< ១ ករិន្ថិនះ 12 >
1 ហេ ភ្រាតរះ, យូយំ យទ៑ អាត្មិកាន៑ ទាយាន៑ អនវគតាស្តិឞ្ឋថ តទហំ នាភិលឞាមិ។
૧હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.
2 បូវ៌្វំ ភិន្នជាតីយា យូយំ យទ្វទ៑ វិនីតាស្តទ្វទ៑ អវាក្ប្រតិមានាម៑ អនុគាមិន អាធ្ពម៑ ឥតិ ជានីថ។
૨તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.
3 ឥតិ ហេតោរហំ យុឞ្មភ្យំ និវេទយាមិ, ឦឝ្វរស្យាត្មនា ភាឞមាណះ កោៜបិ យីឝុំ ឝប្ត ឥតិ ន វ្យាហរតិ, បុនឝ្ច បវិត្រេណាត្មនា វិនីតំ វិនាន្យះ កោៜបិ យីឝុំ ប្រភុរិតិ វ្យាហត៌្តុំ ន ឝក្នោតិ។
૩માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.
4 ទាយា ពហុវិធាះ កិន្ត្វេក អាត្មា
૪કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
5 បរិចយ៌្យាឝ្ច ពហុវិធាះ កិន្ត្វេកះ ប្រភុះ។
૫સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
6 សាធនានិ ពហុវិធានិ កិន្តុ សវ៌្វេឞុ សវ៌្វសាធក ឦឝ្វរ ឯកះ។
૬કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
7 ឯកៃកស្មៃ តស្យាត្មនោ ទឝ៌នំ បរហិតាត៌្ហំ ទីយតេ។
૭પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
8 ឯកស្មៃ តេនាត្មនា ជ្ញានវាក្យំ ទីយតេ, អន្យស្មៃ តេនៃវាត្មនាទិឞ្ដំ វិទ្យាវាក្យម៑,
૮કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
9 អន្យស្មៃ តេនៃវាត្មនា វិឝ្វាសះ, អន្យស្មៃ តេនៃវាត្មនា ស្វាស្ថ្យទានឝក្តិះ,
૯કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
10 អន្យស្មៃ ទុះសាធ្យសាធនឝក្តិរន្យស្មៃ ចេឝ្វរីយាទេឝះ, អន្យស្មៃ ចាតិមានុឞិកស្យាទេឝស្យ វិចារសាមត៌្ហ្យម៑, អន្យស្មៃ បរភាឞាភាឞណឝក្តិរន្យស្មៃ ច ភាឞាត៌្ហភាឞណសាមយ៌ំ ទីយតេ។
૧૦કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
11 ឯកេនាទ្វិតីយេនាត្មនា យថាភិលាឞម៑ ឯកៃកស្មៃ ជនាយៃកៃកំ ទានំ វិតរតា តានិ សវ៌្វាណិ សាធ្យន្តេ។
૧૧પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
12 ទេហ ឯកះ សន្នបិ យទ្វទ៑ ពហ្វង្គយុក្តោ ភវតិ, តស្យៃកស្យ វបុឞោ ៜង្គានាំ ពហុត្វេន យទ្វទ៑ ឯកំ វបុ រ្ភវតិ, តទ្វត៑ ខ្រីឞ្ដះ។
૧૨કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
13 យតោ ហេតោ រ្យិហូទិភិន្នជាតីយទាសស្វតន្ត្រា វយំ សវ៌្វេ មជ្ជនេនៃកេនាត្មនៃកទេហីក្ឫតាះ សវ៌្វេ ចៃកាត្មភុក្តា អភវាម។
૧૩કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
14 ឯកេនាង្គេន វបុ រ្ន ភវតិ កិន្តុ ពហុភិះ។
૧૪પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
15 តត្រ ចរណំ យទិ វទេត៑ នាហំ ហស្តស្តស្មាត៑ ឝរីរស្យ ភាគោ នាស្មីតិ តហ៌្យនេន ឝរីរាត៑ តស្យ វិយោគោ ន ភវតិ។
૧૫જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
16 ឝ្រោត្រំ វា យទិ វទេត៑ នាហំ នយនំ តស្មាត៑ ឝរីរស្យាំឝោ នាស្មីតិ តហ៌្យនេន ឝរីរាត៑ តស្យ វិយោគោ ន ភវតិ។
૧૬જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
17 ក្ឫត្ស្នំ ឝរីរំ យទិ ទឝ៌នេន្ទ្រិយំ ភវេត៑ តហ៌ិ ឝ្រវណេន្ទ្រិយំ កុត្រ ស្ថាស្យតិ? តត៑ ក្ឫត្ស្នំ យទិ វា ឝ្រវណេន្ទ្រិយំ ភវេត៑ តហ៌ិ ឃ្រណេន្ទ្រិយំ កុត្រ ស្ថាស្យតិ?
