< ಇಬ್ರಿಣಃ 6 >
1 ವಯಂ ಮೃತಿಜನಕಕರ್ಮ್ಮಭ್ಯೋ ಮನಃಪರಾವರ್ತ್ತನಮ್ ಈಶ್ವರೇ ವಿಶ್ವಾಸೋ ಮಜ್ಜನಶಿಕ್ಷಣಂ ಹಸ್ತಾರ್ಪಣಂ ಮೃತಲೋಕಾನಾಮ್ ಉತ್ಥಾನಮ್
૧માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
2 ಅನನ್ತಕಾಲಸ್ಥಾಯಿವಿಚಾರಾಜ್ಞಾ ಚೈತೈಃ ಪುನರ್ಭಿತ್ತಿಮೂಲಂ ನ ಸ್ಥಾಪಯನ್ತಃ ಖ್ರೀಷ್ಟವಿಷಯಕಂ ಪ್ರಥಮೋಪದೇಶಂ ಪಶ್ಚಾತ್ಕೃತ್ಯ ಸಿದ್ಧಿಂ ಯಾವದ್ ಅಗ್ರಸರಾ ಭವಾಮ| (aiōnios )
૨બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. (aiōnios )
3 ಈಶ್ವರಸ್ಯಾನುಮತ್ಯಾ ಚ ತದ್ ಅಸ್ಮಾಭಿಃ ಕಾರಿಷ್ಯತೇ|
૩જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.
4 ಯ ಏಕಕೃತ್ವೋ ದೀಪ್ತಿಮಯಾ ಭೂತ್ವಾ ಸ್ವರ್ಗೀಯವರರಸಮ್ ಆಸ್ವದಿತವನ್ತಃ ಪವಿತ್ರಸ್ಯಾತ್ಮನೋಽಂಶಿನೋ ಜಾತಾ
૪કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
5 ಈಶ್ವರಸ್ಯ ಸುವಾಕ್ಯಂ ಭಾವಿಕಾಲಸ್ಯ ಶಕ್ತಿಞ್ಚಾಸ್ವದಿತವನ್ತಶ್ಚ ತೇ ಭ್ರಷ್ಟ್ವಾ ಯದಿ (aiōn )
૫જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, (aiōn )
6 ಸ್ವಮನೋಭಿರೀಶ್ವರಸ್ಯ ಪುತ್ರಂ ಪುನಃ ಕ್ರುಶೇ ಘ್ನನ್ತಿ ಲಜ್ಜಾಸ್ಪದಂ ಕುರ್ವ್ವತೇ ಚ ತರ್ಹಿ ಮನಃಪರಾವರ್ತ್ತನಾಯ ಪುನಸ್ತಾನ್ ನವೀನೀಕರ್ತ್ತುಂ ಕೋಽಪಿ ನ ಶಕ್ನೋತಿ|
૬અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
7 ಯತೋ ಯಾ ಭೂಮಿಃ ಸ್ವೋಪರಿ ಭೂಯಃ ಪತಿತಂ ವೃಷ್ಟಿಂ ಪಿವತೀ ತತ್ಫಲಾಧಿಕಾರಿಣಾಂ ನಿಮಿತ್ತಮ್ ಇಷ್ಟಾನಿ ಶಾಕಾದೀನ್ಯುತ್ಪಾದಯತಿ ಸಾ ಈಶ್ವರಾದ್ ಆಶಿಷಂ ಪ್ರಾಪ್ತಾ|
૭જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
8 ಕಿನ್ತು ಯಾ ಭೂಮಿ ರ್ಗೋಕ್ಷುರಕಣ್ಟಕವೃಕ್ಷಾನ್ ಉತ್ಪಾದಯತಿ ಸಾ ನ ಗ್ರಾಹ್ಯಾ ಶಾಪಾರ್ಹಾ ಚ ಶೇಷೇ ತಸ್ಯಾ ದಾಹೋ ಭವಿಷ್ಯತಿ|
૮પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
9 ಹೇ ಪ್ರಿಯತಮಾಃ, ಯದ್ಯಪಿ ವಯಮ್ ಏತಾದೃಶಂ ವಾಕ್ಯಂ ಭಾಷಾಮಹೇ ತಥಾಪಿ ಯೂಯಂ ತತ ಉತ್ಕೃಷ್ಟಾಃ ಪರಿತ್ರಾಣಪಥಸ್ಯ ಪಥಿಕಾಶ್ಚಾಧ್ವ ಇತಿ ವಿಶ್ವಸಾಮಃ|
૯પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
10 ಯತೋ ಯುಷ್ಮಾಭಿಃ ಪವಿತ್ರಲೋಕಾನಾಂ ಯ ಉಪಕಾರೋ ಽಕಾರಿ ಕ್ರಿಯತೇ ಚ ತೇನೇಶ್ವರಸ್ಯ ನಾಮ್ನೇ ಪ್ರಕಾಶಿತಂ ಪ್ರೇಮ ಶ್ರಮಞ್ಚ ವಿಸ್ಮರ್ತ್ತುಮ್ ಈಶ್ವರೋಽನ್ಯಾಯಕಾರೀ ನ ಭವತಿ|
૧૦કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
