< Бытие 17 >

1 Бысть же Авраму лет девятьдесят девять: и явися Господь Авраму и рече ему: Аз есмь Бог твой, благоугождай предо Мною и буди непорочен:
ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.
2 и положу завет Мой между Мною и между тобою: и умножу тя зело.
પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ.
3 И паде Аврам на лицы своем, и рече ему Бог, глаголя:
ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,
4 и Аз се, завет Мой с тобою, и будеши отец множества языков:
“જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે.
5 и не наречется ктому имя твое Аврам, но будет имя твое Авраам: яко отца многих языков положих тя:
હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.
6 и возращу тя зело зело, и положу тя в народы, и царие из тебе изыдут:
હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે.
7 и поставлю завет Мой между Мною и между тобою, и между семенем твоим по тебе в роды их, в завет вечен, да буду тебе Бог и семени твоему по тебе:
તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.
8 и дам тебе и семени твоему по тебе землю, в нейже обитаеши, всю землю Ханааню во одержание вечное, и буду им Бог.
જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
9 И рече Бог ко Аврааму: ты же завет Мой соблюдеши, ты и семя твое по тебе в роды их.
ઈશ્વરે તેને કહ્યું, “તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે.
10 И сей завет, егоже соблюдеши между Мною и вами, и между семенем твоим по тебе в роды их: обрежется от вас всяк мужеск пол,
૧૦મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.
11 и обрежете плоть крайнюю вашу, и будет в знамение завета между Мною и вами.
૧૧તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
12 И младенец осми дний обрежется вам, всяк мужеский пол в родех ваших: и домочадец, и купленый от всякаго сына чуждаго, иже несть от семене твоего: обрезанием обрежется домочадец дому твоего и купленый.
૧૨તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.
13 И будет завет Мой на плоти вашей в завет вечен.
૧૩જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.
14 Необрезаный же мужеский пол, иже не обрежет плоти крайния своея в день осмый, погубится душа та от рода своего: яко завет Мой разори.
૧૪દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે. તેણે મારો કરાર તોડ્યો છે.”
15 И рече Бог Аврааму: Сара жена твоя не наречется имя ея Сара, но Сарра будет имя ей:
૧૫ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.
16 благословлю же ю и дам тебе от нея чадо: и благословлю е, и будет в языки, и царие языков из него будут.
૧૬હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે.”
17 И паде Авраам на лице свое, и посмеяся, и рече в мысли своей, глаголя: еда столетному (мужу) родится сын? Еда и Сарра девятидесяти лет (сущи) родит?
૧૭પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, “જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?”
18 Рече же Авраам к Богу: Исмаил сей да живет пред Тобою.
૧૮ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, “પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!”
19 Рече же Бог ко Аврааму: воистинну, се, Сарра жена твоя родит тебе сына, и наречеши имя ему Исаак: и поставлю завет Мой с ним в завет вечен, да буду ему в Бога и семени его по нем.
૧૯ઈશ્વરે કહ્યું, “ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.
20 О Исмаиле же се послушах тебе: и се благослових его, и возращу его, и умножу его зело: дванадесять языки родит: и дам его в язык велий.
૨૦ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ.
21 Завет же Мой поставлю со Исааком, егоже родит тебе Сарра, во время сие, в лето второе.
૨૧વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.”
22 Сконча же (Бог) глаголя к нему, и взыде Бог от Авраама.
૨૨ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા.
23 И поя Авраам Исмаила сына своего, и вся домочадцы своя и вся купленыя, и весь мужеск пол мужей, иже в дому Авраамли, и обреза плоть крайнюю их во время дне того, якоже глагола ему Бог.
૨૩પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.
24 Авраам же девятидесяти девяти лет бяше, егда обреза плоть крайнюю свою.
૨૪જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો.
25 Исмаил же сын его бяше лет трехнадесяти, егда обреза плоть крайнюю свою.
૨૫અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો.
26 Во время (же) дне онаго обрезася Авраам и Исмаил сын его,
૨૬ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.
27 и вси мужие дому его, и домочадцы (его) и куплении от инородных языков, и обреза я.
૨૭તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.

< Бытие 17 >