< ២ បិតរះ 1 >
1 យេ ជនា អស្មាភិះ សាទ៌្ធម៑ អស្តទីឝ្វរេ ត្រាតរិ យីឝុខ្រីឞ្ដេ ច បុណ្យសម្ពលិតវិឝ្វាសធនស្យ សមានាំឝិត្វំ ប្រាប្តាស្តាន៑ ប្រតិ យីឝុខ្រីឞ្ដស្យ ទាសះ ប្រេរិតឝ្ច ឝិមោន៑ បិតរះ បត្រំ លិខតិ។
૧આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે
2 ឦឝ្វរស្យាស្មាកំ ប្រភោ រ្យីឝោឝ្ច តត្វជ្ញានេន យុឞ្មាស្វនុគ្រហឝាន្ត្យោ រ្ពាហុល្យំ វត៌្តតាំ។
૨ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.
3 ជីវនាត៌្ហម៑ ឦឝ្វរភក្ត្យត៌្ហញ្ច យទ្យទ៑ អាវឝ្យកំ តត៑ សវ៌្វំ គៅរវសទ្គុណាភ្យាម៑ អស្មទាហ្វានការិណស្តត្ត្វជ្ញានទ្វារា តស្យេឝ្វរីយឝក្តិរស្មភ្យំ ទត្តវតី។
૩તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
4 តត្សវ៌្វេណ ចាស្មភ្យំ តាទ្ឫឝា ពហុមូល្យា មហាប្រតិជ្ញា ទត្តា យាភិ រ្យូយំ សំសារវ្យាប្តាត៑ កុត្សិតាភិលាឞមូលាត៑ សវ៌្វនាឝាទ៑ រក្ឞាំ ប្រាប្យេឝ្វរីយស្វភាវស្យាំឝិនោ ភវិតុំ ឝក្នុថ។
૪આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
5 តតោ ហេតោ រ្យូយំ សម្បូណ៌ំ យត្នំ វិធាយ វិឝ្វាសេ សៅជន្យំ សៅជន្យេ ជ្ញានំ
૫એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,
6 ជ្ញាន អាយតេន្ទ្រិយតាម៑ អាយតេន្ទ្រិយតាយាំ ធៃយ៌្យំ ធៃយ៌្យ ឦឝ្វរភក្តិម្
૬જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,
7 ឦឝ្វរភក្តៅ ភ្រាត្ឫស្នេហេ ច ប្រេម យុង្ក្ត។
૭ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
8 ឯតានិ យទិ យុឞ្មាសុ វិទ្យន្តេ វទ៌្ធន្តេ ច តហ៌្យស្មត្ប្រភោ រ្យីឝុខ្រីឞ្ដស្យ តត្ត្វជ្ញានេ យុឞ្មាន៑ អលសាន៑ និឞ្ផលាំឝ្ច ន ស្ថាបយិឞ្យន្តិ។
૮કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
9 កិន្ត្វេតានិ យស្យ ន វិទ្យន្តេ សោ ៜន្ធោ មុទ្រិតលោចនះ ស្វកីយបូវ៌្វបាបានាំ មាជ៌្ជនស្យ វិស្ម្ឫតិំ គតឝ្ច។
૯પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.
10 តស្មាទ៑ ហេ ភ្រាតរះ, យូយំ ស្វកីយាហ្វានវរណយោ រ្ទ្ឫឍករណេ ពហុ យតធ្វំ, តត៑ ក្ឫត្វា កទាច ន ស្ខលិឞ្យថ។
૧૦તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
11 យតោ ៜនេន ប្រការេណាស្មាកំ ប្រភោស្ត្រាត្ឫ រ្យីឝុខ្រីឞ្ដស្យានន្តរាជ្យស្យ ប្រវេឝេន យូយំ សុកលេន យោជយិឞ្យធ្វេ។ (aiōnios )
૧૧કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios )
12 យទ្យបិ យូយម៑ ឯតត៑ សវ៌្វំ ជានីថ វត៌្តមានេ សត្យមតេ សុស្ថិរា ភវថ ច តថាបិ យុឞ្មាន៑ សវ៌្វទា តត៑ ស្មារយិតុម៑ អហម៑ អយត្នវាន៑ ន ភវិឞ្យាមិ។
૧૨એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
13 យាវទ៑ ឯតស្មិន៑ ទូឞ្យេ តិឞ្ឋាមិ តាវទ៑ យុឞ្មាន៑ ស្មារយន៑ ប្រពោធយិតុំ វិហិតំ មន្យេ។
૧૩અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
14 យតោ ៜស្មាកំ ប្រភុ រ្យីឝុខ្រីឞ្ដោ មាំ យត៑ ជ្ញាបិតវាន៑ តទនុសារាទ៑ ទូឞ្យមេតត៑ មយា ឝីឃ្រំ ត្យក្តវ្យម៑ ឥតិ ជានាមិ។
૧૪કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
15 មម បរលោកគមនាត៑ បរមបិ យូយំ យទេតានិ ស្មត៌្តុំ ឝក្ឞ្យថ តស្មិន៑ សវ៌្វថា យតិឞ្យេ។
૧૫હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
16 យតោ ៜស្មាកំ ប្រភោ រ្យីឝុខ្រីឞ្ដស្យ បរាក្រមំ បុនរាគមនញ្ច យុឞ្មាន៑ ជ្ញាបយន្តោ វយំ កល្បិតាន្យុបាខ្យានាន្យន្វគច្ឆាមេតិ នហិ កិន្តុ តស្យ មហិម្នះ ប្រត្យក្ឞសាក្ឞិណោ ភូត្វា ភាឞិតវន្តះ។
૧૬કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.
17 យតះ ស បិតុរីឝ្វរាទ៑ គៅរវំ ប្រឝំសាញ្ច ប្រាប្តវាន៑ វិឝេឞតោ មហិមយុក្តតេជោមធ្យាទ៑ ឯតាទ្ឫឝី វាណី តំ ប្រតិ និគ៌តវតី, យថា, ឯឞ មម ប្រិយបុត្រ ឯតស្មិន៑ មម បរមសន្តោឞះ។
૧૭કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.
18 ស្វគ៌ាត៑ និគ៌តេយំ វាណី បវិត្របវ៌្វតេ តេន សាទ៌្ធំ វិទ្យមានៃរស្មាភិរឝ្រាវិ។
૧૮અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.
19 អបរម៑ អស្មត្សមីបេ ទ្ឫឍតរំ ភវិឞ្យទ្វាក្យំ វិទ្យតេ យូយញ្ច យទិ ទិនារម្ភំ យុឞ្មន្មនះសុ ប្រភាតីយនក្ឞត្រស្យោទយញ្ច យាវត៑ តិមិរមយេ ស្ថានេ ជ្វលន្តំ ប្រទីបមិវ តទ៑ វាក្យំ សម្មន្យធ្វេ តហ៌ិ ភទ្រំ ករិឞ្យថ។
૧૯અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
20 ឝាស្ត្រីយំ កិមបិ ភវិឞ្យទ្វាក្យំ មនុឞ្យស្យ ស្វកីយភាវពោធកំ នហិ, ឯតទ៑ យុឞ្មាភិះ សម្យក៑ ជ្ញាយតាំ។
૨૦પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
21 យតោ ភវិឞ្យទ្វាក្យំ បុរា មានុឞាណាម៑ ឥច្ឆាតោ នោត្បន្នំ កិន្ត្វីឝ្វរស្យ បវិត្រលោកាះ បវិត្រេណាត្មនា ប្រវត៌្តិតាះ សន្តោ វាក្យម៑ អភាឞន្ត។
૨૧કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.