< Книга Иова 27 >

1 Еще же приложив Иов, рече в притчах:
અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2 жив Господь, иже ми сице суди, и Вседержитель, Иже огорчи ми душу:
“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
3 дондеже еще дыхание мое есть и дух Божий сущий в ноздрех моих,
જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
4 не возглаголют устне мои беззакония, ниже душа моя поучится неправде.
નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
5 Не буди мне правдивыми нарещи вас, дондеже умру: не изменю бо незлобия моего.
હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
6 Правде же внимая, не оставлю ея, не свем бо себе злых соделавша.
હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.
7 Обаче же, дабы были врази мои, якоже низвращение нечестивых, и востающии на мя, якоже пагуба пребеззаконных.
મારા શત્રુને દુષ્ટની જેમ; મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.
8 И кая бо есть надежда нечестивому, яко ожидает? Надеяся на Господа спасется ли?
જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, તો પછી તેને શી આશા રહે?
9 Или мольбу его услышит Бог? Или нашедшей ему беде,
જયારે તેના પર દુ: ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?
10 еда имать кое дерзновение пред Ним? Или яко призвавшу ему, услышит ли Его?
૧૦શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે. અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?
11 Сего ради возвещу вам, что есть в руце Господни, и, еже есть у Вседержителя, не солжу.
૧૧ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
12 Се, вси весте, яко тщетная ко тщетным прилагаете.
૧૨જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે; છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?
13 Сия часть человека нечестиваго от Господа: и жребий сильных приидет от Вседержителя на ня.
૧૩ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14 Аще мнози будут сынове их, на заколение будут: аще же и возмужают, нищы будут:
૧૪જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15 оставшиися же ему смертию умрут, и вдовиц их никтоже помилует.
૧૫તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે. અને તેઓની વિધવા શોક કરશે નહિ.
16 Аще соберет якоже землю сребро, и якоже брение уготовит злато,
૧૬જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,
17 сия вся праведнии одержат, имения же его истиннии возмут:
૧૭તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે, અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.
18 будет же дом его яко молие, и яко паучина, яже снабде.
૧૮કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, તે પોતાનું ઘર બાંધે છે.
19 Богатый уснет и не приложит, очи свои отверзе, и несть.
૧૯તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.
20 Обыдоша его якоже вода болезни, нощию же ят его примрак.
૨૦રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.
21 Возмет же его вар, и отидет, и возвеет его от места его,
૨૧પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.
22 и вержет на него, и не пощадит, из руку его бежанием побежит:
૨૨કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.
23 восплещет нань рукама своима и с шумом возмет его от места своего.
૨૩તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.

< Книга Иова 27 >