< ယောဟနး 4 >
1 ယီၑုး သွယံ နာမဇ္ဇယတ် ကေဝလံ တသျ ၑိၐျာ အမဇ္ဇယတ် ကိန္တု ယောဟနော'ဓိကၑိၐျာန် သ ကရောတိ မဇ္ဇယတိ စ,
૧હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
2 ဖိရူၑိန ဣမာံ ဝါရ္တ္တာမၑၖဏွန် ဣတိ ပြဘုရဝဂတျ
૨ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
3 ယိဟူဒီယဒေၑံ ဝိဟာယ ပုန ရ္ဂာလီလမ် အာဂတ်၊
૩ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
4 တတး ၑောမိရောဏပြဒေၑသျ မဒျေန တေန ဂန္တဝျေ သတိ
૪સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
5 ယာကူဗ် နိဇပုတြာယ ယူၐဖေ ယာံ ဘူမိမ် အဒဒါတ် တတ္သမီပသ္ထာယိ ၑောမိရောဏပြဒေၑသျ သုခါရ် နာမ္နာ ဝိချာတသျ နဂရသျ သန္နိဓာဝုပါသ္ထာတ်၊
૫માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
6 တတြ ယာကူဗး ပြဟိရာသီတ်; တဒါ ဒွိတီယယာမဝေလာယာံ ဇာတာယာံ သ မာရ္ဂေ ၑြမာပန္နသ္တသျ ပြဟေး ပါရ္ၑွေ ဥပါဝိၑတ်၊
૬ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
7 ဧတရှိ ကာစိတ် ၑောမိရောဏီယာ ယောၐိတ် တောယောတ္တောလနာရ္ထမ် တတြာဂမတ္
૭એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”
8 တဒါ ၑိၐျား ခါဒျဒြဝျာဏိ ကြေတုံ နဂရမ် အဂစ္ဆန်၊
૮તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.
9 ယီၑုး ၑောမိရောဏီယာံ တာံ ယောၐိတမ် ဝျာဟာရ္ၐီတ် မဟျံ ကိဉ္စိတ် ပါနီယံ ပါတုံ ဒေဟိ၊ ကိန္တု ၑောမိရောဏီယဲး သာကံ ယိဟူဒီယလောကာ န ဝျဝါဟရန် တသ္မာဒ္ဓေတေား သာကထယတ် ၑောမိရောဏီယာ ယောၐိတဒဟံ တွံ ယိဟူဒီယောသိ ကထံ မတ္တး ပါနီယံ ပါတုမ် ဣစ္ဆသိ?
૯ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.
10 တတော ယီၑုရဝဒဒ် ဤၑွရသျ ယဒ္ဒါနံ တတ္ကီဒၖက် ပါနီယံ ပါတုံ မဟျံ ဒေဟိ ယ ဣတ္ထံ တွာံ ယာစတေ သ ဝါ က ဣတိ စေဒဇ္ဉာသျထာသ္တရှိ တမယာစိၐျထား သ စ တုဘျမမၖတံ တောယမဒါသျတ်၊
૧૦ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”
11 တဒါ သာ သီမန္တိနီ ဘာၐိတဝတိ, ဟေ မဟေစ္ဆ ပြဟိရ္ဂမ္ဘီရော ဘဝတော နီရောတ္တောလနပါတြံ နာသ္တီ စ တသ္မာတ် တဒမၖတံ ကီလာလံ ကုတး ပြာပ္သျသိ?
૧૧સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
12 ယောသ္မဘျမ် ဣမမန္ဓူံ ဒဒေါ်, ယသျ စ ပရိဇနာ ဂေါမေၐာဒယၑ္စ သရွွေ'သျ ပြဟေး ပါနီယံ ပပုရေတာဒၖၑော ယောသ္မာကံ ပူရွွပုရုၐော ယာကူဗ် တသ္မာဒပိ ဘဝါန် မဟာန် ကိံ?
