< Danilo 12 >

1 A u to æe se vrijeme podignuti Mihailo veliki knez, koji brani tvoj narod; i biæe žalosno vrijeme, kakoga nije bilo otkako je naroda do tada; i u to æe se vrijeme izbaviti tvoj narod, svaki koji se naðe zapisan u knjizi.
“તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે.
2 I mnogo onijeh koji spavaju u prahu zemaljskom probudiæe se, jedni na život vjeèni a drugi na sramotu i prijekor vjeèni.
જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.
3 I razumni æe se sjati kao svjetlost nebeska, i koji mnoge privedoše k pravdi, kao zvijezde vazda i dovijeka.
જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.
4 A ti Danilo zatvori ove rijeèi i zapeèati ovu knjigu do pošljednjega vremena; mnogi æe pretraživati, i znanje æe se umnožiti.
પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર જે ઘણા લોકો અહીંતહીં દોડશે અને ડહાપણની વૃદ્ધિ થશે.
5 Tada pogledah ja Danilo, i gle, stajahu druga dvojica, jedan s ove strane na brijegu rijeke, a drugi s one strane na brijegu rijeke.
ત્યારે મેં દાનિયેલે જોયું તો, ત્યાં બીજા બે માણસો હતા. એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે.
6 I jedan reèe èovjeku obuèenome u platno, koji stajaše nad vodom u rijeci: kad æe biti kraj tijem èudesima?
જે શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો, તેને તેઓમાંના એકે પૂછ્યું, “આ આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?”
7 I èuh èovjeka obuèenoga u platno, koji stajaše nad vodom u rijeci, i podiže desnicu svoju i ljevicu svoju k nebu, i zakle se onijem koji živi uvijek da æe se sve ovo ispuniti po vremenu, po vremenima i po po vremena, i kad se svrši rasap sile svetoga naroda.
ત્યારે જે માણસ શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે, સમય, સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્રપ્રજાના સામર્થ્યનો અંત લાવશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.
8 I ja èuh ali ne razumjeh; i rekoh: gospodaru moj, kakav æe biti kraj tome?
મેં સાંભળ્યું, પણ હું સમજી શક્યો નહિ. એટલે મેં પૂછ્યું, “હે મારા માલિક, આ સર્વ બાબતોનું પરિણામ શું આવશે?
9 A on reèe: idi Danilo, jer su zatvorene i zapeèaæene ove rijeèi do pošljednjega vremena.
તેણે કહ્યું, “હે દાનિયેલ, તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે, અંતના સમય સુધી આ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.
10 Mnogi æe se oèistiti, ubijeliti i okušati; a bezbožnici æe raditi bezbožno, niti æe koji bezbožnik razumjeti; ali æe razumni razumjeti.
૧૦ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે.
11 A od vremena kad se ukine žrtva vazdašnja i postavi gnusoba pustošna, biæe tisuæa i dvjesta i devedeset dana.
૧૧પ્રતિદિન ચઢતાં દહનાપર્ણો બંધ કરવામાં આવશે, વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી એક હજાર બસો નેવું દિવસો હશે.
12 Blago onome koji pretrpi i doèeka tisuæu i tri stotine i trideset i pet dana.
૧૨જે માણસ એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે.
13 A ti idi ka kraju; i poèivaæeš i ostaæeš na dijelu svom do svršetka svojih dana.
૧૩પરંતુ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા. કેમ કે તું આરામ પામશે. નિયત દિવસોને અંતે તને સોંપવામાં આવેલા સ્થાનમાં તું ઊભો રહેશે.”

< Danilo 12 >