< Первая книга Паралипоменон 14 >
1 И посла Хирам царь Тирский послы к Давиду, и древа кедровл, и здателей стен, и древоделей, да созиждут ему дом.
૧પછી તૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે દેવદાર વૃક્ષ, કડિયા તથા સુતારો મોકલ્યા.
2 И позна Давид, яко уготова его Господь царем над Израилем, яко воздвижеся в высоту царство его, ради людий его Израиля,
૨દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
3 и поят Давид еще жены во Иерусалиме: и родишася ему еще сынове и дщери.
૩યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો.
4 И сия имена их, иже родишася ему во Иерусалиме: Саммаа и Совав, Нафан и Соломон,
૪યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
5 и Иеваар и Елисуй и Елифааф
૫ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
6 и Нагеф, и Нафаг и Иафие,
૬નોગા, નેફેગ, યાફીઆ,
7 и Елисама и Валиада и Елифалет.
૭અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
8 И услышаша иноплеменницы, яко помазан бысть Давид в царя над всем Израилем, и изыдоша вси иноплеменницы взыскати Давида. И услыша Давид и изыде противу их.
૮હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
9 Иноплеменницы же приидоша и разлияшася во юдоли Исполинов.
૯હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
10 И вопроси Давид Бога, глаголя: аще взыду на иноплеменники, и предаси ли их в руки моя? И рече ему Бог: взыди, и предам их в руки твоя.
૧૦પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, “શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?” યહોવાહે તેને કહ્યું, “આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ.”
11 И изыде во Ваал-Фарасин, и порази их тамо Давид. И рече Давид: разсече Бог враги моя рукою моею, якоже разсечение воды. Сего ради нарече имя месту тому Фарасин, Разсечение.
૧૧તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે.” તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું.
12 И оставиша тамо боги своя иноплеменницы, ихже Давид повеле сожещи огнем.
૧૨પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા.
13 И приложиша еще иноплеменницы, и разлияшася еще во юдоли Исполинов.
૧૩પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી.
14 И вопроси паки Давид Бога. И рече ему Бог: не исходи за ними: отвратися от них, и приидеши на них прямо грушей:
૧૪તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતૂરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે.
15 и будет егда услышиши глас шума верхов грушей, тогда изыдеши на брань, яко изыде Бог пред тобою, да поразит полки иноплеменнически.
૧૫જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.”
16 И сотвори Давид, якоже повеле ему Бог: и порази полки филистимов от Гаваона даже до Газира.
૧૬ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
17 И прославися имя Давидово во всех странах, и Господь даде страх его на вся языки.
૧૭પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.