< මාර්කඃ 9 >

1 අථ ස තානවාදීත් යුෂ්මභ්‍යමහං යථාර්ථං කථයාමි, ඊශ්වරරාජ්‍යං පරාක්‍රමේණෝපස්ථිතං න දෘෂ්ට්වා මෘත්‍යුං නාස්වාදිෂ්‍යන්තේ, අත්‍ර දණ්ඩායමානානාං මධ්‍යේපි තාදෘශා ලෝකාඃ සන්ති|
ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”
2 අථ ෂඩ්දිනේභ්‍යඃ පරං යීශුඃ පිතරං යාකූබං යෝහනඤ්ච ගෘහීත්වා ගිරේරුච්චස්‍ය නිර්ජනස්ථානං ගත්වා තේෂාං ප්‍රත්‍යක්‍ෂේ මූර්ත්‍යන්තරං දධාර|
છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.
3 තතස්තස්‍ය පරිධේයම් ඊදෘශම් උජ්ජ්වලහිමපාණඩරං ජාතං යද් ජගති කෝපි රජකෝ න තාදෘක් පාණඩරං කර්ත්තාං ශක්නෝති|
ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
4 අපරඤ්ච ඒලියෝ මූසාශ්ච තේභ්‍යෝ දර්ශනං දත්ත්වා යීශුනා සහ කථනං කර්ත්තුමාරේභාතේ|
એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
5 තදා පිතරෝ යීශුමවාදීත් හේ ගුරෝ(අ)ස්මාකමත්‍ර ස්ථිතිරුත්තමා, තතඒව වයං ත්වත්කෘතේ ඒකාං මූසාකෘතේ ඒකාම් ඒලියකෘතේ චෛකාං, ඒතාස්තිස්‍රඃ කුටී ර්නිර්ම්මාම|
પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’”
6 කින්තු ස යදුක්තවාන් තත් ස්වයං න බුබුධේ තතඃ සර්ව්වේ බිභයාඤ්චක්‍රුඃ|
શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
7 ඒතර්හි පයෝදස්තාන් ඡාදයාමාස, මමයාං ප්‍රියඃ පුත්‍රඃ කථාසු තස්‍ය මනාංසි නිවේශයතේති නභෝවාණී තන්මේද්‍යාන්නිර‍්‍යයෞ|
એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”
8 අථ හඨාත්තේ චතුර්දිශෝ දෘෂ්ට්වා යීශුං විනා ස්වෛඃ සහිතං කමපි න දදෘශුඃ|
તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
9 තතඃ පරං ගිරේරවරෝහණකාලේ ස තාන් ගාඪම් දූත්‍යාදිදේශ යාවන්නරසූනෝඃ ශ්මශානාදුත්ථානං න භවති, තාවත් දර්ශනස්‍යාස්‍ය වාර්ත්තා යුෂ්මාභිඃ කස්මෛචිදපි න වක්තව්‍යා|
તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”
10 තදා ශ්මශානාදුත්ථානස්‍ය කෝභිප්‍රාය ඉති විචාර‍්‍ය්‍ය තේ තද්වාක්‍යං ස්වේෂු ගෝපායාඤ්චක්‍රිරේ|
૧૦તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
11 අථ තේ යීශුං පප්‍රච්ඡුඃ ප්‍රථමත ඒලියේනාගන්තව්‍යම් ඉති වාක්‍යං කුත උපාධ්‍යායා ආහුඃ?
