< Psalmi 138 >
1 Slavim te, Gospode, od svega srca svojega, pred bogovima pjevam tebi.
૧દાઉદનું (ગીત.) હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
2 Poklanjam se pred svetom crkvom tvojom, i slavim ime tvoje, za dobrotu tvoju i za istinu tvoju; jer si po svakom imenu svom podigao rijeè svoju.
૨હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.
3 U dan, u koji zazvah, ti si me uslišio, dunuo slobodu u dušu moju.
૩મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
4 Slaviæe te, Gospode, svi carevi zemaljski, kad èuju rijeèi usta tvojih;
૪હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 I pjevaæe putove Gospodnje, jer je velika slava Gospodnja.
૫તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
6 Jer je visok Gospod, i vidi niskoga, i visokoga izdaleka poznaje.
૬જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
7 Ako poðem u tuzi, ti æeš me oživiti; na zloæu neprijatelja mojih pružiæeš ruku svoju i zakloniæe me desnica tvoja.
૭જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
8 Gospod æe svršiti za mene. Gospode! milost je tvoja dovijeka; djela ruku svojih ne ostavljaj.
૮યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.