< От Матфея святое благовествование 20 >
1 Подобно бо есть Царствие Небесное человеку домовиту, иже изыде купно утро наяти делатели в виноград свой,
૧કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો.
2 и совещав с делатели по пенязю на день, посла их в виноград свой.
૨તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
3 И изшед в третий час, виде ины стоящя на торжищи праздны,
૩તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા.
4 и тем рече: идите и вы в виноград мой, и еже будет правда, дам вам. Они же идоша.
૪ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.
5 Паки же изшед в шестый и девятый час, сотвори такоже.
૫વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.
6 Во единыйженадесять час изшед, обрете другия стоящя праздны и глагола им: что зде стоите весь день праздни?
૬ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’
7 Глаголаша ему: яко никтоже нас наят. Глагола им: идите и вы в виноград (мой), и еже будет праведно, приимете.
૭તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”
8 Вечеру же бывшу, глагола господин винограда к приставнику своему: призови делатели и даждь им мзду, начен от последних до первых.
૮સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’
9 И пришедше иже во единыйнадесять час, прияша по пенязю.
૯જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો.
10 Пришедше же первии мняху, яко вящше приимут: и прияша и тии по пенязю:
૧૦પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.
11 приемше же роптаху на господина,
૧૧ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી.
12 глаголюще, яко сии последнии един час сотвориша, и равных нам сотворил их еси, понесшым тяготу дне и вар.
૧૨અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”
13 Он же отвещав рече единому их: друже, не обижу тебе: не по пенязю ли совещал еси со мною?
૧૩પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો?
14 Возми твое и иди: хощу же и сему последнему дати, якоже и тебе:
૧૪તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
15 или несть ми леть сотворити, еже хощу, во своих ми? Аще око твое лукаво есть, яко аз благ есмь?
૧૫જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’
16 Тако будут последнии перви, и первии последни: мнози бо суть звани, мало же избранных.
૧૬એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
17 И восходя Иисус во Иерусалим, поят обанадесяте ученика едины на пути и рече им:
૧૭ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે,
18 се, восходим во Иерусалим, и Сын Человеческий предан будет архиереем и книжником: и осудят Его на смерть,
૧૮જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે
19 и предадят Его языком на поругание и биение и пропятие: и в третий день воскреснет.
૧૯અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”
20 Тогда приступи к Нему мати сыну Зеведеову с сынома своима, кланяющися и просящи нечто от Него.
૨૦ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.
21 Он же рече ей: чесо хощеши? Глагола Ему: рцы, да сядета сия оба сына моя, един одесную Тебе, и един ошуюю (Тебе), во Царствии Твоем.
૨૧ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેણે તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
22 Отвещав же Иисус рече: не веста, чесо просита: можета ли пити чашу, юже Аз имам пити, или крещением, имже Аз крещаюся, креститися? Глаголаста Ему: можева.
૨૨પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.”
23 И глагола има: чашу убо Мою испиета, и крещением, имже Аз крещаюся, имате креститися: а еже сести одесную Мене и ошуюю Мене, несть Мое дати, но имже уготовася от Отца Моего.
૨૩તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.”
24 И слышавше десять, негодоваша о обою брату.
૨૪જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
25 Иисус же призвав их, рече: весте, яко князи язык господствуют ими, и велицыи обладают ими:
૨૫પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.
26 не тако же будет в вас: но иже аще хощет в вас вящший быти, да будет вам слуга:
૨૬પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય;
27 и иже аще хощет в вас быти первый, буди вам раб:
૨૭અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય;
28 якоже Сын Человеческий не прииде, да послужат Ему, но послужити и дати душу Свою избавление за многих.
૨૮જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
29 И исходящу Ему от Иерихона, по Нем иде народ мног.
૨૯જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.
30 И се, два слепца седяща при пути, слышавша, яко Иисус мимоходит, возописта, глаголюща: помилуй ны, Господи, Сыне Давидов.
૩૦જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
31 Народ же прещаше има, да умолчита: она же паче вопияста, глаголюща: помилуй ны, Господи, Сыне Давидов.
૩૧પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”
32 И востав Иисус возгласи я и рече: что хощета, да сотворю вама?
૩૨ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”
33 Глаголаста Ему: Господи, да отверзетеся очи наю.
૩૩તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.”
34 Милосердовав же Иисус прикоснуся очию има: и абие прозреста има очи, и по Нем идоста.
૩૪ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.