< ಪ್ರೇರಿತಾಃ 14 >
1 ತೌ ದ್ವೌ ಜನೌ ಯುಗಪದ್ ಇಕನಿಯನಗರಸ್ಥಯಿಹೂದೀಯಾನಾಂ ಭಜನಭವನಂ ಗತ್ವಾ ಯಥಾ ಬಹವೋ ಯಿಹೂದೀಯಾ ಅನ್ಯದೇಶೀಯಲೋಕಾಶ್ಚ ವ್ಯಶ್ವಸನ್ ತಾದೃಶೀಂ ಕಥಾಂ ಕಥಿತವನ್ತೌ|
૧ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.
2 ಕಿನ್ತು ವಿಶ್ವಾಸಹೀನಾ ಯಿಹೂದೀಯಾ ಅನ್ಯದೇಶೀಯಲೋಕಾನ್ ಕುಪ್ರವೃತ್ತಿಂ ಗ್ರಾಹಯಿತ್ವಾ ಭ್ರಾತೃಗಣಂ ಪ್ರತಿ ತೇಷಾಂ ವೈರಂ ಜನಿತವನ್ತಃ|
૨પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
3 ಅತಃ ಸ್ವಾನುಗ್ರಹಕಥಾಯಾಃ ಪ್ರಮಾಣಂ ದತ್ವಾ ತಯೋ ರ್ಹಸ್ತೈ ರ್ಬಹುಲಕ್ಷಣಮ್ ಅದ್ಭುತಕರ್ಮ್ಮ ಚ ಪ್ರಾಕಾಶಯದ್ ಯಃ ಪ್ರಭುಸ್ತಸ್ಯ ಕಥಾ ಅಕ್ಷೋಭೇನ ಪ್ರಚಾರ್ಯ್ಯ ತೌ ತತ್ರ ಬಹುದಿನಾನಿ ಸಮವಾತಿಷ್ಠೇತಾಂ|
૩તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
4 ಕಿನ್ತು ಕಿಯನ್ತೋ ಲೋಕಾ ಯಿಹೂದೀಯಾನಾಂ ಸಪಕ್ಷಾಃ ಕಿಯನ್ತೋ ಲೋಕಾಃ ಪ್ರೇರಿತಾನಾಂ ಸಪಕ್ಷಾ ಜಾತಾಃ, ಅತೋ ನಾಗರಿಕಜನನಿವಹಮಧ್ಯೇ ಭಿನ್ನವಾಕ್ಯತ್ವಮ್ ಅಭವತ್|
૪પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
5 ಅನ್ಯದೇಶೀಯಾ ಯಿಹೂದೀಯಾಸ್ತೇಷಾಮ್ ಅಧಿಪತಯಶ್ಚ ದೌರಾತ್ಮ್ಯಂ ಕುತ್ವಾ ತೌ ಪ್ರಸ್ತರೈರಾಹನ್ತುಮ್ ಉದ್ಯತಾಃ|
૫તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
6 ತೌ ತದ್ವಾರ್ತ್ತಾಂ ಪ್ರಾಪ್ಯ ಪಲಾಯಿತ್ವಾ ಲುಕಾಯನಿಯಾದೇಶಸ್ಯಾನ್ತರ್ವ್ವರ್ತ್ತಿಲುಸ್ತ್ರಾದರ್ಬ್ಬೋ
૬ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
7 ತತ್ಸಮೀಪಸ್ಥದೇಶಞ್ಚ ಗತ್ವಾ ತತ್ರ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರಯತಾಂ|
૭ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
8 ತತ್ರೋಭಯಪಾದಯೋಶ್ಚಲನಶಕ್ತಿಹೀನೋ ಜನ್ಮಾರಭ್ಯ ಖಞ್ಜಃ ಕದಾಪಿ ಗಮನಂ ನಾಕರೋತ್ ಏತಾದೃಶ ಏಕೋ ಮಾನುಷೋ ಲುಸ್ತ್ರಾನಗರ ಉಪವಿಶ್ಯ ಪೌಲಸ್ಯ ಕಥಾಂ ಶ್ರುತವಾನ್|
૮લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
9 ಏತಸ್ಮಿನ್ ಸಮಯೇ ಪೌಲಸ್ತಮ್ಪ್ರತಿ ದೃಷ್ಟಿಂ ಕೃತ್ವಾ ತಸ್ಯ ಸ್ವಾಸ್ಥ್ಯೇ ವಿಶ್ವಾಸಂ ವಿದಿತ್ವಾ ಪ್ರೋಚ್ಚೈಃ ಕಥಿತವಾನ್
૯તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
10 ಪದ್ಭ್ಯಾಮುತ್ತಿಷ್ಠನ್ ಋಜು ರ್ಭವ| ತತಃ ಸ ಉಲ್ಲಮ್ಫಂ ಕೃತ್ವಾ ಗಮನಾಗಮನೇ ಕುತವಾನ್|
૧૦એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
11 ತದಾ ಲೋಕಾಃ ಪೌಲಸ್ಯ ತತ್ ಕಾರ್ಯ್ಯಂ ವಿಲೋಕ್ಯ ಲುಕಾಯನೀಯಭಾಷಯಾ ಪ್ರೋಚ್ಚೈಃ ಕಥಾಮೇತಾಂ ಕಥಿತವನ್ತಃ, ದೇವಾ ಮನುಷ್ಯರೂಪಂ ಧೃತ್ವಾಸ್ಮಾಕಂ ಸಮೀಪಮ್ ಅವಾರೋಹನ್|
૧૧પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.