11 ಅಪರಂ ಯುಷ್ಮಾಕಮ್ ಏಕೈಕೋ ಜನೋ ಯತ್ ಪ್ರತ್ಯಾಶಾಪೂರಣಾರ್ಥಂ ಶೇಷಂ ಯಾವತ್ ತಮೇವ ಯತ್ನಂ ಪ್ರಕಾಶಯೇದಿತ್ಯಹಮ್ ಇಚ್ಛಾಮಿ|
૧૧અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,
12 ಅತಃ ಶಿಥಿಲಾ ನ ಭವತ ಕಿನ್ತು ಯೇ ವಿಶ್ವಾಸೇನ ಸಹಿಷ್ಣುತಯಾ ಚ ಪ್ರತಿಜ್ಞಾನಾಂ ಫಲಾಧಿಕಾರಿಣೋ ಜಾತಾಸ್ತೇಷಾಮ್ ಅನುಗಾಮಿನೋ ಭವತ|
૧૨માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
13 ಈಶ್ವರೋ ಯದಾ ಇಬ್ರಾಹೀಮೇ ಪ್ರತ್ಯಜಾನಾತ್ ತದಾ ಶ್ರೇಷ್ಠಸ್ಯ ಕಸ್ಯಾಪ್ಯಪರಸ್ಯ ನಾಮ್ನಾ ಶಪಥಂ ಕರ್ತ್ತುಂ ನಾಶಕ್ನೋತ್, ಅತೋ ಹೇತೋಃ ಸ್ವನಾಮ್ನಾ ಶಪಥಂ ಕೃತ್ವಾ ತೇನೋಕ್ತಂ ಯಥಾ,
૧૩કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
14 "ಸತ್ಯಮ್ ಅಹಂ ತ್ವಾಮ್ ಆಶಿಷಂ ಗದಿಷ್ಯಾಮಿ ತವಾನ್ವಯಂ ವರ್ದ್ಧಯಿಷ್ಯಾಮಿ ಚ| "
૧૪ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
15 ಅನೇನ ಪ್ರಕಾರೇಣ ಸ ಸಹಿಷ್ಣುತಾಂ ವಿಧಾಯ ತಸ್ಯಾಃ ಪ್ರತ್ಯಾಶಾಯಾಃ ಫಲಂ ಲಬ್ಧವಾನ್|
૧૫એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
16 ಅಥ ಮಾನವಾಃ ಶ್ರೇಷ್ಠಸ್ಯ ಕಸ್ಯಚಿತ್ ನಾಮ್ನಾ ಶಪನ್ತೇ, ಶಪಥಶ್ಚ ಪ್ರಮಾಣಾರ್ಥಂ ತೇಷಾಂ ಸರ್ವ್ವವಿವಾದಾನ್ತಕೋ ಭವತಿ|
૧૬માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે.
17 ಇತ್ಯಸ್ಮಿನ್ ಈಶ್ವರಃ ಪ್ರತಿಜ್ಞಾಯಾಃ ಫಲಾಧಿಕಾರಿಣಃ ಸ್ವೀಯಮನ್ತ್ರಣಾಯಾ ಅಮೋಘತಾಂ ಬಾಹುಲ್ಯತೋ ದರ್ಶಯಿತುಮಿಚ್ಛನ್ ಶಪಥೇನ ಸ್ವಪ್ರತಿಜ್ಞಾಂ ಸ್ಥಿರೀಕೃತವಾನ್|
૧૭તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
18 ಅತಏವ ಯಸ್ಮಿನ್ ಅನೃತಕಥನಮ್ ಈಶ್ವರಸ್ಯ ನ ಸಾಧ್ಯಂ ತಾದೃಶೇನಾಚಲೇನ ವಿಷಯದ್ವಯೇನ ಸಮ್ಮುಖಸ್ಥರಕ್ಷಾಸ್ಥಲಸ್ಯ ಪ್ರಾಪ್ತಯೇ ಪಲಾಯಿತಾನಾಮ್ ಅಸ್ಮಾಕಂ ಸುದೃಢಾ ಸಾನ್ತ್ವನಾ ಜಾಯತೇ|
૧૮એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
19 ಸಾ ಪ್ರತ್ಯಾಶಾಸ್ಮಾಕಂ ಮನೋನೌಕಾಯಾ ಅಚಲೋ ಲಙ್ಗರೋ ಭೂತ್ವಾ ವಿಚ್ಛೇದಕವಸ್ತ್ರಸ್ಯಾಭ್ಯನ್ತರಂ ಪ್ರವಿಷ್ಟಾ|
૧૯તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
20 ತತ್ರೈವಾಸ್ಮಾಕಮ್ ಅಗ್ರಸರೋ ಯೀಶುಃ ಪ್ರವಿಶ್ಯ ಮಲ್ಕೀಷೇದಕಃ ಶ್ರೇಣ್ಯಾಂ ನಿತ್ಯಸ್ಥಾಯೀ ಯಾಜಕೋಽಭವತ್| (aiōn )
૨૦ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. (aiōn )