< ರೋಮಿಣಃ 1 >
1 ಈಶ್ವರೋ ನಿಜಪುತ್ರಮಧಿ ಯಂ ಸುಸಂವಾದಂ ಭವಿಷ್ಯದ್ವಾದಿಭಿ ರ್ಧರ್ಮ್ಮಗ್ರನ್ಥೇ ಪ್ರತಿಶ್ರುತವಾನ್ ತಂ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರಯಿತುಂ ಪೃಥಕ್ಕೃತ ಆಹೂತಃ ಪ್ರೇರಿತಶ್ಚ ಪ್ರಭೋ ರ್ಯೀಶುಖ್ರೀಷ್ಟಸ್ಯ ಸೇವಕೋ ಯಃ ಪೌಲಃ
૧પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
2 ಸ ರೋಮಾನಗರಸ್ಥಾನ್ ಈಶ್ವರಪ್ರಿಯಾನ್ ಆಹೂತಾಂಶ್ಚ ಪವಿತ್ರಲೋಕಾನ್ ಪ್ರತಿ ಪತ್ರಂ ಲಿಖತಿ|
૨જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
3 ಅಸ್ಮಾಕಂ ಸ ಪ್ರಭು ರ್ಯೀಶುಃ ಖ್ರೀಷ್ಟಃ ಶಾರೀರಿಕಸಮ್ಬನ್ಧೇನ ದಾಯೂದೋ ವಂಶೋದ್ಭವಃ
૩તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
4 ಪವಿತ್ರಸ್ಯಾತ್ಮನಃ ಸಮ್ಬನ್ಧೇನ ಚೇಶ್ವರಸ್ಯ ಪ್ರಭಾವವಾನ್ ಪುತ್ರ ಇತಿ ಶ್ಮಶಾನಾತ್ ತಸ್ಯೋತ್ಥಾನೇನ ಪ್ರತಿಪನ್ನಂ|
૪પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
5 ಅಪರಂ ಯೇಷಾಂ ಮಧ್ಯೇ ಯೀಶುನಾ ಖ್ರೀಷ್ಟೇನ ಯೂಯಮಪ್ಯಾಹೂತಾಸ್ತೇ ಽನ್ಯದೇಶೀಯಲೋಕಾಸ್ತಸ್ಯ ನಾಮ್ನಿ ವಿಶ್ವಸ್ಯ ನಿದೇಶಗ್ರಾಹಿಣೋ ಯಥಾ ಭವನ್ತಿ
૫સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
6 ತದಭಿಪ್ರಾಯೇಣ ವಯಂ ತಸ್ಮಾದ್ ಅನುಗ್ರಹಂ ಪ್ರೇರಿತತ್ವಪದಞ್ಚ ಪ್ರಾಪ್ತಾಃ|
૬અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
7 ತಾತೇನಾಸ್ಮಾಕಮ್ ಈಶ್ವರೇಣ ಪ್ರಭುಣಾ ಯೀಶುಖ್ರೀಷ್ಟೇನ ಚ ಯುಷ್ಮಭ್ಯಮ್ ಅನುಗ್ರಹಃ ಶಾನ್ತಿಶ್ಚ ಪ್ರದೀಯೇತಾಂ|
૭ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
8 ಪ್ರಥಮತಃ ಸರ್ವ್ವಸ್ಮಿನ್ ಜಗತಿ ಯುಷ್ಮಾಕಂ ವಿಶ್ವಾಸಸ್ಯ ಪ್ರಕಾಶಿತತ್ವಾದ್ ಅಹಂ ಯುಷ್ಮಾಕಂ ಸರ್ವ್ವೇಷಾಂ ನಿಮಿತ್ತಂ ಯೀಶುಖ್ರೀಷ್ಟಸ್ಯ ನಾಮ ಗೃಹ್ಲನ್ ಈಶ್ವರಸ್ಯ ಧನ್ಯವಾದಂ ಕರೋಮಿ|
૮પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
9 ಅಪರಮ್ ಈಶ್ವರಸ್ಯ ಪ್ರಸಾದಾದ್ ಬಹುಕಾಲಾತ್ ಪರಂ ಸಾಮ್ಪ್ರತಂ ಯುಷ್ಮಾಕಂ ಸಮೀಪಂ ಯಾತುಂ ಕಥಮಪಿ ಯತ್ ಸುಯೋಗಂ ಪ್ರಾಪ್ನೋಮಿ, ಏತದರ್ಥಂ ನಿರನ್ತರಂ ನಾಮಾನ್ಯುಚ್ಚಾರಯನ್ ನಿಜಾಸು ಸರ್ವ್ವಪ್ರಾರ್ಥನಾಸು ಸರ್ವ್ವದಾ ನಿವೇದಯಾಮಿ,
