< Псалтирь 97 >
1 Господь воцарися, да радуется земля, да веселятся острови мнози.
૧યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2 Облак и мрак окрест Его: правда и судба исправление престола Его.
૨વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
3 Огнь пред Ним предидет и попалит окрест враги Его.
૩અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
4 Осветиша молния Его вселенную: виде и подвижеся земля.
૪તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
5 Горы яко воск растаяша от лица Господня, от лица Господа всея земли.
૫યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6 Возвестиша небеса правду Его, и видеша вси людие славу Его.
૬આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7 Да постыдятся вси кланяющиися истуканным, хвалящиися о идолех своих: поклонитеся Ему, вси ангели Его.
૭મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
8 Слыша и возвеселися Сион, и возрадовашася дщери Иудейския, судеб ради Твоих, Господи:
૮હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 яко Ты Господь вышний над всею землею, зело превознеслся еси над всеми боги.
૯કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 Любящии Господа, ненавидите злая: хранит Господь душы преподобных Своих, из руки грешничи избавит я.
૧૦હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 Свет возсия праведнику, и правым сердцем веселие.
૧૧ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
12 Веселитеся, праведнии, о Господе, и исповедайте память святыни Его.
૧૨હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.