< 1 Књига дневника 12 >
1 А ово су који дођоше Давиду у Сиклаг док се још кријаше од Саула сина Кисовог, и беху међу јунацима помажући у рату,
૧હવે દાઉદ કીશના દીકરા શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે: તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.
2 Наоружани луком, из десне руке и из леве гађаху камењем и из лука стрелама, између браће Саулове, од племена Венијаминовог:
૨તેઓ ધનુર્ધારીઓ હતા, જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા.
3 Поглавар Ахијезер и Јоас, синови Семаје из Гаваје, Језило и Фелет синови Азмаветови, и Вераха и Јуј из Анатота,
૩મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથ દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી,
4 И Исмаја Гаваоњанин, јунак међу тридесеторицом и над тридесеторицом, и Јеремија и Јазило и Јоанан и Јозавад од Гедирота,
૪ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર ઇશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી.
5 Елузај и Јеримот и Валија и Семарија и Сефатија од Аруфа,
૫એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા તથા શફાટયા હરુફી,
6 Елкана и Јесија и Азареило и Јоезер и Јасовеам Коријани,
૬એલ્કાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા,
7 И Јоила и Зевадија синови Јероамови из Гедора.
૭ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.
8 И од племена Гадовог пребегоше Давиду у град у пустињу храбри јунаци, вешти боју, наоружани штитом и копљем, којима лице беше као лице лавовско и беху брзи као срне по горама:
૮ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
9 Есер први, Овадија други, Елијав трећи,
૯તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,
10 Мисмана четврти, Јеремија пети,
૧૦ચોથો મિશ્માન્ના, પાંચમો યર્મિયા,
11 Атај шести, Елило седми,
૧૧છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
12 Јоанан осми, Елзавал девети,
૧૨આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ,
13 Јеремија десети, Мохванај једанаести.
૧૩દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.
14 То беху између синова Гадових поглавари у војсци, најмањи над стотином, а највећи над хиљадом.
૧૪ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો.
15 Они пређоше преко Јордана првог месеца кад се разли преко свих брегова својих, и отераше све из долина на исток и на запад.
૧૫પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.
16 А дођоше и од синова Венијаминових и Јудиних к Давиду у град.
૧૬બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા.
17 И изиђе им Давид на сусрет, и говорећи рече им: Ако мира ради идете к мени, да ми помогнете, срце ће се моје здружити с вама; ако ли сте дошли да ме издате непријатељима мојим, неправде нема на мени, нека види Господ отаца наших и нека суди.
૧૭દાઉદ તેઓને મળવા ગયો અને તેઓને ઉત્તર આપીને કહ્યું, “જો તમે મને સહાય કરવા સારુ શાંતિથી મારી પાસે આવ્યા હશો, તો મારું હૃદય તમારી સાથે એકરૂપ થશે. પણ હું નિર્દોષ છતાં, જો તમે મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે આવ્યા હો, તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”
18 Тада дух дође на Амасаја поглавара међу војводама, те рече: Твоји смо, Давиде, и с тобом ћемо бити, сине Јесејев; мир, мир теби и помагачима твојим јер ти помаже Бог твој. Тако их прими Давид, и постави их међу поглаваре над четама.
૧૮ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાયે કહ્યું, “દાઉદ, અમે તારા છીએ. યિશાઈના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાઓ. કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નીમ્યા.
19 И од синова Манасијиних неки пребегоше Давиду кад иђоше с Филистејима на Саула у бој, али им не помогоше; јер кнезови филистејски договоривши се вратише га говорећи: На погибао нашу пребегнуће господару свом Саулу.
૧૯વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, “પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે.”
20 Кад се враћаше у Сиклаг, пребегоше к њему из племена Манасијиног: Адна и Јозавад и Једиаило и Михаило и Јозавад и Елиуј и Салтај, хиљадници у племену Манасијином.
૨૦જયારે તે સિકલાગમાં જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય, મનાશ્શાના સહસ્રાધિપતિઓ નીકળીને તેના પક્ષમાં આવ્યા.
21 И они помагаху Давиду против чета, јер храбри јунаци беху сви, те посташе војводе у његовој војсци.
૨૧તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા.
22 Јер сваки дан долажаху к Давиду у помоћ, докле поста велика војска као војска Божија.
૨૨તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું.