૧૨અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”
13 တတော ယီၑုရကထယဒ် ဣဒံ ပါနီယံ သး ပိဝတိ သ ပုနသ္တၖၐာရ္တ္တော ဘဝိၐျတိ,
૧૩ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
14 ကိန္တု မယာ ဒတ္တံ ပါနီယံ ယး ပိဝတိ သ ပုနး ကဒါပိ တၖၐာရ္တ္တော န ဘဝိၐျတိ၊ မယာ ဒတ္တမ် ဣဒံ တောယံ တသျာန္တး ပြသြဝဏရူပံ ဘူတွာ အနန္တာယုရျာဝတ် သြောၐျတိ၊ (aiōn , aiōnios )
૧૪પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’” (aiōn , aiōnios )
15 တဒါ သာ ဝနိတာကထယတ် ဟေ မဟေစ္ဆ တရှိ မမ ပုနး ပီပါသာ ယထာ န ဇာယတေ တောယောတ္တောလနာယ ယထာတြာဂမနံ န ဘဝတိ စ တဒရ္ထံ မဟျံ တတ္တောယံ ဒေဟီ၊
૧૫સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’”
16 တတော ယီၑူရဝဒဒျာဟိ တဝ ပတိမာဟူယ သ္ထာနေ'တြာဂစ္ဆ၊
૧૬ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”
17 သာ ဝါမာဝဒတ် မမ ပတိရ္နာသ္တိ၊ ယီၑုရဝဒတ် မမ ပတိရ္နာသ္တီတိ ဝါကျံ ဘဒြမဝေါစး၊
૧૭સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’”
18 ယတသ္တဝ ပဉ္စ ပတယောဘဝန် အဓုနာ တု တွယာ သာရ္ဒ္ဓံ ယသ္တိၐ္ဌတိ သ တဝ ဘရ္တ္တာ န ဝါကျမိဒံ သတျမဝါဒိး၊
૧૮ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
19 တဒါ သာ မဟိလာ ဂဒိတဝတိ ဟေ မဟေစ္ဆ ဘဝါန် ဧကော ဘဝိၐျဒွါဒီတိ ဗုဒ္ဓံ မယာ၊
૧૯સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
20 အသ္မာကံ ပိတၖလောကာ ဧတသ္မိန် ၑိလောစ္စယေ'ဘဇန္တ, ကိန္တု ဘဝဒ္ဘိရုစျတေ ယိရူၑာလမ် နဂရေ ဘဇနယောဂျံ သ္ထာနမာသ္တေ၊
૨૦અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”
21 ယီၑုရဝေါစတ် ဟေ ယောၐိတ် မမ ဝါကျေ ဝိၑွသိဟိ ယဒါ ယူယံ ကေဝလၑဲလေ'သ္မိန် ဝါ ယိရူၑာလမ် နဂရေ ပိတုရ္ဘဇနံ န ကရိၐျဓွေ ကာလ ဧတာဒၖၑ အာယာတိ၊
૨૧ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
22 ယူယံ ယံ ဘဇဓွေ တံ န ဇာနီထ, ကိန္တု ဝယံ ယံ ဘဇာမဟေ တံ ဇာနီမဟေ, ယတော ယိဟူဒီယလောကာနာံ မဓျာတ် ပရိတြာဏံ ဇာယတေ၊
૨૨જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
23 ကိန္တု ယဒါ သတျဘက္တာ အာတ္မနာ သတျရူပေဏ စ ပိတုရ္ဘဇနံ ကရိၐျန္တေ သမယ ဧတာဒၖၑ အာယာတိ, ဝရမ် ဣဒါနီမပိ ဝိဒျတေ; ယတ ဧတာဒၖၑော ဘတ္ကာန် ပိတာ စေၐ္ဋတေ၊
૨૩પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
24 ဤၑွရ အာတ္မာ; တတသ္တသျ ယေ ဘက္တာသ္တဲး သ အာတ္မနာ သတျရူပေဏ စ ဘဇနီယး၊
૨૪ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”
25 တဒါ သာ မဟိလာဝါဒီတ် ခြီၐ္ဋနာမ္နာ ဝိချာတော'ဘိၐိက္တး ပုရုၐ အာဂမိၐျတီတိ ဇာနာမိ သ စ သရွွား ကထာ အသ္မာန် ဇ္ဉာပယိၐျတိ၊
૨૫સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’”
26 တတော ယီၑုရဝဒတ် တွယာ သာရ္ဒ္ဓံ ကထနံ ကရောမိ ယော'ဟမ် အဟမေဝ သ ပုရုၐး၊
૨૬ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”
27 ဧတသ္မိန် သမယေ ၑိၐျာ အာဂတျ တထာ သ္တြိယာ သာရ္ဒ္ဓံ တသျ ကထောပကထနေ မဟာၑ္စရျျမ် အမနျန္တ တထာပိ ဘဝါန် ကိမိစ္ဆတိ? ယဒွါ ကိမရ္ထမ် ဧတယာ သာရ္ဒ္ဓံ ကထာံ ကထယတိ? ဣတိ ကောပိ နာပၖစ္ဆတ်၊
૨૭એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”
28 တတး ပရံ သာ နာရီ ကလၑံ သ္ထာပယိတွာ နဂရမဓျံ ဂတွာ လောကေဘျောကထာယဒ္
૨૮પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
29 အဟံ ယဒျတ် ကရ္မ္မာကရဝံ တတ္သရွွံ မဟျမကထယဒ် ဧတာဒၖၑံ မာနဝမေကမ် အာဂတျ ပၑျတ ရု ကိမ် အဘိၐိက္တော န ဘဝတိ?