૧૭જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
18 កិន្ត្វិទានីម៑ ឦឝ្វរេណ យថាភិលឞិតំ តថៃវាង្គប្រត្យង្គានាម៑ ឯកៃកំ ឝរីរេ ស្ថាបិតំ។
૧૮પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
19 តត៑ ក្ឫត្ស្នំ យទ្យេកាង្គរូបិ ភវេត៑ តហ៌ិ ឝរីរេ កុត្រ ស្ថាស្យតិ?
૧૯જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
20 តស្មាទ៑ អង្គានិ ពហូនិ សន្តិ ឝរីរំ ត្វេកមេវ។
૨૦પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
21 អតឯវ ត្វយា មម ប្រយោជនំ នាស្តីតិ វាចំ បាណិំ វទិតុំ នយនំ ន ឝក្នោតិ, តថា យុវាភ្យាំ មម ប្រយោជនំ នាស្តីតិ មូទ៌្ធា ចរណៅ វទិតុំ ន ឝក្នោតិះ;
૨૧આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
22 វស្តុតស្តុ វិគ្រហស្យ យាន្យង្គាន្យស្មាភិ រ្ទុព៌្ពលានិ ពុធ្យន្តេ តាន្យេវ សប្រយោជនានិ សន្តិ។
૨૨વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;
23 យានិ ច ឝរីរមធ្យេៜវមន្យានិ ពុធ្យតេ តាន្យស្មាភិរធិកំ ឝោភ្យន្តេ។ យានិ ច កុទ្ឫឝ្យានិ តានិ សុទ្ឫឝ្យតរាណិ ក្រិយន្តេ
૨૩શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.
24 កិន្តុ យានិ ស្វយំ សុទ្ឫឝ្យានិ តេឞាំ ឝោភនម៑ និឞ្ប្រយោជនំ។
૨૪આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.
25 ឝរីរមធ្យេ យទ៑ ភេទោ ន ភវេត៑ កិន្តុ សវ៌្វាណ្យង្គានិ យទ៑ ឰក្យភាវេន សវ៌្វេឞាំ ហិតំ ចិន្តយន្តិ តទត៌្ហម៑ ឦឝ្វរេណាប្រធានម៑ អាទរណីយំ ក្ឫត្វា ឝរីរំ វិរចិតំ។
૨૫એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.
26 តស្មាទ៑ ឯកស្យាង្គស្យ បីឌាយាំ ជាតាយាំ សវ៌្វាណ្យង្គានិ តេន សហ បីឌ្យន្តេ, ឯកស្យ សមាទរេ ជាតេ ច សវ៌្វាណិ តេន សហ សំហ្ឫឞ្យន្តិ។
૨૬અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.
27 យូយញ្ច ខ្រីឞ្ដស្យ ឝរីរំ, យុឞ្មាកម៑ ឯកៃកឝ្ច តស្យៃកៃកម៑ អង្គំ។
૨૭હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.
28 កេចិត៑ កេចិត៑ សមិតាវីឝ្វរេណ ប្រថមតះ ប្រេរិតា ទ្វិតីយត ឦឝ្វរីយាទេឝវក្តារស្ត្ឫតីយត ឧបទេឞ្ដារោ និយុក្តាះ, តតះ បរំ កេភ្យោៜបិ ចិត្រកាយ៌្យសាធនសាមត៌្ហ្យម៑ អនាមយករណឝក្តិរុបក្ឫតៅ លោកឝាសនេ វា នៃបុណ្យំ នានាភាឞាភាឞណសាមត៌្ហ្យំ វា តេន វ្យតារិ។
૨૮ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.
29 សវ៌្វេ កិំ ប្រេរិតាះ? សវ៌្វេ កិម៑ ឦឝ្វរីយាទេឝវក្តារះ? សវ៌្វេ កិម៑ ឧបទេឞ្ដារះ? សវ៌្វេ កិំ ចិត្រកាយ៌្យសាធកាះ?
૨૯શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?
30 សវ៌្វេ កិម៑ អនាមយករណឝក្តិយុក្តាះ? សវ៌្វេ កិំ បរភាឞាវាទិនះ? សវ៌្វេ វា កិំ បរភាឞាត៌្ហប្រកាឝកាះ?
૩૦શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
31 យូយំ ឝ្រេឞ្ឋទាយាន៑ លព្ធុំ យតធ្វំ។ អនេន យូយំ មយា សវ៌្វោត្តមមាគ៌ំ ទឝ៌យិតវ្យាះ។
૩૧જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.