< Jov 15 >

1 A Elifas Temanac odgovori i reèe:
પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,
2 Hoæe li mudar èovjek kazivati prazne misli i puniti trbuh svoj vjetrom istoènijem,
“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
3 Prepiruæi se govorom koji ne pomaže i rijeèima koje nijesu ni na što?
શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?
4 A ti uništavaš strah Božji i ukidaš molitve k Bogu.
હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,
5 Jer bezakonje tvoje pokazuju usta tvoja, ako i jesi izabrao jezik lukav.
કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.
6 Osuðuju te usta tvoja, a ne ja; i usne tvoje svjedoèe na te.
મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે; હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
7 Jesi li se ti prvi èovjek rodio? ili si prije humova sazdan?
શું તું આદિ પુરુષ છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
8 Jesi li tajnu Božiju èuo i pokupio u sebe mudrost?
શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું? શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે?
9 Šta ti znaš što mi ne bismo znali? šta ti razumiješ što ne bi bilo u nas?
અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે?
10 I sijedijeh i starijeh ljudi ima meðu nama, starijih od oca tvojega.
૧૦અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે, જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે.
11 Male li su ti utjehe Božije? ili imaš što sakriveno u sebi?
૧૧શું ઈશ્વરના દિલાસા, તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી?
12 Što te je zanijelo srce tvoje? i što sijevaju oèi tvoje,
૧૨તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે? તારી આંખો કેમ મિચાય છે?
13 Te obraæaš protiv Boga duh svoj i puštaš iz usta svojih take rijeèi?
૧૩તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે. અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે?
14 Šta je èovjek, da bi bio èist, i roðeni od žene, da bi bio prav?
૧૪શું માણસ પવિત્ર હોઈ શકે? સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે?
15 Gle, ne vjeruje svecima svojim, i nebesa nijesu èista pred oèima njegovijem;
૧૫જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી;
16 Akamoli gadni i smrdljivi èovjek, koji pije nepravdu kao vodu?
૧૬તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!
17 Ja æu ti kazati, poslušaj me, i pripovjediæu ti što sam vidio,
૧૭હું તમને બતાવીશ; મારું સાંભળો; મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ.
18 Što mudarci kazaše i ne zatajiše, što primiše od otaca svojih,
૧૮તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી.
19 Kojima samijem dana bi zemlja, i tuðin ne proðe kroz nju.
૧૯કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી. અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી.
20 Bezbožnik se muèi svega vijeka svojega, i nasilniku je malo godina ostavljeno.
૨૦દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે, તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે.
21 Strah mu zuji u ušima, u mirno doba napada pustošnik na nj.
૨૧તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે; આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે.
22 Ne vjeruje da æe se vratiti iz tame, otsvuda priviða maè.
૨૨તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે.
23 Tumara za hljebom govoreæi: gdje je? Zna da je za nj spremljen dan tamni.
૨૩તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે.
24 Tuga i nevolja straše ga, i navaljuju na nj kao car gotov na boj.
૨૪સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 Jer je zamahnuo na Boga rukom svojom, i svemoguæemu se opro.
૨૫કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે.
26 Trèi ispravljena vrata na nj s mnogim visokim štitovima svojim.
૨૬દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને, મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે
27 Jer je pokrio lice svoje pretilinom, i navaljao salo na bokove svoje.
૨૭આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે.
28 I sjedio je u gradovima raskopanijem i u kuæama pustijem, obraæenijem u gomilu kamenja.
૨૮તે ઉજ્જડ નગરોમાં જે ઘરમાં કોઈ રહે નહિ એવાં, તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે.
29 Neæe se obratiti niti æe ostati blago njegovo, i neæe se raširiti po zemlji dobro njegovo.
૨૯તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
30 Neæe izaæi iz mraka, ogranke njegove osušiæe plamen, odnijeæe ga duh usta njegovijeh.
૩૦તે અંધકારમાંથી બચશે નહિ; જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે; અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે.
31 Neka se ne uzda u taštinu prevareni, jer æe mu taština biti plata.
૩૧તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ; કેમ કે તેને કંઈ મળશે નહિ.
32 Prije svojega vremena svršiæe se, i grana njegova neæe zelenjeti.
૩૨તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે.
33 Otkinuæe se kao s loze nezreo grozd njegov i pupci æe se njegovi kao s masline pobacati.
૩૩દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે; અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે.
34 Jer æe opustjeti zbor licemjerski, i oganj æe spaliti šatore onijeh koji primaju poklone.
૩૪કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે; રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે.
35 Zaèinju nevolju i raðaju muku, i trbuh njihov sastavlja prijevaru.
૩૫દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે; તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.”

< Jov 15 >