< 2 Dnevnika 14 >

1 A kad poèinu Avija kod otaca svojih i pogreboše ga u gradu Davidovu, zacari se na njegovo mjesto Asa sin njegov. Za njegova vremena poèinu zemlja deset godina.
પછી અબિયા તેના પિતૃઓની જેમ ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના દસ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
2 I èinjaše Asa što je dobro i pravo pred Gospodom Bogom njegovijem.
આસાએ તેના ઈશ્વર, પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યુ.
3 Jer obori oltare tuðe i visine, i izlomi likove njihove i isijeèe lugove njihove.
તેણે અન્ય દેવોની વેદીઓ અને ઉચ્ચસ્થાનો દૂર કર્યાં. તેણે તેઓના ભજનસ્તંભના પવિત્ર પથ્થરોને ભાંગી નાખ્યાં અને અશેરીમ મૂર્તિને કાપી નાખી.
4 I zapovjedi sinovima Judinijem da traže Gospoda Boga otaca svojih i da izvršuju zakon i zapovijest njegovu.
તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
5 Obori po svijem gradovima Judinijem visine i sunèane likove, i poèinu carstvo za njegova vremena.
તેણે યહૂદિયાના દરેક નગરમાંના ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજયમાં શાંતિ પ્રવર્તેલી રહી.
6 I sazida tvrde gradove u zemlji Judinoj, jer zemlja bijaše u miru, niti bješe rata s njim onijeh godina, jer mu Gospod dade mir.
તેણે યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો બાંધ્યાં. તે વર્ષોમાં યુદ્ધ ન હોવાના કારણે તે દેશમાં શાંતિ વ્યાપેલી રહી હતી. કેમ કે ઈશ્વરે તેને શાંતિ આપી હતી.
7 I reèe Judi: da sazidamo ove gradove i da ih opašemo zidom i kulama i vratima i prijevornicama, dok je zemlja naša; jer tražismo Gospoda Boga svojega, tražismo ga i dade nam mir otsvuda. I tako zidaše, i biše sreæni.
આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે.” તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા.
8 I imaše Asa vojske trista tisuæa od Jude sa štitovima i kopljima, a od Venijamina dvjesta i osamdeset tisuæa sa štitovima i lukovima. Svi bijahu hrabri vojnici.
આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ ત્રણ લાખ પુરુષો અને હજાર ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામીન કુળના બે લાખ એંશી હજાર પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા.
9 I izide na njih Zara Etiopljanin s tisuæu tisuæa vojske i s trista kola, i doðe do Marise.
કૂશ દેશનો ઝેરાહ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો.
10 I Asa izide preda nj; i uvrstaše se vojske u dolini Sefati kod Marise.
૧૦પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
11 I zavapi Asa ka Gospodu Bogu svojemu govoreæi: Gospode, tebi je ništa pomoæi množini ili nejakomu; pomozi nam, Gospode Bože naš, jer se u te uzdamo, i u tvoje ime doðosmo na ovo mnoštvo. Gospode, ti si Bog naš, ne daj da može što na te èovjek.
૧૧આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, “ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ.”
12 I razbi Gospod Etiopljane pred Asom i pred Judom, i pobjegoše Etiopljani.
૧૨તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા.
13 I tjera ih Asa i narod koji bijaše s njim dori do Gerara. I popadaše Etiopljani da ih nijedan ne osta živ, jer se satrše pred Gospodom i pred vojskom njegovom; i oni odnesoše plijen velik veoma.
૧૩આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઈથિયોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી.
14 I pobiše sve gradove oko Gerara, jer doðe na njih strah Gospodnji, i oplijeniše sve one gradove, jer bijaše u njima mnogo plijena.
૧૪યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી.
15 Pobiše i po stanovima pastirskim ljude, i odvedoše mnogo ovaca i kamila; i vratiše se u Jerusalim.
૧૫તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.

< 2 Dnevnika 14 >