< Psalmi 53 >

1 Reèe bezumnik u srcu svojemu: nema Boga; pronevaljališe se i zagrdješe u bezakonju, nema nikoga dobro da tvori.
મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ. મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી.
2 Bog s neba pogleda na sinove èovjeèije da vidi ima li koji razuman, i traži li koji Boga.
સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
3 Svi zastraniše, svi se pokvariše, nema nikoga dobro da tvori, nema ni jednoga.
તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
4 Zar neæe da se orazume koji god èine bezakonje, jedu narod moj kao što jedu hljeb, i ne prizivaju Boga?
શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
5 Drktaæe od straha gdje straha nema. Jer æe Bog rasuti kosti onijeh koji ustaju na tebe. Ti æeš ih posramiti, jer ih Bog odvrže.
જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.
6 Ko æe poslati sa Siona spasenje Izrailju? Kad Bog povrati zarobljeni narod svoj, radovaæe se Jakov, veseliæe se Izrailj.
સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.

< Psalmi 53 >