< Књига о Јову 27 >
1 И Јов настави беседу своју и рече:
૧અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2 Тако да је жив Бог, који је одбацио парбу моју, и Свемогући, који је ојадио душу моју,
૨“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
3 Док је душа моја у мени, и дух Божји у ноздрвама мојим,
૩જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
4 Неће усне моје говорити безакоња, нити ће језик мој изрицати преваре.
૪નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
5 Не дао Бог да пристанем да имате право; докле дишем, нећу одступити од своје доброте.
૫હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
6 Држаћу се правде своје, нити ћу је оставити; неће ме прекорити срце моје докле сам жив.
૬હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.
7 Непријатељ мој биће као безбожник, и који устаје на ме, као безаконик.
૭મારા શત્રુને દુષ્ટની જેમ; મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.
8 Јер како је надање лицемеру, кад се лакоми, а Бог ће ишчупати душу његову?
૮જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, તો પછી તેને શી આશા રહે?
9 Хоће ли Бог услишити вику његову кад на њ дође невоља?
૯જયારે તેના પર દુ: ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?
10 Хоће ли се Свемогућем радовати? Хоће ли призивати Бога у свако време?
૧૦શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે. અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?
11 Учим вас руци Божјој, и како је у Свемогућег не тајим.
૧૧ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
12 Ето, ви све видите, зашто дакле једнако говорите залудне ствари?
૧૨જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે; છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?
13 То је део човеку безбожном од Бога, и наследство које примају насилници од Свемогућег.
૧૩ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14 Ако му се множе синови, множе се за мач, и натражје његово неће се наситити хлеба.
૧૪જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15 Који остану иза њега, на смрти ће бити погребени, и удовице њихове неће плакати.
૧૫તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે. અને તેઓની વિધવા શોક કરશે નહિ.
16 Ако накупи сребра као праха, и набави хаљина као блата,
૧૬જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,
17 Шта набави, обући ће праведник, и сребро ће делити безазлени.
૧૭તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે, અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.
18 Гради себи кућу као мољац, и као колибу коју начини чувар.
૧૮કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, તે પોતાનું ઘર બાંધે છે.
19 Богат ће умрети, а неће бити прибран; отвориће очи а ничега неће бити.
૧૯તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.
20 Стигнуће га страхоте као воде; ноћу ће га однети олуја.
૨૦રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.
21 Узеће га ветар источни, и отићи ће; вихор ће га однети с места његовог.
૨૧પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.
22 То ће Бог пустити на њ, и неће га жалити; он ће једнако бежати од руке Његове.
૨૨કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.
23 Други ће пљескати рукама за њим, и звиждаће за њим с места његовог.
૨૩તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.