< លូកះ 1 >
1 ប្រថមតោ យេ សាក្ឞិណោ វាក្យប្រចារកាឝ្ចាសន៑ តេៜស្មាកំ មធ្យេ យទ្យត៑ សប្រមាណំ វាក្យមប៌យន្តិ ស្ម
૧આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે,
2 តទនុសារតោៜន្យេបិ ពហវស្តទ្វ្ឫត្តាន្តំ រចយិតុំ ប្រវ្ឫត្តាះ។
૨આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે;
3 អតឯវ ហេ មហាមហិមថិយផិល៑ ត្វំ យា យាះ កថា អឝិក្ឞ្យថាស្តាសាំ ទ្ឫឍប្រមាណានិ យថា ប្រាប្នោឞិ
૩માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું,
4 តទត៌្ហំ ប្រថមមារភ្យ តានិ សវ៌្វាណិ ជ្ញាត្វាហមបិ អនុក្រមាត៑ សវ៌្វវ្ឫត្តាន្តាន៑ តុភ្យំ លេខិតុំ មតិមកាឞ៌ម៑។
૪કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.
5 យិហូទាទេឝីយហេរោទ្នាមកេ រាជត្វំ កុវ៌្វតិ អពីយយាជកស្យ បយ៌្យាយាធិការី សិខរិយនាមក ឯកោ យាជកោ ហារោណវំឝោទ្ភវា ឥលីឝេវាខ្យា
૫યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.
6 តស្យ ជាយា ទ្វាវិមៅ និទ៌ោឞៅ ប្រភោះ សវ៌្វាជ្ញា វ្យវស្ថាឝ្ច សំមន្យ ឦឝ្វរទ្ឫឞ្ដៅ ធាម៌្មិកាវាស្តាម៑។
૬તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.
7 តយោះ សន្តាន ឯកោបិ នាសីត៑, យត ឥលីឝេវា ពន្ធ្យា តៅ ទ្វាវេវ វ្ឫទ្ធាវភវតាម៑។
૭તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.
8 យទា ស្វបយ៌្យានុក្រមេណ សិខរិយ ឦឝ្វាស្យ សមក្ឞំ យាជកីយំ កម៌្ម ករោតិ
૮તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો,
9 តទា យជ្ញស្យ ទិនបរិបាយ្យា បរមេឝ្វរស្យ មន្ទិរេ ប្រវេឝកាលេ ធូបជ្វាលនំ កម៌្ម តស្យ ករណីយមាសីត៑។
૯એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો.
10 តទ្ធូបជ្វាលនកាលេ លោកនិវហេ ប្រាត៌្ហនាំ កត៌ុំ ពហិស្តិឞ្ឋតិ
૧૦ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.
11 សតិ សិខរិយោ យស្យាំ វេទ្យាំ ធូបំ ជ្វាលយតិ តទ្ទក្ឞិណបាឝ៌្វេ បរមេឝ្វរស្យ ទូត ឯក ឧបស្ថិតោ ទឝ៌នំ ទទៅ។
૧૧તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.
12 តំ ទ្ឫឞ្ដ្វា សិខរិយ ឧទ្វិវិជេ ឝឝង្កេ ច។
૧૨સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.
13 តទា ស ទូតស្តំ ពភាឞេ ហេ សិខរិយ មា ភៃស្តវ ប្រាត៌្ហនា គ្រាហ្យា ជាតា តវ ភាយ៌្យា ឥលីឝេវា បុត្រំ ប្រសោឞ្យតេ តស្យ នាម យោហន៑ ឥតិ ករិឞ្យសិ។
૧૩સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.
14 កិញ្ច ត្វំ សានន្ទះ សហឞ៌ឝ្ច ភវិឞ្យសិ តស្យ ជន្មនិ ពហវ អានន្ទិឞ្យន្តិ ច។
૧૪તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે;
15 យតោ ហេតោះ ស បរមេឝ្វរស្យ គោចរេ មហាន៑ ភវិឞ្យតិ តថា ទ្រាក្ឞារសំ សុរាំ វា កិមបិ ន បាស្យតិ, អបរំ ជន្មារភ្យ បវិត្រេណាត្មនា បរិបូណ៌ះ
૧૫કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
16 សន៑ ឥស្រាយេល្វំឝីយាន៑ អនេកាន៑ ប្រភោះ បរមេឝ្វរស្យ មាគ៌មានេឞ្យតិ។
૧૬તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે.
