< 1 Samuelova 3 >

1 A dijete Samuilo služaše Gospodu pred Ilijem; i rijeè Gospodnja bješe rijetka u ono vrijeme, i ne javljahu se utvare.
બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.
2 Jednom u to vrijeme Ilije ležaše na svom mjestu; a oèi mu poèinjahu tamnjeti te ne mogaše vidjeti;
તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,
3 I Samuilo ležaše u domu Gospodnjem gdje bijaše kovèeg Božji, i žišci Gospodnji još ne bjehu pogašeni.
ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો.
4 I viknu Gospod Samuila, a on reèe: evo me.
ઈશ્વરે શમુએલને હાંક મારી, તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”
5 I pritrèa k Iliju, i reèe mu: evo me, što si me zvao? A on reèe: nijesam te zvao, idi lezi. I on otide i leže.
શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
6 A Gospod opet viknu Samuila, i Samuilo usta, i otide k Iliju, i reèe: evo me, što si me zvao? A on reèe: nijesam te zvao, sine; idi lezi.
ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.”
7 A Samuilo još ne poznavaše Gospoda, i još mu ne bješe javljena rijeè Gospodnja.
હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
8 Tada opet viknu Gospod Samuila treæi put, i on usta i otide k Iliju, i reèe: evo me, što si me zvao? Tada razumje Ilije da Gospod zove dijete.
ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
9 I reèe Ilije Samuilu: idi lezi; a ako te zovne, a ti reci: govori Gospode, èuje sluga tvoj. I Samuilo otide, i leže na svoje mjesto.
માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
10 A Gospod doðe i stade; i zovnu kao prije: Samuilo! Samuilo! A Samuilo reèe: govori, èuje sluga tvoj.
૧૦ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.”
11 I reèe Gospod Samuilu: evo uèiniæu nešto u Izrailju da æe zujati oba uha svakome ko èuje.
૧૧ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.
12 U taj dan æu uèiniti Iliju sve što sam govorio za kuæu njegovu, od poèetka do kraja.
૧૨મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.
13 Jer sam mu javio da æu suditi domu njegovu dovijeka za nevaljalstvo, za koje je znao da njim navlaèe na se prokletstvo sinovi njegovi, pa im nije zabranio.
૧૩મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.
14 Zato se zakleh domu Ilijevu da se neæe oèistiti nevaljalstvo doma Ilijeva nikakvom žrtvom ni prinosom dovijeka.
૧૪આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ.”
15 I Samuilo spava do jutra, pa otvori vrata doma Gospodnjega. Ali se bojaše Samuilo kazati Iliju za utvaru.
૧૫શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.
16 A Ilije zovnu Samuila i reèe: Samuilo, sine! A on reèe: evo me.
૧૬ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”
17 A on reèe: kakve su rijeèi što ti je kazao? nemoj zatajiti od mene; tako ti uèinio Bog i tako ti dodao, ako zatajiš od mene što god što ti je kazao.
૧૭તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.”
18 I Samuilo mu kaza sve, i ništa ne zataji od njega. A on reèe: Gospod je, neka èini što mu je volja.
૧૮ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”
19 A Samuilo rastijaše, i Gospod bijaše s njim, i ne pusti da padne na zemlju nijedna rijeè njegova.
૧૯શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.
20 I sav Izrailj od Dana do Virsaveje pozna da je Samuilo vjeran prorok Gospodnji.
૨૦દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.
21 I Gospod se stade opet javljati u Silomu, jer se Gospod javljaše Samuilu u Silomu rijeèju Gospodnjom.
૨૧ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.

< 1 Samuelova 3 >