< ឥព្រិណះ 9 >

1 ស ប្រថមោ និយម អារាធនាយា វិវិធរីតិភិរៃហិកបវិត្រស្ថានេន ច វិឝិឞ្ដ អាសីត៑។
હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
2 យតោ ទូឞ្យមេកំ និរមីយត តស្យ ប្រថមកោឞ្ឋស្យ នាម បវិត្រស្ថានមិត្យាសីត៑ តត្រ ទីបវ្ឫក្ឞោ ភោជនាសនំ ទឝ៌នីយបូបានាំ ឝ្រេណី ចាសីត៑។
કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
3 តត្បឝ្ចាទ៑ ទ្វិតីយាយាស្តិរឞ្ករិណ្យា អភ្យន្តរេ ៜតិបវិត្រស្ថានមិតិនាមកំ កោឞ្ឋមាសីត៑,
અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
4 តត្រ ច សុវណ៌មយោ ធូបាធារះ បរិតះ សុវណ៌មណ្ឌិតា និយមមញ្ជូឞា ចាសីត៑ តន្មធ្យេ មាន្នាយាះ សុវណ៌ឃដោ ហារោណស្យ មញ្ជរិតទណ្ឌស្តក្ឞិតៅ និយមប្រស្តរៅ,
તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,
5 តទុបរិ ច ករុណាសនេ ឆាយាការិណៅ តេជោមយៅ កិរូពាវាស្តាម៑, ឯតេឞាំ វិឝេឞវ្ឫត្តាន្តកថនាយ នាយំ សមយះ។
અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
6 ឯតេឞ្វីទ្ឫក៑ និម៌្មិតេឞុ យាជកា ឦឝ្វរសេវាម៑ អនុតិឞ្ឋនតោ ទូឞ្យស្យ ប្រថមកោឞ្ឋំ និត្យំ ប្រវិឝន្តិ។
હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.
7 កិន្តុ ទ្វិតីយំ កោឞ្ឋំ ប្រតិវឞ៌ម៑ ឯកក្ឫត្វ ឯកាកិនា មហាយាជកេន ប្រវិឝ្យតេ កិន្ត្វាត្មនិមិត្តំ លោកានាម៑ អជ្ញានក្ឫតបាបានាញ្ច និមិត្តម៑ ឧត្សជ៌្ជនីយំ រុធិរម៑ អនាទាយ តេន ន ប្រវិឝ្យតេ។
પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.
8 ឥត្យនេន បវិត្រ អាត្មា យត៑ ជ្ញាបយតិ តទិទំ តត៑ ប្រថមំ ទូឞ្យំ យាវត៑ តិឞ្ឋតិ តាវត៑ មហាបវិត្រស្ថានគាមី បន្ថា អប្រកាឝិតស្តិឞ្ឋតិ។
તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.
9 តច្ច ទូឞ្យំ វត៌្តមានសមយស្យ ទ្ឫឞ្ដាន្តះ, យតោ ហេតោះ សាម្ប្រតំ សំឝោធនកាលំ យាវទ៑ យន្និរូបិតំ តទនុសារាត៑ សេវាការិណោ មានសិកសិទ្ធិករណេៜសមត៌្ហាភិះ
વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
10 កេវលំ ខាទ្យបេយេឞុ វិវិធមជ្ជនេឞុ ច ឝារីរិករីតិភិ រ្យុក្តានិ នៃវេទ្យានិ ពលិទានានិ ច ភវន្តិ។
૧૦તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.
11 អបរំ ភាវិមង្គលានាំ មហាយាជកះ ខ្រីឞ្ដ ឧបស្ថាយាហស្តនិម៌្មិតេនាត៌្ហត ឯតត្ស្ឫឞ្ដេ រ្ពហិព៌្ហូតេន ឝ្រេឞ្ឋេន សិទ្ធេន ច ទូឞ្យេណ គត្វា
૧૧ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,
12 ឆាគានាំ គោវត្សានាំ វា រុធិរម៑ អនាទាយ ស្វីយរុធិរម៑ អាទាយៃកក្ឫត្វ ឯវ មហាបវិត្រស្ថានំ ប្រវិឝ្យានន្តកាលិកាំ មុក្តិំ ប្រាប្តវាន៑។ (aiōnios g166)
૧૨બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા. (aiōnios g166)
13 វ្ឫឞឆាគានាំ រុធិរេណ គវីភស្មនះ ប្រក្ឞេបេណ ច យទ្យឝុចិលោកាះ ឝារីរិឝុចិត្វាយ បូយន្តេ,
૧૩કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,
14 តហ៌ិ កិំ មន្យធ្វេ យះ សទាតនេនាត្មនា និឞ្កលង្កពលិមិវ ស្វមេវេឝ្វរាយ ទត្តវាន៑, តស្យ ខ្រីឞ្ដស្យ រុធិរេណ យុឞ្មាកំ មនាំស្យមរេឝ្វរស្យ សេវាយៃ កិំ ម្ឫត្យុជនកេភ្យះ កម៌្មភ្យោ ន បវិត្រីការិឞ្យន្តេ? (aiōnios g166)
૧૪તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? (aiōnios g166)
15 ស នូតននិយមស្យ មធ្យស្ថោៜភវត៑ តស្យាភិប្រាយោៜយំ យត៑ ប្រថមនិយមលង្ឃនរូបបាបេភ្យោ ម្ឫត្យុនា មុក្តៅ ជាតាយាម៑ អាហូតលោកា អនន្តកាលីយសម្បទះ ប្រតិជ្ញាផលំ លភេរន៑។ (aiōnios g166)
૧૫માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. (aiōnios g166)
16 យត្រ និយមោ ភវតិ តត្រ និយមសាធកស្យ ពលេ រ្ម្ឫត្យុនា ភវិតវ្យំ។
૧૬કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.
