< Ruta 4 >

1 A Voz izide na vrata gradska, i sjede ondje. I gle, naiðe onaj osvetnik, za kojega Voz govoraše, i reèe mu Voz: hodi ovamo, sjedi ovdje. I on doðe i sjede.
હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો.
2 Potom uze Voz deset ljudi izmeðu starješina gradskih i reèe: posjedajte ovdje. I posjedaše.
અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, “અહીંયાં બેસો.” અને તેઓ બેઠા.
3 Tada reèe onomu osvetniku: njivu koja je bila brata našega Elimeleha prodala je Nojemina, koja se vratila iz zemlje Moavske.
ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, “નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે.
4 Zato rekoh: da javim tebi, i kažem ti: uzmi njivu pred ovima što sjede ovdje i pred starješinama naroda mojega; ako æeš otkupiti, otkupi; ako li neæeš otkupiti, kaži mi da znam; jer osim tebe nema drugoga koji bi otkupio, a poslije tebe idem ja. A on reèe: ja æu otkupiti.
તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ ‘અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. ‘જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું.” ત્યારે તેણે જણાવ્યું કે, “હું તે છોડાવીશ.”
5 A Voz reèe: u koji dan uzmeš njivu iz ruke Nojeminine, treba da uzmeš i Rutu Moavku ženu umrloga, da podigneš ime umrlomu u našljedstvu njegovu.
પછી બોઆઝે કહ્યું કે, “નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે.”
6 Tada reèe onaj osvetnik: ne mogu otkupiti, da ne raspem svojega našljedstva; otkupi ti što bi trebalo da ja otkupim, jer ja ne mogu otkupiti.
ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, “મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી.”
7 A bijaše od starine obièaj u Izrailju o otkupljivanju i promijenjivanju, da bi svaka stvar bila tvrda, da jedan izuje obuæu svoju i da drugomu, i to bijaše svedodžba u Izrailju.
હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.
8 Kad dakle onaj osvetnik reèe Vozu: uzmi ti, izu obuæu svoju.
તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
9 A Voz reèe starješinama i svemu narodu: vi ste svjedoci danas da sam otkupio iz ruke Nojeminine što je god bilo Elimelehovo i što je god bilo Heleonovo i Malonovo;
બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
10 I da sam uzeo za ženu Rutu Moavku ženu Malonovu da podignem ime umrlomu u našljedstvu njegovu, da ne bi poginulo ime umrlomu meðu braæom njegovom i u mjestu njegovu; vi ste svjedoci danas.
૧૦વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”
11 I sav narod koji bijaše na vratima gradskim i starješine rekoše: svjedoci smo; da da Gospod da žena koja dolazi u dom tvoj bude kao Rahilja i Lija, koje obje sazidaše dom Izrailjev; bogati se u Efrati, i proslavi ime svoje u Vitlejemu!
૧૧દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.
12 I od sjemena koje ti Gospod da od te žene, da postane dom tvoj kao dom Faresa kojega rodi Tamara Judi.
૧૨આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ.”
13 I tako uze Voz Rutu i bi mu žena, i on leže s njom, i Gospod joj dade te zatrudnje, i rodi sina.
૧૩બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.
14 I rekoše žene Nojemini: da je blagosloven Gospod koji te nije ostavio danas bez osvetnika, da se ime njegovo slavi u Izrailju!
૧૪સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, ‘ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી.
15 On æe ti utješiti dušu i biæe potpora starosti tvojoj, jer ga rodi snaha tvoja koja te ljubi i koja ti je bolja nego sedam sinova.
૧૫તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.’”
16 I uze Nojemina dijete, i metnu ga na krilo svoje, i bješe mu dadilja.
૧૬નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું.
17 I susjede nadješe mu ime govoreæi: rodi se sin Nojemini, i prozvaše ga Ovid. On bi otac Jeseja oca Davidova.
૧૭અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
18 A ovo je pleme Faresovo: Fares rodi Esroma;
૧૮હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;
19 A Esrom rodi Arama; a Aram rodi Aminadava;
૧૯હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો,
20 A Aminadav rodi Nasona; a Nason rodi Salmona;
૨૦આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;
21 A Salmon rodi Voza; a Voz rodi Ovida;
૨૧સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,
22 A Ovid rodi Jeseja; a Jesej rodi Davida.
૨૨ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.

< Ruta 4 >