< Книга пророка Амоса 8 >

1 Сице показа ми Господь Бог: и се, сосуд птицеловца.
પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળાંમાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી!
2 И рече (Господь): что ты видиши, Амосе? И рех: сосуд птицеловца. И рече Господь ко мне: приспе конец на люди Моя Израиля, не приложу ксему еже мимоити его.
તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે; હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.
3 И восплачутся стропове храма в той день, глаголет Господь Бог: мнози падшии во всем месте, навергу молчание.
વળી પ્રભુ યહોવાહ કહે છે કે, તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે. મૃતદેહોના ઢગલા પડ્યા હશે અને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!”
4 Слышите убо сия, сокрушающии из утра убогаго и насильствующии нищих от земли,
જેઓ તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો.
5 глаголющии: когда прейдет месяц, и продамы, и (когда прейдут) субботы, и отверзем сокровища наша, еже сотворити меру малу, и увеличити мерило, и сотворити вес неправеден,
તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ,
6 яко да притяжем убогия сребром и нищаго за сапоги, и от всякаго жита куплю сотворим?
અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ, ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.”
7 Кленется Господь на презорство Иаковле, аще забудет в конец вся дела ваша:
યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ.”
8 и о сих не возмятется ли земля, и восплачется всяк живяй на ней? И взыдет яко река скончание (ея), и снидет якоже река Египетская.
શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ, અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ? હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે, તે ખળભળી જશે, અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
9 И будет в той день, глаголет Господь Бог, зайдет солнце в полудне, и померкнет на земли в день свет:
“તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
10 и превращу праздники вашя в жалость и вся песни вашя в плачь, и возложу на всяк хребет вретище и на всяку главу плешь, и положу его яко жалость любимаго и сущыя с ним яко день болезни.
૧૦વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ: ખદ હશે.
11 Се, дние грядут, глаголет Господь, и послю глад на землю, не глад хлеба, ни жажду воды, но глад слышания слова Господня:
૧૧પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, “જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
12 и поколеблются воды от моря до моря и от севера до восток, и обтекут ищуще словесе Господня, и не обрящут.
૧૨તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી; અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે, પણ તે તેઓને મળશે નહિ.
13 В той день оскудеют девы добрыя и юноши в жажди,
૧૩તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.
14 кленущиися очищением Самарийским и глаголющии: жив бог твой, Дане, и жив бог твой, Вирсавее. И падут и не востанут ктому.
૧૪જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે, હે દાન, તારા દેવના સોગન, અને બેરશેબાના દેવના સોગન, તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”

< Книга пророка Амоса 8 >