< Псалтирь 82 >

1 Бог ста в сонме богов, посреде же боги разсудит.
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
2 Доколе судите неправду, и лица грешников приемлете?
તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? (સેલાહ)
3 Судите сиру и убогу, смирена и нища оправдайте:
ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ: ખિત અને લાચારને ઇનસાફ આપો.
4 измите нища и убога, из руки грешничи избавите его.
ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
5 Не познаша, ниже уразумеша, во тме ходят: да подвижатся вся основания земли.
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
6 Аз рех: бози есте, и сынове Вышняго вси:
મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7 вы же яко человецы умираете, и яко един от князей падаете.
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
8 Воскресени, Боже, суди земли: яко Ты наследиши во всех языцех.
હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

< Псалтирь 82 >