17 សន្តានាន៑ ប្រតិ បិត្ឫណាំ មនាំសិ ធម៌្មជ្ញានំ ប្រត្យនាជ្ញាគ្រាហិណឝ្ច បរាវត៌្តយិតុំ, ប្រភោះ បរមេឝ្វរស្យ សេវាត៌្ហម៑ ឯកាំ សជ្ជិតជាតិំ វិធាតុញ្ច ស ឯលិយរូបាត្មឝក្តិប្រាប្តស្តស្យាគ្រេ គមិឞ្យតិ។
૧૭તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
18 តទា សិខរិយោ ទូតមវាទីត៑ កថមេតទ៑ វេត្ស្យាមិ? យតោហំ វ្ឫទ្ធោ មម ភាយ៌្យា ច វ្ឫទ្ធា។
૧૮ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’”
19 តតោ ទូតះ ប្រត្យុវាច បឝ្យេឝ្វរស្យ សាក្ឞាទ្វត៌្តី ជិព្រាយេល្នាមា ទូតោហំ ត្វយា សហ កថាំ គទិតុំ តុភ្យមិមាំ ឝុភវាត៌្តាំ ទាតុញ្ច ប្រេឞិតះ។
૧૯સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’”
20 កិន្តុ មទីយំ វាក្យំ កាលេ ផលិឞ្យតិ តត៑ ត្វយា ន ប្រតីតម៑ អតះ ការណាទ៑ យាវទេវ តានិ ន សេត្ស្យន្តិ តាវត៑ ត្វំ វក្តុំមឝក្តោ មូកោ ភវ។
૨૦એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
21 តទានីំ យេ យេ លោកាះ សិខរិយមបៃក្ឞន្ត តេ មធ្យេមន្ទិរំ តស្យ ពហុវិលម្ពាទ៑ អាឝ្ចយ៌្យំ មេនិរេ។
૨૧લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા.
22 ស ពហិរាគតោ យទា កិមបិ វាក្យំ វក្តុមឝក្តះ សង្កេតំ ក្ឫត្វា និះឝព្ទស្តស្យៅ តទា មធ្យេមន្ទិរំ កស្យចិទ៑ ទឝ៌នំ តេន ប្រាប្តម៑ ឥតិ សវ៌្វេ ពុពុធិរេ។
૨૨તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ.
23 អនន្តរំ តស្យ សេវនបយ៌្យាយេ សម្បូណ៌េ សតិ ស និជគេហំ ជគាម។
૨૩તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.
24 កតិបយទិនេឞុ គតេឞុ តស្យ ភាយ៌្យា ឥលីឝេវា គព៌្ភវតី ពភូវ
૨૪તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,
25 បឝ្ចាត៑ សា បញ្ចមាសាន៑ សំគោប្យាកថយត៑ លោកានាំ សមក្ឞំ មមាបមានំ ខណ្ឌយិតុំ បរមេឝ្វរោ មយិ ទ្ឫឞ្ដិំ បាតយិត្វា កម៌្មេទ្ឫឝំ ក្ឫតវាន៑។
૨૫‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”
26 អបរញ្ច តស្យា គព៌្ភស្យ ឞឞ្ឋេ មាសេ ជាតេ គាលីល្ប្រទេឝីយនាសរត្បុរេ
૨૬છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો.
27 ទាយូទោ វំឝីយាយ យូឞផ្នាម្នេ បុរុឞាយ យា មរិយម្នាមកុមារី វាគ្ទត្តាសីត៑ តស្យាះ សមីបំ ជិព្រាយេល៑ ទូត ឦឝ្វរេណ ប្រហិតះ។
૨૭દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું.
28 ស គត្វា ជគាទ ហេ ឦឝ្វរានុគ្ឫហីតកន្យេ តវ ឝុភំ ភូយាត៑ ប្រភុះ បរមេឝ្វរស្តវ សហាយោស្តិ នារីណាំ មធ្យេ ត្វមេវ ធន្យា។
૨૮સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’
29 តទានីំ សា តំ ទ្ឫឞ្ដ្វា តស្យ វាក្យត ឧទ្វិជ្យ កីទ្ឫឝំ ភាឞណមិទម៑ ឥតិ មនសា ចិន្តយាមាស។
૨૯પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
30 តតោ ទូតោៜវទត៑ ហេ មរិយម៑ ភយំ មាកាឞ៌ីះ, ត្វយិ បរមេឝ្វរស្យានុគ្រហោស្តិ។
૩૦સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.
31 បឝ្យ ត្វំ គព៌្ភំ ធ្ឫត្វា បុត្រំ ប្រសោឞ្យសេ តស្យ នាម យីឝុរិតិ ករិឞ្យសិ។
૩૧જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.
