< 2 Dnevnika 17 >
1 Tada se zacari Josafat sin njegov na njegovo mjesto, i ukrijepi se na Izrailja.
૧તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
2 I ponamješta vojsku po svijem tvrdijem gradovima Judinijem, i ponamješta straže po zemlji Judinoj i po gradovima Jefremovijem, koje zadobi Asa otac njegov.
૨યહૂદિયાના કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા.
3 I bijaše Gospod s Josafatom, jer hoðaše prvijem putovima Davida oca svojega i ne tražaše Vala.
૩ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.
4 Nego Boga oca svojega tražaše i po zapovijestima njegovijem hoðaše, i ne èinjaše kao sinovi Izrailjevi.
૪પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ.
5 Zato utvrdi Gospod carstvo u ruci njegovoj, i sav narod Judin davaše dare Josafatu, te imaše veliko blago i slavu.
૫તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું; આખું યહૂદા યહોશાફાટને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો.
6 I srce se njegovo oslobodi na putovima Gospodnjim, te još obori visine i lugove u Judeji.
૬ઈશ્વરના માર્ગોમાં તેનું અંત: કરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તેમ જ અશેરીમ મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો.
7 I treæe godine svoga carovanja posla knezove svoje Ven-Aila i Ovadiju i Zahariju i Natanaila i Miheju da uèe po gradovima Judinijem;
૭તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા.
8 I s njima Levite: Semaju i Nataniju i Zevadiju i Asaila i Semiramota i Jonatana i Adoniju i Toviju i Tov-Adoniju, Levite, i s njima Elisamu i Jorama sveštenike.
૮વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.
9 I uèahu po Judeji imajuæi pri sebi knjigu zakona Gospodnjega, i prohoðahu sve gradove Judine uèeæi narod.
૯તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું.
10 I doðe strah Gospodnji na sva carstva po zemljama oko Jude, te ne vojevaše na Josafata.
૧૦આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.
11 I sami Filisteji donošahu Josafatu dare i danak u novcu; i Arapi dogonjahu mu stoku, po sedam tisuæa i sedam stotina ovnova i po sedam tisuæa i sedam stotina jaraca.
૧૧કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
12 Tako napredovaše Josafat i podiže se veoma; i sazida u Judeji kule i gradove za žitnice.
૧૨યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.
13 I imaše mnogo dobra po gradovima Judinijem, i vojnika, hrabrijeh junaka u Jerusalimu.
૧૩તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણાં સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા.
14 A ovo je broj njihov po domovima otaca njihovijeh; od Jude tisuænici: Adna vojvoda, s kojim bijaše tri stotine tisuæa hrabrijeh junaka.
૧૪તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે: યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો. તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા;
15 A za njim Joanan vojvoda, s kojim bijaše dvjesta i osamdeset tisuæa;
૧૫તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;
16 A za njim Amasija sin Zihrijev, koji se dragovoljno dade Gospodu, i s njim bijaše dvjesta tisuæa hrabrijeh junaka.
૧૬તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા.
17 A od Venijamina: hrabri junak Elijada, s kojim bijaše dvjesta tisuæa naoružanijeh lukom i štitom;
૧૭એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા;
18 A za njim Jozavad, s kojim bijaše sto i osamdeset tisuæa naoružanijeh za boj.
૧૮તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.
19 Ovi služahu caru osim onijeh koje ponamješta car po tvrdijem gradovima u svoj zemlji Judinoj.
૧૯આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.