< Псалтирь 31 >
1 В конец, псалом Давиду, изступления. На Тя, Господи, уповах, да не постыжуся во век: правдою Твоею избави мя и изми мя.
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
2 Приклони ко мне ухо Твое, ускори изяти мя: буди ми в Бога защитителя и в дом прибежища, еже спасти мя.
૨મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
3 Яко держава моя и прибежище мое еси Ты: и имене Твоего ради наставиши мя и препитаеши мя.
૩કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
4 Изведеши мя от сети сея, юже скрыша ми: яко Ты еси защититель мой, Господи.
૪મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.
5 В руце Твои предложу дух мой: избавил мя еси, Господи Боже истины.
૫હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6 Возненавидел еси хранящыя суеты вотще: аз же на Господа уповах.
૬જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
7 Возрадуюся и возвеселюся о милости Твоей, яко призрел еси на смирение мое, спасл еси от нужд душу мою
૭હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ: ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
8 и неси мене затворил в руках вражиих, поставил еси на пространне нозе мои.
૮તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
9 Помилуй мя, Господи, яко скорблю: смятеся яростию око мое, душа моя и утроба моя.
૯હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
10 Яко изчезе в болезни живот мой, и лета моя в воздыханиих: изнеможе нищетою крепость моя, и кости моя смятошася.
૧૦કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
11 От всех враг моих бых поношение, и соседом моим зело, и страх знаемым моим: видящии мя вон бежаша от мене.
૧૧મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
12 Забвен бых яко мертв от сердца: бых яко сосуд погублен.
૧૨મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
13 Яко слышах гаждение многих живущих окрест: внегда собратися им вкупе на мя, прияти душу мою совещаша.
૧૩કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
14 Аз же на Тя, Господи, уповах, рех: Ты еси Бог мой.
૧૪પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
15 В руку Твоею жребии мои: избави мя из руки враг моих и от гонящих мя.
૧૫મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
16 Просвети лице Твое на раба Твоего: спаси мя милостию Твоею.
૧૬તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
17 Господи, да не постыжуся, яко призвах Тя: да постыдятся нечестивии, и снидут во ад. (Sheol )
૧૭હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. (Sheol )
18 Немы да будут устны льстивыя, глаголющыя на праведнаго беззаконие, гордынею и уничижением.
૧૮જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
19 Коль многое множество благости Твоея, Господи, юже скрыл еси боящымся Тебе, соделал еси уповающым на Тя, пред сыны человеческими:
૧૯જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
20 скрыеши их в тайне лица Твоего от мятежа человеческа, покрыеши их в крове от пререкания язык.
૨૦તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 Благословен Господь, яко удиви милость Свою во граде ограждения.
૨૧યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
22 Аз же рех во изступлении моем: отвержен есмь от лица очию Твоею: сего ради услышал еси глас молитвы моея, внегда воззвах к Тебе.
૨૨અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.
23 Возлюбите Господа, вси преподобнии Его: яко истины взыскает Господь и воздает излише творящым гордыню.
૨૩હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
24 Мужайтеся, и да крепится сердце ваше, вси уповающии на Господа.
૨૪જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.