< Книга пророка Исаии 7 >

1 И бысть во дни Ахаза сына Иоафамля, сына Озии, царя Иудина, взыде Расин царь Арамль, и Факей сын Ромелиев, царь Израилев, на Иерусалим, воевати на него, и не возмогоша разорити его.
યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ.
2 И возвестися в дому Давидове, глаголя: совещася Арам со Ефремом, и ужасеся душа его и душа людий его, якоже в дубраве древо ветром возколеблется.
દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.
3 И рече Господь ко Исаии: изыди во сретение Ахазу ты и оставыйся Иасув сын твой, к купели горняго пути села белилнича,
ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
4 и речеши ему: блюди, еже молчати, и не бойся, ниже душа твоя да изнеможет от двою древу главень дымящихся сих: егда бо гнев ярости Моея будет, паки изцелю.
તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા.
5 Сын же Арамль и сын Ромелиев яко совещаста совет лукавый на тя, глаголюще:
અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે
6 взыдем во Иудею, и собеседовавше с ними отвратим я к нам и воцарим в ней сына Тавеилева:
“આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.”
7 сия же глаголет Господь Саваоф: не пребудет совет сей, ниже сбудется,
પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ,
8 но глава Араму Дамаск, и глава Дамаску Расин: но еще шестьдесят и пять леть, оскудеет царство Ефремово от людий,
કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ.
9 глава же Ефремови Соморон, и глава Соморону сын Ромелиев: и аще не уверите, ниже имате разумети.
એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.”
10 И приложи Господь глаголати ко Ахазу, рекий:
૧૦પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી,
11 проси себе знамения от Господа Бога твоего во глубину, или в высоту. (Sheol h7585)
૧૧“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (Sheol h7585)
12 И рече Ахаз: не имам просити, ниже искушу Господа.
૧૨પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.”
13 И рече (Исаиа): слышите убо, доме Давидов: еда мало вам есть труд даяти человеком, и како даете Господеви труд?
૧૩પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”
14 Сего ради даст Господь Сам вам знамение: се, Дева во чреве зачнет и родит Сына, и наречеши имя Ему Еммануил:
૧૪તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
15 масло и мед снесть, прежде неже разумети ему изволити злая, или избрати благое:
૧૫તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.
16 зане прежде неже разумети отрочати благое или злое, отринет лукавое, еже избрати благое, и оставится земля, еяже ты боишися, от лица двух царей.
૧૬એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.
17 Но наведет Господь на тя и на люди твоя и на дом отца твоего дни, иже еще не пришли, от дне в оньже отя Ефрема от Иуды, царя Ассирийска.
૧૭એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે તે આશ્શૂરના રાજાને લાવશે.”
18 И будет в той день, позвиждет Господь мухам, яже владеют частию реки Египетския, и пчеле, яже есть во стране Ассирийстей:
૧૮વળી તે સમયે યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને અને આશ્શૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે.
19 и приидут вси и почиют в дебрех страны и в пещерах каменных, и во вертепех и во всяцей разселине и во всяцем древе.
૧૯તેઓ બધી આવીને, કોતરોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાનાં છોડવાઓમાં અને સર્વ બીડોમાં ભરાઈ રહેશે.
20 В день оный обриет Господь бритвою наятою об ону страну реки царя Ассирийска, главу и власы ног, и браду отимет.
૨૦તે દિવસે પ્રભુ ફ્રાત નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશ્શૂરના રાજા વડે, તમારું માથું અને પગોના વાળ મૂંડી નાખશે; અને દાઢી પણ કાઢી નાખશે.
21 И будет в той день, кормити будет человек юницу от волов и две овце:
૨૧તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે.
22 и будет от множества творения млечнаго, масло и мед снесть всяк оставыйся на земли.
૨૨અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે.
23 И будет в той день, всяко место, идеже аще будет тысяща лоз винограда, по тысящи сикль, в лядину будет и в терние:
૨૩તે સમયે, એમ થશે કે જ્યાં એક હજાર રૂપિયાના એક હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, તેવી દરેક જગ્યા કાંટા અને ઝાંખરાંનું સ્થાન થઈ જશે.
24 со стрелою и луком внидут тамо, яко лядиною и тернием будет вся земля:
૨૪પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે.
25 и всяка гора оремая возорется, не найдет тамо страх: будет от лядины и от терния в паству овцам и в попрание волу.
૨૫તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે.

< Книга пророка Исаии 7 >