32 ស មហាន៑ ភវិឞ្យតិ តថា សវ៌្វេភ្យះ ឝ្រេឞ្ឋស្យ បុត្រ ឥតិ ខ្យាស្យតិ; អបរំ ប្រភុះ បរមេឝ្វរស្តស្យ បិតុទ៌ាយូទះ សិំហាសនំ តស្មៃ ទាស្យតិ;
૩૨તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
33 តថា ស យាកូពោ វំឝោបរិ សវ៌្វទា រាជត្វំ ករិឞ្យតិ, តស្យ រាជត្វស្យាន្តោ ន ភវិឞ្យតិ។ (aiōn )
૩૩તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” (aiōn )
34 តទា មរិយម៑ តំ ទូតំ ពភាឞេ នាហំ បុរុឞសង្គំ ករោមិ តហ៌ិ កថមេតត៑ សម្ភវិឞ្យតិ?
૩૪મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’”
35 តតោ ទូតោៜកថយត៑ បវិត្រ អាត្មា ត្វាមាឝ្រាយិឞ្យតិ តថា សវ៌្វឝ្រេឞ្ឋស្យ ឝក្តិស្តវោបរិ ឆាយាំ ករិឞ្យតិ តតោ ហេតោស្តវ គព៌្ភាទ៑ យះ បវិត្រពាលកោ ជនិឞ្យតេ ស ឦឝ្វរបុត្រ ឥតិ ខ្យាតិំ ប្រាប្ស្យតិ។
૩૫સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
36 អបរញ្ច បឝ្យ តវ ជ្ញាតិរិលីឝេវា យាំ សវ៌្វេ ពន្ធ្យាមវទន៑ ឥទានីំ សា វាទ៌្ធក្យេ សន្តានមេកំ គព៌្ភេៜធារយត៑ តស្យ ឞឞ្ឋមាសោភូត៑។
૩૬જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ: સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
37 កិមបិ កម៌្ម នាសាធ្យម៑ ឦឝ្វរស្យ។
૩૭‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’
38 តទា មរិយម៑ ជគាទ, បឝ្យ ប្រភេរហំ ទាសី មហ្យំ តវ វាក្យានុសារេណ សវ៌្វមេតទ៑ ឃដតាម៑; អននតរំ ទូតស្តស្យាះ សមីបាត៑ ប្រតស្ថេ។
૩૮મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
39 អថ កតិបយទិនាត៑ បរំ មរិយម៑ តស្មាត៑ បវ៌្វតមយប្រទេឝីយយិហូទាយា នគរមេកំ ឝីឃ្រំ គត្វា
૩૯તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
40 សិខរិយយាជកស្យ គ្ឫហំ ប្រវិឝ្យ តស្យ ជាយាម៑ ឥលីឝេវាំ សម្ពោធ្យាវទត៑។
૪૦ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
41 តតោ មរិយមះ សម្ពោធនវាក្យេ ឥលីឝេវាយាះ កណ៌យោះ ប្រវិឞ្ដមាត្រេ សតិ តស្យា គព៌្ភស្ថពាលកោ ននត៌្ត។ តត ឥលីឝេវា បវិត្រេណាត្មនា បរិបូណ៌ា សតី
૪૧એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
42 ប្រោច្ចៃគ៌ទិតុមារេភេ, យោឞិតាំ មធ្យេ ត្វមេវ ធន្យា, តវ គព៌្ភស្ថះ ឝិឝុឝ្ច ធន្យះ។
૪૨તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’
43 ត្វំ ប្រភោម៌ាតា, មម និវេឝនេ ត្វយា ចរណាវប៌ិតៅ, មមាទ្យ សៅភាគ្យមេតត៑។
૪૩એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
44 បឝ្យ តវ វាក្យេ មម កណ៌យោះ ប្រវិឞ្ដមាត្រេ សតិ មមោទរស្ថះ ឝិឝុរានន្ទាន៑ ននត៌្ត។
૪૪કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
45 យា ស្ត្រី វ្យឝ្វសីត៑ សា ធន្យា, យតោ ហេតោស្តាំ ប្រតិ បរមេឝ្វរោក្តំ វាក្យំ សវ៌្វំ សិទ្ធំ ភវិឞ្យតិ។
૪૫જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
46 តទានីំ មរិយម៑ ជគាទ។ ធន្យវាទំ បរេឝស្យ ករោតិ មាមកំ មនះ។
૪૬મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
47 មមាត្មា តារកេឝេ ច សមុល្លាសំ ប្រគច្ឆតិ។
૪૭અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
48 អករោត៑ ស ប្រភុ រ្ទុឞ្ដិំ ស្វទាស្យា ទុគ៌តិំ ប្រតិ។ បឝ្យាទ្យារភ្យ មាំ ធន្យាំ វក្ឞ្យន្តិ បុរុឞាះ សទា។
૪૮કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે.