૧૧તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”
12 තදා ස ප්‍රත්‍යුවාච, ඒලියඃ ප්‍රථමමේත්‍ය සර්ව්වකාර‍්‍ය්‍යාණි සාධයිෂ්‍යති; නරපුත්‍රේ ච ලිපි ර‍්‍යථාස්තේ තථෛව සෝපි බහුදුඃඛං ප්‍රාප්‍යාවඥාස්‍යතේ|
૧૨ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’”
13 කින්ත්වහං යුෂ්මාන් වදාමි, ඒලියාර්ථේ ලිපි ර‍්‍යථාස්තේ තථෛව ස ඒත්‍ය යයෞ, ලෝකා: ස්වේච්ඡානුරූපං තමභිව්‍යවහරන්ති ස්ම|
૧૩પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”
14 අනන්තරං ස ශිෂ්‍යසමීපමේත්‍ය තේෂාං චතුඃපාර්ශ්වේ තෛඃ සහ බහුජනාන් විවදමානාන් අධ්‍යාපකාංශ්ච දෘෂ්ටවාන්;
૧૪તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.
15 කින්තු සර්ව්වලෝකාස්තං දෘෂ්ට්වෛව චමත්කෘත්‍ය තදාසන්නං ධාවන්තස්තං ප්‍රණේමුඃ|
૧૫તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.
16 තදා යීශුරධ්‍යාපකානප්‍රාක්‍ෂීද් ඒතෛඃ සහ යූයං කිං විවදධ්වේ?
૧૬ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”
17 තතෝ ලෝකානාං කශ්චිදේකඃ ප්‍රත්‍යවාදීත් හේ ගුරෝ මම සූනුං මූකං භූතධෘතඤ්ච භවදාසන්නම් ආනයං|
૧૭લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
18 යදාසෞ භූතස්තමාක්‍රමතේ තදෛව පාතසති තථා ස ඵේණායතේ, දන්තෛර්දන්තාන් ඝර්ෂති ක්‍ෂීණෝ භවති ච; තතෝ හේතෝස්තං භූතං ත්‍යාජයිතුං භවච්ඡිෂ්‍යාන් නිවේදිතවාන් කින්තු තේ න ශේකුඃ|
૧૮જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’
19 තදා ස තමවාදීත්, රේ අවිශ්වාසිනඃ සන්තානා යුෂ්මාභිඃ සහ කති කාලානහං ස්ථාස්‍යාමි? අපරාන් කති කාලාන් වා ව ආචාරාන් සහිෂ්‍යේ? තං මදාසන්නමානයත|
૧૯પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”
20 තතස්තත්සන්නිධිං ස ආනීයත කින්තු තං දෘෂ්ට්වෛව භූතෝ බාලකං ධෘතවාන්; ස ච භූමෞ පතිත්වා ඵේණායමානෝ ලුලෝඨ|
૨૦તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
21 තදා ස තත්පිතරං පප්‍රච්ඡ, අස්‍යේදෘශී දශා කති දිනානි භූතා? තතඃ සෝවාදීත් බාල්‍යකාලාත්|
૨૧ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”
22 භූතෝයං තං නාශයිතුං බහුවාරාන් වහ්නෞ ජලේ ච න්‍යක්‍ෂිපත් කින්තු යදි භවාන කිමපි කර්ත්තාං ශක්නෝති තර්හි දයාං කෘත්වාස්මාන් උපකරෝතු|
૨૨તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”
23 තදා යීශුස්තමවදත් යදි ප්‍රත්‍යේතුං ශක්නෝෂි තර්හි ප්‍රත්‍යයිනේ ජනාය සර්ව්වං සාධ්‍යම්|
૨૩ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’”
24 තතස්තත්ක්‍ෂණං තද්බාලකස්‍ය පිතා ප්‍රෝච්චෛ රූවන් සාශ්‍රුනේත්‍රඃ ප්‍රෝවාච, ප්‍රභෝ ප්‍රත්‍යේමි මමාප්‍රත්‍යයං ප්‍රතිකුරු|
૨૪તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’”
25 අථ යීශු ර්ලෝකසඞ්ඝං ධාවිත්වායාන්තං දෘෂ්ට්වා තමපූතභූතං තර්ජයිත්වා ජගාද, රේ බධිර මූක භූත ත්වමේතස්මාද් බහිර්භව පුනඃ කදාපි මාශ්‍රයෛනං ත්වාමහම් ඉත්‍යාදිශාමි|
૨૫ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”
26 තදා ස භූතශ්චීත්ශබ්දං කෘත්වා තමාපීඩ්‍ය බහිර්ජජාම, තතෝ බාලකෝ මෘතකල්පෝ බභූව තස්මාදයං මෘතඉත්‍යනේකේ කථයාමාසුඃ|
૨૬ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”
27 කින්තු කරං ධෘත්වා යීශුනෝත්ථාපිතඃ ස උත්තස්ථෞ|
૨૭પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
28 අථ යීශෞ ගෘහං ප්‍රවිෂ්ටේ ශිෂ්‍යා ගුප්තං තං පප්‍රච්ඡුඃ, වයමේනං භූතං ත්‍යාජයිතුං කුතෝ න ශක්තාඃ?
