< ಪ್ರಕಾಶಿತಂ 4 >
1 ತತಃ ಪರಂ ಮಯಾ ದೃಷ್ಟಿಪಾತಂ ಕೃತ್ವಾ ಸ್ವರ್ಗೇ ಮುಕ್ತಂ ದ್ವಾರಮ್ ಏಕಂ ದೃಷ್ಟಂ ಮಯಾ ಸಹಭಾಷಮಾಣಸ್ಯ ಚ ಯಸ್ಯ ತೂರೀವಾದ್ಯತುಲ್ಯೋ ರವಃ ಪೂರ್ವ್ವಂ ಶ್ರುತಃ ಸ ಮಾಮ್ ಅವೋಚತ್ ಸ್ಥಾನಮೇತದ್ ಆರೋಹಯ, ಇತಃ ಪರಂ ಯೇನ ಯೇನ ಭವಿತವ್ಯಂ ತದಹಂ ತ್ವಾಂ ದರ್ಶಯಿಷ್ಯೇ|
૧એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’”
2 ತೇನಾಹಂ ತತ್ಕ್ಷಣಾದ್ ಆತ್ಮಾವಿಷ್ಟೋ ಭೂತ್ವಾ ಽಪಶ್ಯಂ ಸ್ವರ್ಗೇ ಸಿಂಹಾಸನಮೇಕಂ ಸ್ಥಾಪಿತಂ ತತ್ರ ಸಿಂಹಾಸನೇ ಏಕೋ ಜನ ಉಪವಿಷ್ಟೋ ಽಸ್ತಿ|
૨એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા.
3 ಸಿಂಹಾಸನೇ ಉಪವಿಷ್ಟಸ್ಯ ತಸ್ಯ ಜನಸ್ಯ ರೂಪಂ ಸೂರ್ಯ್ಯಕಾನ್ತಮಣೇಃ ಪ್ರವಾಲಸ್ಯ ಚ ತುಲ್ಯಂ ತತ್ ಸಿಂಹಾಸನಞ್ಚ ಮರಕತಮಣಿವದ್ರೂಪವಿಶಿಷ್ಟೇನ ಮೇಘಧನುಷಾ ವೇಷ್ಟಿತಂ|
૩તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો.
4 ತಸ್ಯ ಸಿಂಹಾಸನೇ ಚತುರ್ದಿಕ್ಷು ಚತುರ್ವಿಂಶತಿಸಿಂಹಾಸನಾನಿ ತಿಷ್ಠನ್ತಿ ತೇಷು ಸಿಂಹಾಸನೇಷು ಚತುರ್ವಿಂಶತಿ ಪ್ರಾಚೀನಲೋಕಾ ಉಪವಿಷ್ಟಾಸ್ತೇ ಶುಭ್ರವಾಸಃಪರಿಹಿತಾಸ್ತೇಷಾಂ ಶಿರಾಂಸಿ ಚ ಸುವರ್ಣಕಿರೀಟೈ ರ್ಭೂಷಿತಾನಿ|
૪રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા.
5 ತಸ್ಯ ಸಿಂಹಾಸನಸ್ಯ ಮಧ್ಯಾತ್ ತಡಿತೋ ರವಾಃ ಸ್ತನಿತಾನಿ ಚ ನಿರ್ಗಚ್ಛನ್ತಿ ಸಿಂಹಾಸನಸ್ಯಾನ್ತಿಕೇ ಚ ಸಪ್ತ ದೀಪಾ ಜ್ವಲನ್ತಿ ತ ಈಶ್ವರಸ್ಯ ಸಪ್ತಾತ್ಮಾನಃ|
૫રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા જે ઈશ્વરના સાત આત્માઓ હતા.
