< Псалми 18 >
1 Љубићу Те, Господе, крепости моја,
૧મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
2 Господе, Граде мој, Заклоне мој, који се оборити не може, Избавитељу мој, Боже мој, Камена горо, на којој се не бојим зла, Штите мој, Роже спасења мог, Уточиште моје!
૨યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
3 Призивам Господа, коме се клањати ваља, и опраштам се непријатеља својих.
૩હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
4 Обузеше ме смртне болести, и потоци неваљалих људи уплашише ме.
૪મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 Опколише ме болести паклене, стегоше ме замке смртне. (Sheol )
૫શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. (Sheol )
6 У својој тескоби призвах Господа, и к Богу свом повиках; Он чу из двора свог глас мој, и вика моја дође Му до ушију.
૬મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
7 Затресе се и поколеба се земља, задрмаше се и померише из темеља горе, јер се Он разљути.
૭ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.
8 Подиже се дим од гнева Његовог, из уста Његових огањ, који прождире и живо угљевље одскакаше од Њега.
૮તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
9 Сави небеса и сиђе. Мрак беше под ногама Његовим.
૯તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.
10 Седе на херувима и подиже се, и полете на крилима ветреним.
૧૦તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
11 Од мрака начини себи кров, сеницу око себе, од мрачних вода, облака ваздушних.
૧૧તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
12 Од севања пред Њим кроз облаке Његове удари град и живо угљевље.
૧૨તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.
13 Загрме на небесима Господ, и Вишњи пусти глас свој, град и живо угљевље.
૧૩યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
14 Пусти стреле своје, и разметну их; силу муња, и расу их.
૧૪તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
15 И показаше се извори водени, и открише се темељи васиљени од претње Твоје, Господе, од дихања духа гнева Твог.
૧૫પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.
16 Тада пружи с висине руку, ухвати ме, извуче ме из воде велике.
૧૬તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.
17 Избави ме од непријатеља мог силног и од мојих ненавидника, кад беху јачи од мене.
૧૭તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.
18 Усташе на ме у дан невоље моје, али ми Господ би потпора.
૧૮મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.
19 Изведе ме на пространо место, и избави ме, јер сам Му мио.
૧૯તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.
20 Даде ми Господ по правди мојој, и за чистоту руку мојих дарива ме.
૨૦યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
21 Јер се држах путева Господњих, и не одметнух се Бога свог,
૨૧કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.
22 Него су сви закони Његови преда мном, и заповести Његове не уклањам од себе.
૨૨હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.
23 Бих Му веран, и чувах се од безакоња свог.
૨૩વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.
24 Даде ми Господ по правди мојој, по чистоти руку мојих пред очима Његовим.
૨૪યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.
25 Са светима поступаш свето, с човеком верним верно,
૨૫જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.
26 С чистим чисто, а с неваљалим насупрот њему.
૨૬જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 Јер Ти помажеш људима невољним, а очи поносите понижаваш.
૨૭કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 Ти распаљујеш видело моје; Господ мој просветљује таму моју.
૨૮કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.
29 С Тобом разбијам војску, и с Богом својим скачем преко зида.
૨૯કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.
30 Пут је Господњи веран, реч Господња чиста. Он је штит свима који се у Њ уздају.
૩૦ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.
31 Јер ко је Бог осим Господа, и ко је одбрана осим Бога нашег?
૩૧કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?
32 Овај Бог опасује ме снагом, и чини ми веран пут.
૩૨ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.
33 Даје ми ноге као у јелена, и на висине ставља ме.
૩૩તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
34 Учи руке моје боју, и мишице моје чини да су лук од бронзе.
૩૪તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
35 Ти ми дајеш штит спасења свог; десница Твоја држи ме, и милост Твоја чини ме велика.
૩૫તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.
36 Ти шириш корак мој, те се не спотичу ноге моје.
૩૬તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.
37 Терам непријатеље своје и стижем их, и не враћам се док их не истребим.
૩૭હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
38 Обарам их, и не могу устати, падају под ноге моје.
૩૮હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.
39 Јер ме Ти опасујеш снагом за бој, и који устану на ме, обараш их преда мном.
૩૯કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.
40 Непријатеља мојих плећи Ти ми обраћаш, и потирем ненавиднике своје.
૪૦તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.
41 Они вичу, али немају помагача, ка Господу, али их Он не слуша.
૪૧તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.
42 Расипам их као прах по ветру, као блато по улицама газим их.
૪૨પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.
43 Ти ме избављаш од буне народне, постављаш ме да сам глава туђим племенима; народ ког не познавах, служи ми.
૪૩તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
44 По самом чувењу слушају ме, туђини покорни су ми.
૪૪જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
45 Туђини бледе, дрхћу у градовима својим.
૪૫વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.
46 Жив је Господ, и да је благословен бранич мој! Да се узвиси Бог спасења мог,
૪૬યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.
47 Бог, који ми даје освету, и покорава ми народе,
૪૭એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.
48 Који ме избавља од непријатеља, подиже ме над оне који устају на ме и од човека жестоког избавља ме!
૪૮તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
49 Тога ради хвалим Те, Господе, пред народима, и певам имену Твом,
૪૯માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.
50 Који славно избављаш цара свог, и чиниш милост помазанику свом Давиду и наслеђу његовом довека.
૫૦તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.