૨૮ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’”
29 ස උවාච, ප්‍රාර්ථනෝපවාසෞ විනා කේනාප්‍යන්‍යේන කර්ම්මණා භූතමීදෘශං ත්‍යාජයිතුං න ශක්‍යං|
૨૯ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”
30 අනන්තරං ස තත්ස්ථානාදිත්වා ගාලීල්මධ්‍යේන යයෞ, කින්තු තත් කෝපි ජානීයාදිති ස නෛච්ඡත්|
૩૦ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
31 අපරඤ්ච ස ශිෂ්‍යානුපදිශන් බභාෂේ, නරපුත්‍රෝ නරහස්තේෂු සමර්පයිෂ්‍යතේ තේ ච තං හනිෂ්‍යන්ති තෛස්තස්මින් හතේ තෘතීයදිනේ ස උත්ථාස්‍යතීති|
૩૧કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
32 කින්තු තත්කථාං තේ නාබුධ්‍යන්ත ප්‍රෂ්ටුඤ්ච බිභ්‍යඃ|
૩૨તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
33 අථ යීශුඃ කඵර්නාහූම්පුරමාගත්‍ය මධ්‍යේගෘහඤ්චේත්‍ය තානපෘච්ඡද් වර්ත්මමධ්‍යේ යූයමන්‍යෝන්‍යං කිං විවදධ්වේ ස්ම?
૩૩તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
34 කින්තු තේ නිරුත්තරාස්තස්ථු ර‍්‍යස්මාත්තේෂාං කෝ මුඛ්‍ය ඉති වර්ත්මානි තේ(අ)න්‍යෝන්‍යං ව්‍යවදන්ත|
૩૪પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”
35 තතඃ ස උපවිශ්‍ය ද්වාදශශිෂ්‍යාන් ආහූය බභාෂේ යඃ කශ්චිත් මුඛ්‍යෝ භවිතුමිච්ඡති ස සර්ව්වේභ්‍යෝ ගෞණඃ සර්ව්වේෂාං සේවකශ්ච භවතු|
૩૫ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”
36 තදා ස බාලකමේකං ගෘහීත්වා මධ්‍යේ සමුපාවේශයත් තතස්තං ක්‍රෝඩේ කෘත්වා තානවාදාත්
૩૬તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,
37 යඃ කශ්චිදීදෘශස්‍ය කස්‍යාපි බාලස්‍යාතිථ්‍යං කරෝති ස මමාතිථ්‍යං කරෝති; යඃ කශ්චින්මමාතිථ්‍යං කරෝති ස කේවලම් මමාතිථ්‍යං කරෝති තන්න මත්ප්‍රේරකස්‍යාප්‍යාතිථ්‍යං කරෝති|
૩૭‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”
38 අථ යෝහන් තමබ්‍රවීත් හේ ගුරෝ, අස්මාකමනනුගාමිනම් ඒකං ත්වාන්නාම්නා භූතාන් ත්‍යාජයන්තං වයං දෘෂ්ටවන්තඃ, අස්මාකමපශ්චාද්ගාමිත්වාච්ච තං න්‍යෂේධාම|
૩૮યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’”
39 කින්තු යීශුරවදත් තං මා නිෂේධත්, යතෝ යඃ කශ්චින් මන්නාම්නා චිත්‍රං කර්ම්ම කරෝති ස සහසා මාං නින්දිතුං න ශක්නෝති|
૩૯પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
40 තථා යඃ කශ්චිද් යුෂ්මාකං විපක්‍ෂතාං න කරෝති ස යුෂ්මාකමේව සපක්‍ෂඃ|
૪૦કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’”
41 යඃ කශ්චිද් යුෂ්මාන් ඛ්‍රීෂ්ටශිෂ්‍යාන් ඥාත්වා මන්නාම්නා කංසෛකේන පානීයං පාතුං දදාති, යුෂ්මානහං යථාර්ථං වච්මි, ස ඵලේන වඤ්චිතෝ න භවිෂ්‍යති|
૪૧કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.