23 А ово је број људи наоружаних за војску који дођоше к Давиду у Хеврон да пренесу царство Саулово на њ по речи Господњој:
૨૩સૈન્ય માટે તૈયાર થયેલા જે લોકો ઈશ્વરના વચન પ્રમાણે શાઉલનું રાજય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોનમાં આવ્યા, તેઓના ઉપરીઓની સંખ્યા આ પ્રમાણે છે:
24 Синова Јудиних који ношаху штит и копље шест хиљада и осам стотина наоружаних за војску;
૨૪યહૂદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને જે સૈન્ય યુદ્ધને માટે તૈયાર થયું હતું, તેઓ છ હજાર આઠસો હતા.
25 Синова Симеунових храбрих војника седам хиљада и сто;
૨૫શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો.
26 Синова Левијевих четири хиљаде и шест стотина;
૨૬લેવીઓમાંથી ચાર હજાર છસો.
27 И Јодај поглавар између синова Аронових и с њим три хиљаде и седам стотина;
૨૭હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો.
28 И Садок младић, храбар јунак, и од дома оца његовог двадесет и два кнеза;
૨૮સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.
29 И синова Венијаминових, браће Саулове, три хиљаде; јер их се многи још држаху дома Сауловог;
૨૯બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર હતા. કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો.
30 И синова Јефремових двадесет хиљада и осам стотина храбрих јунака, људи на гласу у породицама отаца својих;
૩૦એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા.
31 А од половине племена Манасијиног осамнаест хиљада, који бише именовани поименце да дођу да поставе Давида царем;
૩૧મનાશ્શાના અડધા કુળમાંથી અઢાર હજાર નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા.
32 И синова Исахарових, који добро разумеваху времена да би знали шта ће чинити Израиљ, кнезова њихових двеста, и сва браћа њихова слушаху их;
૩૨ઇસ્સાખારના પુત્રોમાંથી તે સમયે બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ઇઝરાયલે શું કરવું જોઈએ, તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા.
33 Синова Завулонових, који иђаху на војску и наоружани беху за бој свакојаким оружјем, педесет хиљада, који се постављаху у врсте поузданог срца;
૩૩ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે તેવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધ-વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર શૂરવીર પુરુષો હતા તેઓ સંપૂર્ણપણે વફાદાર હતા.
34 А од племена Нефталимовог хиљаду поглавара и с њима тридесет и седам хиљада са штитовима и копљима;
૩૪નફતાલીમાંથી એક હજાર સરદાર, તેઓની સાથે ઢાલ તથા બરછીવાળા સાડત્રીસ હજાર પુરુષો હતા.
35 А од племена Дановог двадесет и осам хиљада и шест стотина наоружаних за бој;
૩૫દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા અઠાવીસ હજાર છસો પુરુષો હતા.
36 А од племена Асировог четрдесет хиљада војника вештих поставити се за бој;
૩૬આશેરમાંથી યુદ્ધમાં જઈ શકે એવા તથા વ્યૂહરચના કરી શકે એવા ચાળીસ હજાર પુરુષો હતા.
37 А оних испреко Јордана од племена Рувимовог и Гадовог и од половине племена Манасијиног, сто и двадесет хиљада са свакојаким оружјем убојитим.
૩૭યર્દનને પેલે પાર રુબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશ્શાના અડધા કુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત એક લાખ વીસ હજાર પુરુષો હતા.
38 Сви ови војници у војничком реду дођоше целог срца у Хеврон да поставе Давида царем над свим Израиљем. А и остали сви Израиљци беху сложни да царем поставе Давида.
૩૮સર્વ લડવૈયા તથા યુદ્ધને માટે તૈયાર એવા માણસો દાઉદને સર્વ ઇઝરાયલ ઉપર રાજા બનાવવાના દ્રઢ ઇરાદાથી હેબ્રોનમાં આવ્યા હતા. દાઉદને રાજા બનાવવા માટે બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ સંમત હતા.
39 И беху онде с Давидом три дана једући и пијући, јер им браћа беху приправила.
૩૯તેઓ ખાઈપીને ત્યાં ત્રણ દિવસ સુધી દાઉદની સાથે રહ્યા, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરેલી હતી.
40 А и они који беху близу њих, дори до Исахара и Завулона и Нефталима, доношаху хлеба на магарцима и на камилама и на мазгама и на воловима, јела, брашна, смокава и сувог грожђа и вина и уља, волова, оваца изобила; јер беше радост у Израиљу.
૪૦વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો.