< ۲ کَرِنْتھِنَح 4 >
اَپَرَنْچَ وَیَں کَرُنابھاجو بھُوتْوا یَدْ ایتَتْ پَرِچارَکَپَدَمْ اَلَبھامَہِ ناتْرَ کْلامْیامَح، | 1 |
૧એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી;
کِنْتُ تْرَپایُکْتانِ پْرَچّھَنَّکَرْمّانِ وِہایَ کُٹِلَتاچَرَنَمَکُرْوَّنْتَ اِیشْوَرِییَواکْیَں مِتھْیاواکْیَیرَمِشْرَیَنْتَح سَتْیَدھَرْمَّسْیَ پْرَکاشَنینیشْوَرَسْیَ ساکْشاتْ سَرْوَّمانَواناں سَںویدَگوچَرے سْوانْ پْرَشَںسَنِییانْ دَرْشَیامَح۔ | 2 |
૨પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.
اَسْمابھِ رْگھوشِتَح سُسَںوادو یَدِ پْرَچّھَنَّح؛ سْیاتْ تَرْہِ یے وِنَںکْشْیَنْتِ تیشامیوَ درِشْٹِتَح سَ پْرَچّھَنَّح؛ | 3 |
૩પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે;
یَتَ اِیشْوَرَسْیَ پْرَتِمُورْتِّ رْیَح کھْرِیشْٹَسْتَسْیَ تیجَسَح سُسَںوادَسْیَ پْرَبھا یَتْ تانْ نَ دِیپَییتْ تَدَرْتھَمْ اِہَ لوکَسْیَ دیوووِشْواسِناں جْنانَنَیَنَمْ اَنْدھِیکرِتَوانْ ایتَسْیوداہَرَنَں تے بھَوَنْتِ۔ (aiōn ) | 4 |
૪જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. (aiōn )
وَیَں سْوانْ گھوشَیامَ اِتِ نَہِ کِنْتُ کھْرِیشْٹَں یِیشُں پْرَبھُمیواسْماںشْچَ یِیشوح کرِتے یُشْماکَں پَرِچارَکانْ گھوشَیامَح۔ | 5 |
૫અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ.
یَ اِیشْوَرو مَدھْییتِمِرَں پْرَبھاں دِیپَنایادِشَتْ سَ یِیشُکھْرِیشْٹَسْیاسْیَ اِیشْوَرِییَتیجَسو جْنانَپْرَبھایا اُدَیارْتھَمْ اَسْماکَمْ اَنْتَحکَرَنیشُ دِیپِتَوانْ۔ | 6 |
૬કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
اَپَرَں تَدْ دھَنَمْ اَسْمابھِ رْمرِنْمَییشُ بھاجَنیشُ دھارْیَّتے یَتَح سادْبھُتا شَکْتِ رْناسْماکَں کِنْتْوِیشْوَرَسْیَیویتِ جْناتَوْیَں۔ | 7 |
૭પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.
وَیَں پَدے پَدے پِیڈْیامَہے کِنْتُ ناوَسِیدامَح، وَیَں وْیاکُلاح سَنْتوپِ نِرُپایا نَ بھَوامَح؛ | 8 |
૮સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;
وَیَں پْرَدْراوْیَمانا اَپِ نَ کْلامْیامَح، نِپاتِتا اَپِ نَ وِنَشْیامَح۔ | 9 |
૯સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;
اَسْماکَں شَرِیرے کھْرِیشْٹَسْیَ جِیوَنَں یَتْ پْرَکاشیتَ تَدَرْتھَں تَسْمِنْ شَرِیرے یِیشو رْمَرَنَمَپِ دھارَیامَح۔ | 10 |
૧૦ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.
یِیشو رْجِیوَنَں یَدْ اَسْماکَں مَرْتّیَدیہے پْرَکاشیتَ تَدَرْتھَں جِیوَنْتو وَیَں یِیشوح کرِتے نِتْیَں مرِتْیَو سَمَرْپْیامَہے۔ | 11 |
૧૧કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.
اِتّھَں وَیَں مرِتْیاکْرانْتا یُویَنْچَ جِیوَناکْرانْتاح۔ | 12 |
૧૨એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.
وِشْواسَکارَنادیوَ سَمَبھاشِ مَیا وَچَح۔ اِتِ یَتھا شاسْتْرے لِکھِتَں تَتھَیواسْمابھِرَپِ وِشْواسَجَنَکَمْ آتْمانَں پْراپْیَ وِشْواسَح کْرِیَتے تَسْماچَّ وَچاںسِ بھاشْیَنْتے۔ | 13 |
૧૩વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ.
پْرَبھُ رْیِیشُ رْیینوتّھاپِتَح سَ یِیشُناسْمانَپْیُتّھاپَیِشْیَتِ یُشْمابھِح سارْدّھَں سْوَسَمِیپَ اُپَسْتھاپَیِشْیَتِ چَ، وَیَمْ ایتَتْ جانِیمَح۔ | 14 |
૧૪અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.
اَتَایوَ یُشْماکَں ہِتایَ سَرْوَّمیوَ بھَوَتِ تَسْمادْ بَہُوناں پْرَچُرانُگْرَہَپْراپْتے رْبَہُلوکاناں دھَنْیَوادینیشْوَرَسْیَ مَہِما سَمْیَکْ پْرَکاشِشْیَتے۔ | 15 |
૧૫કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.
تَتو ہیتو رْوَیَں نَ کْلامْیامَح کِنْتُ باہْیَپُرُشو یَدْیَپِ کْشِییَتے تَتھاپْیانْتَرِکَح پُرُشو دِنے دِنے نُوتَنایَتے۔ | 16 |
૧૬તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે.
کْشَنَماتْرَسْتھایِ یَدیتَتْ لَگھِشْٹھَں دُحکھَں تَدْ اَتِباہُلْییناسْماکَمْ اَنَنْتَکالَسْتھایِ گَرِشْٹھَسُکھَں سادھَیَتِ، (aiōnios ) | 17 |
૧૭કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; (aiōnios )
یَتو وَیَں پْرَتْیَکْشانْ وِشَیانْ اَنُدِّشْیاپْرَتْیَکْشانْ اُدِّشامَح۔ یَتو ہیتوح پْرَتْیَکْشَوِشَیاح کْشَنَماتْرَسْتھایِنَح کِنْتْوَپْرَتْیَکْشا اَنَنْتَکالَسْتھایِنَح۔ (aiōnios ) | 18 |
૧૮એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે. (aiōnios )