17 យតោ ហតេន ពលិនា និយមះ ស្ថិរីភវតិ កិន្តុ និយមសាធកោ ពលិ រ្យាវត៑ ជីវតិ តាវត៑ និយមោ និរត៌្ហកស្តិឞ្ឋតិ។
૧૭કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
18 តស្មាត៑ ស បូវ៌្វនិយមោៜបិ រុធិរបាតំ វិនា ន សាធិតះ។
૧૮એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.
19 ផលតះ សវ៌្វលោកាន៑ ប្រតិ វ្យវស្ថានុសារេណ សវ៌្វា អាជ្ញាះ កថយិត្វា មូសា ជលេន សិន្ទូរវណ៌លោម្នា ឯឞោវត្ឫណេន ច សាទ៌្ធំ គោវត្សានាំ ឆាគានាញ្ច រុធិរំ គ្ឫហីត្វា គ្រន្ថេ សវ៌្វលោកេឞុ ច ប្រក្ឞិប្យ ពភាឞេ,
૧૯કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
20 យុឞ្មាន៑ អធីឝ្វរោ យំ និយមំ និរូបិតវាន៑ តស្យ រុធិរមេតត៑។
૨૦‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.
21 តទ្វត៑ ស ទូឞ្យេៜបិ សេវាត៌្ហកេឞុ សវ៌្វបាត្រេឞុ ច រុធិរំ ប្រក្ឞិប្តវាន៑។
૨૧તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.
22 អបរំ វ្យវស្ថានុសារេណ ប្រាយឝះ សវ៌្វាណិ រុធិរេណ បរិឞ្ក្រិយន្តេ រុធិរបាតំ វិនា បាបមោចនំ ន ភវតិ ច។
૨૨નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.
23 អបរំ យានិ ស្វគ៌ីយវស្តូនាំ ទ្ឫឞ្ដាន្តាស្តេឞាម៑ ឯតៃះ បាវនម៑ អាវឝ្យកម៑ អាសីត៑ កិន្តុ សាក្ឞាត៑ ស្វគ៌ីយវស្តូនាម៑ ឯតេភ្យះ ឝ្រេឞ្ឋេ រ្ពលិទានៃះ បាវនមាវឝ្យកំ។
૨૩સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.
24 យតះ ខ្រីឞ្ដះ សត្យបវិត្រស្ថានស្យ ទ្ឫឞ្ដាន្តរូបំ ហស្តក្ឫតំ បវិត្រស្ថានំ ន ប្រវិឞ្ដវាន៑ កិន្ត្វស្មន្និមិត្តម៑ ឥទានីម៑ ឦឝ្វរស្យ សាក្ឞាទ៑ ឧបស្ថាតុំ ស្វគ៌មេវ ប្រវិឞ្ដះ។
૨૪કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.
25 យថា ច មហាយាជកះ ប្រតិវឞ៌ំ បរឝោណិតមាទាយ មហាបវិត្រស្ថានំ ប្រវិឝតិ តថា ខ្រីឞ្ដេន បុនះ បុនរាត្មោត្សគ៌ោ ន កត៌្តវ្យះ,
૨૫જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.
26 កត៌្តវ្យេ សតិ ជគតះ ស្ឫឞ្ដិកាលមារភ្យ ពហុវារំ តស្យ ម្ឫត្យុភោគ អាវឝ្យកោៜភវត៑; កិន្ត្វិទានីំ ស អាត្មោត្សគ៌េណ បាបនាឝាត៌្ហម៑ ឯកក្ឫត្វោ ជគតះ ឝេឞកាលេ ប្រចកាឝេ។ (aiōn g165)
૨૬કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. (aiōn g165)
27 អបរំ យថា មានុឞស្យៃកក្ឫត្វោ មរណំ តត៑ បឝ្ចាទ៑ វិចារោ និរូបិតោៜស្តិ,
૨૭જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.
28 តទ្វត៑ ខ្រីឞ្ដោៜបិ ពហូនាំ បាបវហនាត៌្ហំ ពលិរូបេណៃកក្ឫត្វ ឧត្សស្ឫជេ, អបរំ ទ្វិតីយវារំ បាបាទ៑ ភិន្នះ សន៑ យេ តំ ប្រតីក្ឞន្តេ តេឞាំ បរិត្រាណាត៌្ហំ ទឝ៌នំ ទាស្យតិ។
૨૮તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.

< ឥព្រិណះ 9 >