૯કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
10 ಏತಸ್ಮಿನ್ ಯಮಹಂ ತತ್ಪುತ್ರೀಯಸುಸಂವಾದಪ್ರಚಾರಣೇನ ಮನಸಾ ಪರಿಚರಾಮಿ ಸ ಈಶ್ವರೋ ಮಮ ಸಾಕ್ಷೀ ವಿದ್ಯತೇ|
૧૦અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
11 ಯತೋ ಯುಷ್ಮಾಕಂ ಮಮ ಚ ವಿಶ್ವಾಸೇನ ವಯಮ್ ಉಭಯೇ ಯಥಾ ಶಾನ್ತಿಯುಕ್ತಾ ಭವಾಮ ಇತಿ ಕಾರಣಾದ್
૧૧કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
12 ಯುಷ್ಮಾಕಂ ಸ್ಥೈರ್ಯ್ಯಕರಣಾರ್ಥಂ ಯುಷ್ಮಭ್ಯಂ ಕಿಞ್ಚಿತ್ಪರಮಾರ್ಥದಾನದಾನಾಯ ಯುಷ್ಮಾನ್ ಸಾಕ್ಷಾತ್ ಕರ್ತ್ತುಂ ಮದೀಯಾ ವಾಞ್ಛಾ|
૧૨એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
13 ಹೇ ಭ್ರಾತೃಗಣ ಭಿನ್ನದೇಶೀಯಲೋಕಾನಾಂ ಮಧ್ಯೇ ಯದ್ವತ್ ತದ್ವದ್ ಯುಷ್ಮಾಕಂ ಮಧ್ಯೇಪಿ ಯಥಾ ಫಲಂ ಭುಞ್ಜೇ ತದಭಿಪ್ರಾಯೇಣ ಮುಹುರ್ಮುಹು ರ್ಯುಷ್ಮಾಕಂ ಸಮೀಪಂ ಗನ್ತುಮ್ ಉದ್ಯತೋಽಹಂ ಕಿನ್ತು ಯಾವದ್ ಅದ್ಯ ತಸ್ಮಿನ್ ಗಮನೇ ಮಮ ವಿಘ್ನೋ ಜಾತ ಇತಿ ಯೂಯಂ ಯದ್ ಅಜ್ಞಾತಾಸ್ತಿಷ್ಠಥ ತದಹಮ್ ಉಚಿತಂ ನ ಬುಧ್ಯೇ|
૧૩હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
14 ಅಹಂ ಸಭ್ಯಾಸಭ್ಯಾನಾಂ ವಿದ್ವದವಿದ್ವತಾಞ್ಚ ಸರ್ವ್ವೇಷಾಮ್ ಋಣೀ ವಿದ್ಯೇ|
૧૪ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
15 ಅತಏವ ರೋಮಾನಿವಾಸಿನಾಂ ಯುಷ್ಮಾಕಂ ಸಮೀಪೇಽಪಿ ಯಥಾಶಕ್ತಿ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರಯಿತುಮ್ ಅಹಮ್ ಉದ್ಯತೋಸ್ಮಿ|
૧૫તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
16 ಯತಃ ಖ್ರೀಷ್ಟಸ್ಯ ಸುಸಂವಾದೋ ಮಮ ಲಜ್ಜಾಸ್ಪದಂ ನಹಿ ಸ ಈಶ್ವರಸ್ಯ ಶಕ್ತಿಸ್ವರೂಪಃ ಸನ್ ಆ ಯಿಹೂದೀಯೇಭ್ಯೋ ಽನ್ಯಜಾತೀಯಾನ್ ಯಾವತ್ ಸರ್ವ್ವಜಾತೀಯಾನಾಂ ಮಧ್ಯೇ ಯಃ ಕಶ್ಚಿದ್ ತತ್ರ ವಿಶ್ವಸಿತಿ ತಸ್ಯೈವ ತ್ರಾಣಂ ಜನಯತಿ|
૧૬ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