42 කින්තු යදි කශ්චින් මයි විශ්වාසිනාමේෂාං ක්‍ෂුද්‍රප්‍රාණිනාම් ඒකස්‍යාපි විඝ්නං ජනයති, තර්හි තස්‍යෛතත්කර්ම්ම කරණාත් කණ්ඨබද්ධපේෂණීකස්‍ය තස්‍ය සාගරාගාධජල මජ්ජනං භද්‍රං|
૪૨જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
43 අතඃ ස්වකරෝ යදි ත්වාං බාධතේ තර්හි තං ඡින්ධි;
૪૩જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે (Geenna g1067)
44 යස්මාත් යත්‍ර කීටා න ම්‍රියන්තේ වහ්නිශ්ච න නිර්ව්වාති, තස්මින් අනිර්ව්වාණානලනරකේ කරද්වයවස්තව ගමනාත් කරහීනස්‍ය ස්වර්ගප්‍රවේශස්තව ක්‍ෂේමං| (Geenna g1067)
૪૪તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
45 යදි තව පාදෝ විඝ්නං ජනයති තර්හි තං ඡින්ධි,
૪૫જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે (Geenna g1067)
46 යතෝ යත්‍ර කීටා න ම්‍රියන්තේ වහ්නිශ්ච න නිර්ව්වාති, තස්මින් (අ)නිර්ව්වාණවහ්නෞ නරකේ ද්විපාදවතස්තව නික්‍ෂේපාත් පාදහීනස්‍ය ස්වර්ගප්‍රවේශස්තව ක්‍ෂේමං| (Geenna g1067)
૪૬તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
47 ස්වනේත්‍රං යදි ත්වාං බාධතේ තර්හි තදප්‍යුත්පාටය, යතෝ යත්‍ර කීටා න ම්‍රියන්තේ වහ්නිශ්ච න නිර්ව්වාති,
૪૭જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, (Geenna g1067)
48 තස්මින (අ)නිර්ව්වාණවහ්නෞ නරකේ ද්විනේත්‍රස්‍ය තව නික්‍ෂේපාද් ඒකනේත්‍රවත ඊශ්වරරාජ්‍යේ ප්‍රවේශස්තව ක්‍ෂේමං| (Geenna g1067)
૪૮કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
49 යථා සර්ව්වෝ බලි ර්ලවණාක්තඃ ක්‍රියතේ තථා සර්ව්වෝ ජනෝ වහ්නිරූපේණ ලවණාක්තඃ කාරිෂ්‍යතේ|
૪૯કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.
50 ලවණං භද්‍රං කින්තු යදි ලවණේ ස්වාදුතා න තිෂ්ඨති, තර්හි කථම් ආස්වාද්‍යුක්තං කරිෂ්‍යථ? යූයං ලවණයුක්තා භවත පරස්පරං ප්‍රේම කුරුත|
૫૦મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.

< මාර්කඃ 9 >