12 ತೇ ಬರ್ಣಬ್ಬಾಂ ಯೂಪಿತರಮ್ ಅವದನ್ ಪೌಲಶ್ಚ ಮುಖ್ಯೋ ವಕ್ತಾ ತಸ್ಮಾತ್ ತಂ ಮರ್ಕುರಿಯಮ್ ಅವದನ್|
૧૨તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.
13 ತಸ್ಯ ನಗರಸ್ಯ ಸಮ್ಮುಖೇ ಸ್ಥಾಪಿತಸ್ಯ ಯೂಪಿತರವಿಗ್ರಹಸ್ಯ ಯಾಜಕೋ ವೃಷಾನ್ ಪುಷ್ಪಮಾಲಾಶ್ಚ ದ್ವಾರಸಮೀಪಮ್ ಆನೀಯ ಲೋಕೈಃ ಸರ್ದ್ಧಂ ತಾವುದ್ದಿಶ್ಯ ಸಮುತ್ಸೃಜ್ಯ ದಾತುಮ್ ಉದ್ಯತಃ|
૧૩ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
14 ತದ್ವಾರ್ತ್ತಾಂ ಶ್ರುತ್ವಾ ಬರ್ಣಬ್ಬಾಪೌಲೌ ಸ್ವೀಯವಸ್ತ್ರಾಣಿ ಛಿತ್ವಾ ಲೋಕಾನಾಂ ಮಧ್ಯಂ ವೇಗೇನ ಪ್ರವಿಶ್ಯ ಪ್ರೋಚ್ಚೈಃ ಕಥಿತವನ್ತೌ,
૧૪પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,
15 ಹೇ ಮಹೇಚ್ಛಾಃ ಕುತ ಏತಾದೃಶಂ ಕರ್ಮ್ಮ ಕುರುಥ? ಆವಾಮಪಿ ಯುಷ್ಮಾದೃಶೌ ಸುಖದುಃಖಭೋಗಿನೌ ಮನುಷ್ಯೌ, ಯುಯಮ್ ಏತಾಃ ಸರ್ವ್ವಾ ವೃಥಾಕಲ್ಪನಾಃ ಪರಿತ್ಯಜ್ಯ ಯಥಾ ಗಗಣವಸುನ್ಧರಾಜಲನಿಧೀನಾಂ ತನ್ಮಧ್ಯಸ್ಥಾನಾಂ ಸರ್ವ್ವೇಷಾಞ್ಚ ಸ್ರಷ್ಟಾರಮಮರಮ್ ಈಶ್ವರಂ ಪ್ರತಿ ಪರಾವರ್ತ್ತಧ್ವೇ ತದರ್ಥಮ್ ಆವಾಂ ಯುಷ್ಮಾಕಂ ಸನ್ನಿಧೌ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರಯಾವಃ|
૧૫‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
16 ಸ ಈಶ್ವರಃ ಪೂರ್ವ್ವಕಾಲೇ ಸರ್ವ್ವದೇಶೀಯಲೋಕಾನ್ ಸ್ವಸ್ವಮಾರ್ಗೇ ಚಲಿತುಮನುಮತಿಂ ದತ್ತವಾನ್,
૧૬તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.
17 ತಥಾಪಿ ಆಕಾಶಾತ್ ತೋಯವರ್ಷಣೇನ ನಾನಾಪ್ರಕಾರಶಸ್ಯೋತ್ಪತ್ಯಾ ಚ ಯುಷ್ಮಾಕಂ ಹಿತೈಷೀ ಸನ್ ಭಕ್ಷ್ಯೈರಾನನದೇನ ಚ ಯುಷ್ಮಾಕಮ್ ಅನ್ತಃಕರಣಾನಿ ತರ್ಪಯನ್ ತಾನಿ ದಾನಾನಿ ನಿಜಸಾಕ್ಷಿಸ್ವರೂಪಾಣಿ ಸ್ಥಪಿತವಾನ್|
૧૭તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
18 ಕಿನ್ತು ತಾದೃಶಾಯಾಂ ಕಥಾಯಾಂ ಕಥಿತಾಯಾಮಪಿ ತಯೋಃ ಸಮೀಪ ಉತ್ಸರ್ಜನಾತ್ ಲೋಕನಿವಹಂ ಪ್ರಾಯೇಣ ನಿವರ್ತ್ತಯಿತುಂ ನಾಶಕ್ನುತಾಮ್|
૧૮પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
19 ಆನ್ತಿಯಖಿಯಾ-ಇಕನಿಯನಗರಾಭ್ಯಾಂ ಕತಿಪಯಯಿಹೂದೀಯಲೋಕಾ ಆಗತ್ಯ ಲೋಕಾನ್ ಪ್ರಾವರ್ತ್ತಯನ್ತ ತಸ್ಮಾತ್ ತೈ ಪೌಲಂ ಪ್ರಸ್ತರೈರಾಘ್ನನ್ ತೇನ ಸ ಮೃತ ಇತಿ ವಿಜ್ಞಾಯ ನಗರಸ್ಯ ಬಹಿಸ್ತಮ್ ಆಕೃಷ್ಯ ನೀತವನ್ತಃ|
૧૯પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.