17 ಯತಃ ಪ್ರತ್ಯಯಸ್ಯ ಸಮಪರಿಮಾಣಮ್ ಈಶ್ವರದತ್ತಂ ಪುಣ್ಯಂ ತತ್ಸುಸಂವಾದೇ ಪ್ರಕಾಶತೇ| ತದಧಿ ಧರ್ಮ್ಮಪುಸ್ತಕೇಪಿ ಲಿಖಿತಮಿದಂ "ಪುಣ್ಯವಾನ್ ಜನೋ ವಿಶ್ವಾಸೇನ ಜೀವಿಷ್ಯತಿ"|
૧૭કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
18 ಅತಏವ ಯೇ ಮಾನವಾಃ ಪಾಪಕರ್ಮ್ಮಣಾ ಸತ್ಯತಾಂ ರುನ್ಧನ್ತಿ ತೇಷಾಂ ಸರ್ವ್ವಸ್ಯ ದುರಾಚರಣಸ್ಯಾಧರ್ಮ್ಮಸ್ಯ ಚ ವಿರುದ್ಧಂ ಸ್ವರ್ಗಾದ್ ಈಶ್ವರಸ್ಯ ಕೋಪಃ ಪ್ರಕಾಶತೇ|
૧૮કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
19 ಯತ ಈಶ್ವರಮಧಿ ಯದ್ಯದ್ ಜ್ಞೇಯಂ ತದ್ ಈಶ್ವರಃ ಸ್ವಯಂ ತಾನ್ ಪ್ರತಿ ಪ್ರಕಾಶಿತವಾನ್ ತಸ್ಮಾತ್ ತೇಷಾಮ್ ಅಗೋಚರಂ ನಹಿ|
૧૯કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
20 ಫಲತಸ್ತಸ್ಯಾನನ್ತಶಕ್ತೀಶ್ವರತ್ವಾದೀನ್ಯದೃಶ್ಯಾನ್ಯಪಿ ಸೃಷ್ಟಿಕಾಲಮ್ ಆರಭ್ಯ ಕರ್ಮ್ಮಸು ಪ್ರಕಾಶಮಾನಾನಿ ದೃಶ್ಯನ್ತೇ ತಸ್ಮಾತ್ ತೇಷಾಂ ದೋಷಪ್ರಕ್ಷಾಲನಸ್ಯ ಪನ್ಥಾ ನಾಸ್ತಿ| (aïdios )
૨૦તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios )
21 ಅಪರಮ್ ಈಶ್ವರಂ ಜ್ಞಾತ್ವಾಪಿ ತೇ ತಮ್ ಈಶ್ವರಜ್ಞಾನೇನ ನಾದ್ರಿಯನ್ತ ಕೃತಜ್ಞಾ ವಾ ನ ಜಾತಾಃ; ತಸ್ಮಾತ್ ತೇಷಾಂ ಸರ್ವ್ವೇ ತರ್ಕಾ ವಿಫಲೀಭೂತಾಃ, ಅಪರಞ್ಚ ತೇಷಾಂ ವಿವೇಕಶೂನ್ಯಾನಿ ಮನಾಂಸಿ ತಿಮಿರೇ ಮಗ್ನಾನಿ|
૨૧કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
22 ತೇ ಸ್ವಾನ್ ಜ್ಞಾನಿನೋ ಜ್ಞಾತ್ವಾ ಜ್ಞಾನಹೀನಾ ಅಭವನ್
૨૨પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
23 ಅನಶ್ವರಸ್ಯೇಶ್ವರಸ್ಯ ಗೌರವಂ ವಿಹಾಯ ನಶ್ವರಮನುಷ್ಯಪಶುಪಕ್ಷ್ಯುರೋಗಾಮಿಪ್ರಭೃತೇರಾಕೃತಿವಿಶಿಷ್ಟಪ್ರತಿಮಾಸ್ತೈರಾಶ್ರಿತಾಃ|
૨૩તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
24 ಇತ್ಥಂ ತ ಈಶ್ವರಸ್ಯ ಸತ್ಯತಾಂ ವಿಹಾಯ ಮೃಷಾಮತಮ್ ಆಶ್ರಿತವನ್ತಃ ಸಚ್ಚಿದಾನನ್ದಂ ಸೃಷ್ಟಿಕರ್ತ್ತಾರಂ ತ್ಯಕ್ತ್ವಾ ಸೃಷ್ಟವಸ್ತುನಃ ಪೂಜಾಂ ಸೇವಾಞ್ಚ ಕೃತವನ್ತಃ; (aiōn )
૨૪તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
