< Числа 28 >
1 И рече Господь к Моисею, глаголя:
૧યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
2 заповеждь сыном Израилевым, и речеши к ним, глаголя: дары Моя, даяния Моя, приносы Моя, в воню благовония соблюдите приносити Мне на праздники Моя.
૨“ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
3 И да речеши к ним: сия приношения, яже принесете Господу, агнцев единолетных непорочных два на день во всесожжение выну:
૩તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
4 агнца единаго сотворите рано, и агнца втораго сотворите в вечер:
૪એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું.
5 и да сотвориши десятую часть ефи (меры) муки пшеничны на жертву, вмешану в елеи четвертую часть (меры) ина:
૫ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.
6 всесожжение непрестанное, якоже бысть в горе Синайстей, в воню благовония Господу.
૬તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.
7 И возлияние его четвертую часть (меры) ина агнцу единому: во святем да возлиеши возлияние сикеру Господу:
૭પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.
8 и агнца втораго сотвориши к вечеру: по жертве его и по возлиянию его да сотвориши, в воню благовония Господу.
૮બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.
9 И в день суббот приведете два агнца единолетна непорочна и две десятины муки пшеничны вмешаны в елеи на жертву и возлияние,
૯“વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
10 всесожжения субботы в субботах, на всесожжение всегдашнее и возлияние его.
૧૦દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
11 И в новомесячиих да принесете во всесожжение Господу телца два от говяд и овна единаго, агнцев единолетных седмь непорочных:
૧૧દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
12 три десятины муки пшеничны вмешаны в елеи телцу единому, и две десятины муки пшеничны вмешаны в елеи овну единому,
૧૨પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
13 по десятине муки пшеничны вмешаны в елеи агнцу единому: жертву в воню благовония принос Господу.
૧૩અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
14 Возлияние их от вина пол (меры) ина да будет телцу единому: и третия часть (меры) ина да будет овну единому: и четвертая часть (меры) ина да будет агнцу единому: сие всесожжение от месяца до месяца в месяцы лета.
૧૪તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.
15 И козла единаго от коз греха ради Господу на всесожжение присное сотворите и возлияние его.
૧૫એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.
16 И в месяце первем в четвертыйнадесять день месяца Пасха Господу:
૧૬પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે.
17 и в пятыйнадесять день месяца сего праздник: седмь дний опресноки да ясте.
૧૭આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
18 И день первый нарочит свят да будет вам: всякаго дела служебна да не сотворите.
૧૮પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
19 И принесете всесожжения принос Господу, телца от волов два, овна единаго, агнцев единолетных седмь: непорочни будут вам.
૧૯પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટાં અને એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના સાત હલવાનો ચઢાવ.
20 И жертва их мука пшенична вмешана в елеи: три десятины телцу единому и две десятины овну единому да сотворите:
૨૦બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
21 по десятине сотвориши агнцу единому, седми агнцем:
૨૧સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
22 и козла единаго от коз греха ради, во еже умолити о вас.
૨૨તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
23 Кроме всесожжения всегдашняго утренняго, еже есть всесожжение всегдашнее, сотворите сия.
૨૩સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો.
24 По сему сотворите на (всяк) день, в седмь дний, дар, принос в воню благовония Господу: на всесожжение всегдашнее сотвориши возлияние его.
૨૪સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે.
25 И день седмый нарочит свят да будет вам: всякаго дела служебнаго да не сотворите в онь.
૨૫સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
26 И день новых (плодов), егда принесете Господеви жертву нову седмиц, нарочит свят будет вам: всякаго дела служебна да не сотворите.
૨૬પ્રથમ ફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાનાં પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ.
27 И да принесете всесожжения в воню благовония Господу, телца от волов два, овна единаго, агнцев единолетных седмь непорочных.
૨૭તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાર્પણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટાં તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.
28 Жертва их мука пшенична вмешана в елеи: три десятины телцу единому и две десятины овну единому:
૨૮તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
29 по десятине агнцу единому, седми агнцем:
૨૯તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
30 и козла единаго от коз греха ради, во еже умолити о вас.
૩૦તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
31 Кроме всесожжения всегдашняго, и жертву их сотворите Мне, непорочни да будут вам, и возлияния их.
૩૧રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.