49 យះ សវ៌្វឝក្តិមាន៑ យស្យ នាមាបិ ច បវិត្រកំ។ ស ឯវ សុមហត្កម៌្ម ក្ឫតវាន៑ មន្និមិត្តកំ។
૪૯કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.
50 យេ ពិភ្យតិ ជនាស្តស្មាត៑ តេឞាំ សន្តានបំក្តិឞុ។ អនុកម្បា តទីយា ច សវ៌្វទៃវ សុតិឞ្ឋតិ។
૫૦જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.
51 ស្វពាហុពលតស្តេន ប្រាកាឝ្យត បរាក្រមះ។ មនះកុមន្ត្រណាសាទ៌្ធំ វិកីយ៌្យន្តេៜភិមានិនះ។
૫૧તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.
52 សិំហាសនគតាល្លោកាន៑ ពលិនឝ្ចាវរោហ្យ សះ។ បទេឞូច្ចេឞុ លោកាំស្តុ ក្ឞុទ្រាន៑ សំស្ថាបយត្យបិ។
૫૨તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.
53 ក្ឞុធិតាន៑ មានវាន៑ ទ្រវ្យៃរុត្តមៃះ បរិតប៌្យ សះ។ សកលាន៑ ធនិនោ លោកាន៑ វិស្ឫជេទ៑ រិក្តហស្តកាន៑។
૫૩તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.
54 ឥព្រាហីមិ ច តទ្វំឝេ យា ទយាស្តិ សទៃវ តាំ។ ស្ម្ឫត្វា បុរា បិត្ឫណាំ នោ យថា សាក្ឞាត៑ ប្រតិឝ្រុតំ។ (aiōn )
૫૪આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર
55 ឥស្រាយេល្សេវកស្តេន តថោបក្រិយតេ ស្វយំ៕
૫૫સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’” (aiōn )
56 អនន្តរំ មរិយម៑ ប្រាយេណ មាសត្រយម៑ ឥលីឝេវយា សហោឞិត្វា វ្យាឃុយ្យ និជនិវេឝនំ យយៅ។
૫૬મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
57 តទនន្តរម៑ ឥលីឝេវាយាះ ប្រសវកាល ឧបស្ថិតេ សតិ សា បុត្រំ ប្រាសោឞ្ដ។
૫૭હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
58 តតះ បរមេឝ្វរស្តស្យាំ មហានុគ្រហំ ក្ឫតវាន៑ ឯតត៑ ឝ្រុត្វា សមីបវាសិនះ កុដុម្ពាឝ្ចាគត្យ តយា សហ មុមុទិរេ។
૫૮તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓએ તેની સાથે આનંદ કર્યો.
59 តថាឞ្ដមេ ទិនេ តេ ពាលកស្យ ត្វចំ ឆេត្តុម៑ ឯត្យ តស្យ បិត្ឫនាមានុរូបំ តន្នាម សិខរិយ ឥតិ កត៌្តុមីឞុះ។
૫૯આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
60 កិន្តុ តស្យ មាតាកថយត៑ តន្ន, នាមាស្យ យោហន៑ ឥតិ កត៌្តវ្យម៑។
૬૦પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”
61 តទា តេ វ្យាហរន៑ តវ វំឝមធ្យេ នាមេទ្ឫឝំ កស្យាបិ នាស្តិ។
૬૧તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”
62 តតះ បរំ តស្យ បិតរំ សិខរិយំ ប្រតិ សង្កេត្យ បប្រច្ឆុះ ឝិឝោះ កិំ នាម ការិឞ្យតេ?