25 ಇತಿ ಹೇತೋರೀಶ್ವರಸ್ತಾನ್ ಕುಕ್ರಿಯಾಯಾಂ ಸಮರ್ಪ್ಯ ನಿಜನಿಜಕುಚಿನ್ತಾಭಿಲಾಷಾಭ್ಯಾಂ ಸ್ವಂ ಸ್ವಂ ಶರೀರಂ ಪರಸ್ಪರಮ್ ಅಪಮಾನಿತಂ ಕರ್ತ್ತುಮ್ ಅದದಾತ್|
૨૫કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn )
26 ಈಶ್ವರೇಣ ತೇಷು ಕ್ವಭಿಲಾಷೇ ಸಮರ್ಪಿತೇಷು ತೇಷಾಂ ಯೋಷಿತಃ ಸ್ವಾಭಾವಿಕಾಚರಣಮ್ ಅಪಹಾಯ ವಿಪರೀತಕೃತ್ಯೇ ಪ್ರಾವರ್ತ್ತನ್ತ;
૨૬તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
27 ತಥಾ ಪುರುಷಾ ಅಪಿ ಸ್ವಾಭಾವಿಕಯೋಷಿತ್ಸಙ್ಗಮಂ ವಿಹಾಯ ಪರಸ್ಪರಂ ಕಾಮಕೃಶಾನುನಾ ದಗ್ಧಾಃ ಸನ್ತಃ ಪುಮಾಂಸಃ ಪುಂಭಿಃ ಸಾಕಂ ಕುಕೃತ್ಯೇ ಸಮಾಸಜ್ಯ ನಿಜನಿಜಭ್ರಾನ್ತೇಃ ಸಮುಚಿತಂ ಫಲಮ್ ಅಲಭನ್ತ|
૨૭અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
28 ತೇ ಸ್ವೇಷಾಂ ಮನಃಸ್ವೀಶ್ವರಾಯ ಸ್ಥಾನಂ ದಾತುಮ್ ಅನಿಚ್ಛುಕಾಸ್ತತೋ ಹೇತೋರೀಶ್ವರಸ್ತಾನ್ ಪ್ರತಿ ದುಷ್ಟಮನಸ್ಕತ್ವಮ್ ಅವಿಹಿತಕ್ರಿಯತ್ವಞ್ಚ ದತ್ತವಾನ್|
૨૮અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
29 ಅತಏವ ತೇ ಸರ್ವ್ವೇ ಽನ್ಯಾಯೋ ವ್ಯಭಿಚಾರೋ ದುಷ್ಟತ್ವಂ ಲೋಭೋ ಜಿಘಾಂಸಾ ಈರ್ಷ್ಯಾ ವಧೋ ವಿವಾದಶ್ಚಾತುರೀ ಕುಮತಿರಿತ್ಯಾದಿಭಿ ರ್ದುಷ್ಕರ್ಮ್ಮಭಿಃ ಪರಿಪೂರ್ಣಾಃ ಸನ್ತಃ
૨૯તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
30 ಕರ್ಣೇಜಪಾ ಅಪವಾದಿನ ಈಶ್ವರದ್ವೇಷಕಾ ಹಿಂಸಕಾ ಅಹಙ್ಕಾರಿಣ ಆತ್ಮಶ್ಲಾಘಿನಃ ಕುಕರ್ಮ್ಮೋತ್ಪಾದಕಾಃ ಪಿತ್ರೋರಾಜ್ಞಾಲಙ್ಘಕಾ
૩૦નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
31 ಅವಿಚಾರಕಾ ನಿಯಮಲಙ್ಘಿನಃ ಸ್ನೇಹರಹಿತಾ ಅತಿದ್ವೇಷಿಣೋ ನಿರ್ದಯಾಶ್ಚ ಜಾತಾಃ|
૩૧બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
32 ಯೇ ಜನಾ ಏತಾದೃಶಂ ಕರ್ಮ್ಮ ಕುರ್ವ್ವನ್ತಿ ತಏವ ಮೃತಿಯೋಗ್ಯಾ ಈಶ್ವರಸ್ಯ ವಿಚಾರಮೀದೃಶಂ ಜ್ಞಾತ್ವಾಪಿ ತ ಏತಾದೃಶಂ ಕರ್ಮ್ಮ ಸ್ವಯಂ ಕುರ್ವ್ವನ್ತಿ ಕೇವಲಮಿತಿ ನಹಿ ಕಿನ್ತು ತಾದೃಶಕರ್ಮ್ಮಕಾರಿಷು ಲೋಕೇಷ್ವಪಿ ಪ್ರೀಯನ್ತೇ|
૩૨‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.