6 ಅಪರಂ ಸಿಂಹಾಸನಸ್ಯಾನ್ತಿಕೇ ಸ್ಫಟಿಕತುಲ್ಯಃ ಕಾಚಮಯೋ ಜಲಾಶಯೋ ವಿದ್ಯತೇ, ಅಪರಮ್ ಅಗ್ರತಃ ಪಶ್ಚಾಚ್ಚ ಬಹುಚಕ್ಷುಷ್ಮನ್ತಶ್ಚತ್ವಾರಃ ಪ್ರಾಣಿನಃ ಸಿಂಹಸನಸ್ಯ ಮಧ್ಯೇ ಚತುರ್ದಿಕ್ಷು ಚ ವಿದ್ಯನ್ತೇ|
૬રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.
7 ತೇಷಾಂ ಪ್ರಥಮಃ ಪ್ರಾಣೀ ಸಿಂಹಾಕಾರೋ ದ್ವಿತೀಯಃ ಪ್ರಾಣೀ ಗೋವಾತ್ಸಾಕಾರಸ್ತೃತೀಯಃ ಪ್ರಾಣೀ ಮನುಷ್ಯವದ್ವದನವಿಶಿಷ್ಟಶ್ಚತುರ್ಥಶ್ಚ ಪ್ರಾಣೀ ಉಡ್ಡೀಯಮಾನಕುರರೋಪಮಃ|
૭પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું.
8 ತೇಷಾಂ ಚತುರ್ಣಾಮ್ ಏಕೈಕಸ್ಯ ಪ್ರಾಣಿನಃ ಷಟ್ ಪಕ್ಷಾಃ ಸನ್ತಿ ತೇ ಚ ಸರ್ವ್ವಾಙ್ಗೇಷ್ವಭ್ಯನ್ತರೇ ಚ ಬಹುಚಕ್ಷುರ್ವಿಶಿಷ್ಟಾಃ, ತೇ ದಿವಾನಿಶಂ ನ ವಿಶ್ರಾಮ್ಯ ಗದನ್ತಿ ಪವಿತ್ರಃ ಪವಿತ್ರಃ ಪವಿತ್ರಃ ಸರ್ವ್ವಶಕ್ತಿಮಾನ್ ವರ್ತ್ತಮಾನೋ ಭೂತೋ ಭವಿಷ್ಯಂಶ್ಚ ಪ್ರಭುಃ ಪರಮೇಶ್ವರಃ|
૮તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.
9 ಇತ್ಥಂ ತೈಃ ಪ್ರಾಣಿಭಿಸ್ತಸ್ಯಾನನ್ತಜೀವಿನಃ ಸಿಂಹಾಸನೋಪವಿಷ್ಟಸ್ಯ ಜನಸ್ಯ ಪ್ರಭಾವೇ ಗೌರವೇ ಧನ್ಯವಾದೇ ಚ ಪ್ರಕೀರ್ತ್ತಿತೇ (aiōn )
૯રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, (aiōn )
10 ತೇ ಚತುರ್ವಿಂಶತಿಪ್ರಾಚೀನಾ ಅಪಿ ತಸ್ಯ ಸಿಂಹಾಸನೋಪವಿಷ್ಟಸ್ಯಾನ್ತಿಕೇ ಪ್ರಣಿನತ್ಯ ತಮ್ ಅನನ್ತಜೀವಿನಂ ಪ್ರಣಮನ್ತಿ ಸ್ವೀಯಕಿರೀಟಾಂಶ್ಚ ಸಿಂಹಾಸನಸ್ಯಾನ್ತಿಕೇ ನಿಕ್ಷಿಪ್ಯ ವದನ್ತಿ, (aiōn )
૧૦ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, (aiōn )
11 ಹೇ ಪ್ರಭೋ ಈಶ್ವರಾಸ್ಮಾಕಂ ಪ್ರಭಾವಂ ಗೌರವಂ ಬಲಂ| ತ್ವಮೇವಾರ್ಹಸಿ ಸಮ್ಪ್ರಾಪ್ತುಂ ಯತ್ ಸರ್ವ್ವಂ ಸಸೃಜೇ ತ್ವಯಾ| ತವಾಭಿಲಾಷತಶ್ಚೈವ ಸರ್ವ್ವಂ ಸಮ್ಭೂಯ ನಿರ್ಮ್ಮಮೇ||
૧૧‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.’”