20 ಕಿನ್ತು ಶಿಷ್ಯಗಣೇ ತಸ್ಯ ಚತುರ್ದಿಶಿ ತಿಷ್ಠತಿ ಸತಿ ಸ ಸ್ವಯಮ್ ಉತ್ಥಾಯ ಪುನರಪಿ ನಗರಮಧ್ಯಂ ಪ್ರಾವಿಶತ್ ತತ್ಪರೇಽಹನಿ ಬರ್ಣಬ್ಬಾಸಹಿತೋ ದರ್ಬ್ಬೀನಗರಂ ಗತವಾನ್|
૨૦પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
21 ತತ್ರ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರ್ಯ್ಯ ಬಹುಲೋಕಾನ್ ಶಿಷ್ಯಾನ್ ಕೃತ್ವಾ ತೌ ಲುಸ್ತ್ರಾಮ್ ಇಕನಿಯಮ್ ಆನ್ತಿಯಖಿಯಾಞ್ಚ ಪರಾವೃತ್ಯ ಗತೌ|
૨૧તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા,
22 ಬಹುದುಃಖಾನಿ ಭುಕ್ತ್ವಾಪೀಶ್ವರರಾಜ್ಯಂ ಪ್ರವೇಷ್ಟವ್ಯಮ್ ಇತಿ ಕಾರಣಾದ್ ಧರ್ಮ್ಮಮಾರ್ಗೇ ಸ್ಥಾತುಂ ವಿನಯಂ ಕೃತ್ವಾ ಶಿಷ್ಯಗಣಸ್ಯ ಮನಃಸ್ಥೈರ್ಯ್ಯಮ್ ಅಕುರುತಾಂ|
૨૨શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
23 ಮಣ್ಡಲೀನಾಂ ಪ್ರಾಚೀನವರ್ಗಾನ್ ನಿಯುಜ್ಯ ಪ್ರಾರ್ಥನೋಪವಾಸೌ ಕೃತ್ವಾ ಯತ್ಪ್ರಭೌ ತೇ ವ್ಯಶ್ವಸನ್ ತಸ್ಯ ಹಸ್ತೇ ತಾನ್ ಸಮರ್ಪ್ಯ
૨૩તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.
24 ಪಿಸಿದಿಯಾಮಧ್ಯೇನ ಪಾಮ್ಫುಲಿಯಾದೇಶಂ ಗತವನ್ತೌ|
૨૪પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
25 ಪಶ್ಚಾತ್ ಪರ್ಗಾನಗರಂ ಗತ್ವಾ ಸುಸಂವಾದಂ ಪ್ರಚಾರ್ಯ್ಯ ಅತ್ತಾಲಿಯಾನಗರಂ ಪ್ರಸ್ಥಿತವನ್ತೌ|
૨૫અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
26 ತಸ್ಮಾತ್ ಸಮುದ್ರಪಥೇನ ಗತ್ವಾ ತಾಭ್ಯಾಂ ಯತ್ ಕರ್ಮ್ಮ ಸಮ್ಪನ್ನಂ ತತ್ಕರ್ಮ್ಮ ಸಾಧಯಿತುಂ ಯನ್ನಗರೇ ದಯಾಲೋರೀಶ್ವರಸ್ಯ ಹಸ್ತೇ ಸಮರ್ಪಿತೌ ಜಾತೌ ತದ್ ಆನ್ತಿಯಖಿಯಾನಗರಂ ಗತವನ್ತಾ|
૨૬પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
27 ತತ್ರೋಪಸ್ಥಾಯ ತನ್ನಗರಸ್ಥಮಣ್ಡಲೀಂ ಸಂಗೃಹ್ಯ ಸ್ವಾಭ್ಯಾಮ ಈಶ್ವರೋ ಯದ್ಯತ್ ಕರ್ಮ್ಮಕರೋತ್ ತಥಾ ಯೇನ ಪ್ರಕಾರೇಣ ಭಿನ್ನದೇಶೀಯಲೋಕಾನ್ ಪ್ರತಿ ವಿಶ್ವಾಸರೂಪದ್ವಾರಮ್ ಅಮೋಚಯದ್ ಏತಾನ್ ಸರ್ವ್ವವೃತ್ತಾನ್ತಾನ್ ತಾನ್ ಜ್ಞಾಪಿತವನ್ತೌ|
૨૭તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
28 ತತಸ್ತೌ ಶಿರ್ಯ್ಯೈಃ ಸಾರ್ದ್ಧಂ ತತ್ರ ಬಹುದಿನಾನಿ ನ್ಯವಸತಾಮ್|
૨૮શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.