૬૨તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’”
63 តតះ ស ផលកមេកំ យាចិត្វា លិលេខ តស្យ នាម យោហន៑ ភវិឞ្យតិ។ តស្មាត៑ សវ៌្វេ អាឝ្ចយ៌្យំ មេនិរេ។
૬૩તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”
64 តត្ក្ឞណំ សិខរិយស្យ ជិហ្វាជាឌ្យេៜបគតេ ស មុខំ វ្យាទាយ ស្បឞ្ដវណ៌មុច្ចាយ៌្យ ឦឝ្វរស្យ គុណានុវាទំ ចការ។
૬૪તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
65 តស្មាច្ចតុទ៌ិក្ស្ថាះ សមីបវាសិលោកា ភីតា ឯវមេតាះ សវ៌្វាះ កថា យិហូទាយាះ បវ៌្វតមយប្រទេឝស្យ សវ៌្វត្រ ប្រចារិតាះ។
૬૫તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
66 តស្មាត៑ ឝ្រោតារោ មនះសុ ស្ថាបយិត្វា កថយាម្ពភូវុះ កីទ្ឫឝោយំ ពាលោ ភវិឞ្យតិ? អថ បរមេឝ្វរស្តស្យ សហាយោភូត៑។
૬૬જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
67 តទា យោហនះ បិតា សិខរិយះ បវិត្រេណាត្មនា បរិបូណ៌ះ សន៑ ឯតាទ្ឫឝំ ភវិឞ្យទ្វាក្យំ កថយាមាស។
૬૭તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,
68 ឥស្រាយេលះ ប្រភុ រ្យស្តុ ស ធន្យះ បរមេឝ្វរះ។ អនុគ្ឫហ្យ និជាល្លោកាន៑ ស ឯវ បរិមោចយេត៑។
૬૮ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
69 វិបក្ឞជនហស្តេភ្យោ យថា មោច្យាមហេ វយំ។ យាវជ្ជីវញ្ច ធម៌្មេណ សារល្យេន ច និព៌្ហយាះ។
૬૯તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,
70 សេវាមហៃ តមេវៃកម៑ ឯតត្ការណមេវ ច។ ស្វកីយំ សុបវិត្រញ្ច សំស្ម្ឫត្យ និយមំ សទា។
૭૦( જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, ), (aiōn )
71 ក្ឫបយា បុរុឞាន៑ បូវ៌្វាន៑ និកឞាត៌្ហាត្តុ នះ បិតុះ។ ឥព្រាហីមះ សមីបេ យំ ឝបថំ ក្ឫតវាន៑ បុរា។
૭૧એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
72 តមេវ សផលំ កត៌្តំ តថា ឝត្រុគណស្យ ច។ ឫតីយាការិណឝ្ចៃវ ករេភ្យោ រក្ឞណាយ នះ។
૭૨એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
73 ស្ឫឞ្ដេះ ប្រថមតះ ស្វីយៃះ បវិត្រៃ រ្ភាវិវាទិភិះ។ (aiōn )
૭૩એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
74 យថោក្តវាន៑ តថា ស្វស្យ ទាយូទះ សេវកស្យ តុ។
૭૪એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
75 វំឝេ ត្រាតារមេកំ ស សមុត្បាទិតវាន៑ ស្វយម៑។
૭૫પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
76 អតោ ហេ ពាលក ត្វន្តុ សវ៌្វេភ្យះ ឝ្រេឞ្ឋ ឯវ យះ។ តស្យៃវ ភាវិវាទីតិ ប្រវិខ្យាតោ ភវិឞ្យសិ។ អស្មាកំ ចរណាន៑ ក្ឞេមេ មាគ៌េ ចាលយិតុំ សទា។ ឯវំ ធ្វាន្តេៜរ្ថតោ ម្ឫត្យោឝ្ឆាយាយាំ យេ តុ មានវាះ។
૭૬અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,
77 ឧបវិឞ្ដាស្តុ តានេវ ប្រកាឝយិតុមេវ ហិ។ ក្ឫត្វា មហានុកម្បាំ ហិ យាមេវ បរមេឝ្វរះ។
૭૭તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે.
78 ឩទ៌្វ្វាត៑ សូយ៌្យមុទាយ្យៃវាស្មភ្យំ ប្រាទាត្តុ ទឝ៌នំ។ តយានុកម្បយា ស្វស្យ លោកានាំ បាបមោចនេ។
૭૮અને આપણી માફી એ માટે થઈ કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે,
79 បរិត្រាណស្យ តេភ្យោ ហិ ជ្ញានវិឝ្រាណនាយ ច។ ប្រភោ រ្មាគ៌ំ បរិឞ្កត៌្តុំ តស្យាគ្រាយី ភវិឞ្យសិ៕
૭૯એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.
80 អថ ពាលកះ ឝរីរេណ ពុទ្ធ្យា ច វទ៌្ធិតុមារេភេ; អបរញ្ច ស ឥស្រាយេលោ វំឝីយលោកានាំ សមីបេ យាវន្ន ប្រកដីភូតស្តាស្តាវត៑ ប្រាន្តរេ ន្យវសត៑។
૮૦પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.