tako se čast ne poda bedaku.
૧જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
2 Kakor ptica s potepanjem, kakor lastovka z letenjem, tako prekletstvo brez razloga ne bo prišlo.
૨ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.
3 Bič za konja, uzda za osla in palica za hrbet bedaka.
૩ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4 Bedaku ne odgovori glede na njegovo neumnost, da ne bi bil tudi ti podoben njemu.
૪મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
5 Odgovori bedaku glede na njegovo neumnost, da on ne bi bil moder v svoji lastni domišljavosti.
૫મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.
6 Kdor pošilja sporočilo po roki bedaka, si odseka stopala in pije škodo.
૬જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.
7 Nogi hromega nista enaki; takšna je prispodoba v ustih bedakov.
૭મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.
8 Kakor kdor poveže kamen v pračo, tak je, kdor daje čast bedaku.
૮જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
9 Kakor gre trn v roko pijanca, taka je prispodoba v ustih bedakov.
૯જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.
10 Velik Bog, ki je ustvaril vse stvari, nagrajuje tako bedaka kakor prestopnike.
૧૦ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
11 Kakor se pes vrača k svojemu izbljuvku, tako se bedak vrača k svoji neumnosti.
૧૧જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.
12 Ali vidiš modrega človeka v njegovi lastni domišljavosti? Več upanja je za bedaka kakor zanj.
૧૨પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.
13 Len človek pravi: » Tam je lev na poti, lev je na ulicah.«
૧૩આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
14 Kakor se vrata obračajo na svojih tečajih, tako se leni na svoji postelji.
૧૪જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
15 Leni skriva svojo roko v svojem naročju, žalosti ga, da jo ponovno prinese k svojim ustom.
૧૫આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
16 Lenuh je modrejši v svoji lastni domišljavosti, kakor sedem mož, ki lahko izkažejo razlog.
૧૬હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 Kdor gre mimo in se vmešava v prepir, ki mu ne pripada, je podoben tistemu, ki psa zgrabi za ušesa.
૧૭જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 Kakor zmešan človek, ki meče kose tlečega lesa, puščice in smrt,
૧૮જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
19 tak je človek, ki zavaja svojega bližnjega in pravi: »Ali nisem na zabavi?«
૧૯તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
20 Kjer ni nobenega lesa, tam ogenj poide. Tako, kjer ni tožljivca, prepir preneha.
૨૦બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
21 Kakor je oglje za vročo žerjavico in drva za ogenj, tako je prepirljiv človek za podžiganje prepira.
૨૧જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
22 Besede tožljivca so kakor rane in gredo navzdol v najnotranjejše dele trebuha.
૨૨નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
23 Goreče ustnice in zlobno srce sta podobna črepinji, pokriti s srebrovo žlindro.
૨૩કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
24 Kdor sovraži, prikriva s svojimi ustnicami in znotraj sebe shranjuje prevaro;
૨૪ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
25 kadar govori lepo, mu ne verjemi, kajti sedem ogabnosti je v njegovem srcu.
૨૫તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
26 Čigar sovraštvo je pokrito s prevaro, bo njegova zlobnost razkazana pred celotno skupnostjo.
૨૬જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.
27 Kdorkoli koplje jamo, bo padel vanjo, in kdor vali kamen, se bo le-ta vrnil nadenj.
૨૭જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
28 Lažniv jezik sovraži tiste, ki so prizadeti z njim in prilizovanje ust dela propad.
૨૮જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.