૨૯‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’”
30 တတသ္တေ နဂရာဒ် ဗဟိရာဂတျ တာတသျ သမီပမ် အာယန်၊
૩૦ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
31 ဧတရှိ ၑိၐျား သာဓယိတွာ တံ ဝျာဟာရ္ၐုး ဟေ ဂုရော ဘဝါန် ကိဉ္စိဒ် ဘူက္တာံ၊
૩૧તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’”
32 တတး သောဝဒဒ် ယုၐ္မာဘိရျန္န ဇ္ဉာယတေ တာဒၖၑံ ဘက္ၐျံ မမာသ္တေ၊
૩૨પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’”
33 တဒါ ၑိၐျား ပရသ္ပရံ ပြၐ္ဋုမ် အာရမ္ဘန္တ, ကိမသ္မဲ ကောပိ ကိမပိ ဘက္ၐျမာနီယ ဒတ္တဝါန်?
૩૩શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”
34 ယီၑုရဝေါစတ် မတ္ပြေရကသျာဘိမတာနုရူပကရဏံ တသျဲဝ ကရ္မ္မသိဒ္ဓိကာရဏဉ္စ မမ ဘက္ၐျံ၊
૩૪ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”
35 မာသစတုၐ္ဋယေ ဇာတေ ၑသျကရ္တ္တနသမယော ဘဝိၐျတီတိ ဝါကျံ ယုၐ္မာဘိး ကိံ နောဒျတေ? ကိန္တွဟံ ဝဒါမိ, ၑိရ ဥတ္တောလျ က္ၐေတြာဏိ ပြတိ နိရီက္ၐျ ပၑျတ, ဣဒါနီံ ကရ္တ္တနယောဂျာနိ ၑုက္လဝရ္ဏာနျဘဝန်၊
૩૫તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
36 ယၑ္ဆိနတ္တိ သ ဝေတနံ လဘတေ အနန္တာယုးသွရူပံ ၑသျံ သ ဂၖဟ္လာတိ စ, တေနဲဝ ဝပ္တာ ဆေတ္တာ စ ယုဂပဒ် အာနန္ဒတး၊ (aiōnios )
૩૬જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે. (aiōnios )
37 ဣတ္ထံ သတိ ဝပတျေကၑ္ဆိနတျနျ ဣတိ ဝစနံ သိဒ္ဓျတိ၊
૩૭કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’”
38 ယတြ ယူယံ န ပရျျၑြာမျတ တာဒၖၑံ ၑသျံ ဆေတ္တုံ ယုၐ္မာန် ပြဲရယမ် အနျေ ဇနားပရျျၑြာမျန် ယူယံ တေၐာံ ၑြဂသျ ဖလမ် အလဘဓွမ်၊
૩૮જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”
39 ယသ္မိန် ကာလေ ယဒျတ် ကရ္မ္မာကာရ္ၐံ တတ္သရွွံ သ မဟျမ် အကထယတ် တသျာ ဝနိတာယာ ဣဒံ သာက္ၐျဝါကျံ ၑြုတွာ တန္နဂရနိဝါသိနော ဗဟဝး ၑောမိရောဏီယလောကာ ဝျၑွသန်၊
૩૯જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
40 တထာ စ တသျာန္တိကေ သမုပသ္ထာယ သွေၐာံ သန္နိဓော် ကတိစိဒ် ဒိနာနိ သ္ထာတုံ တသ္မိန် ဝိနယမ် အကုရွွာန တသ္မာတ် သ ဒိနဒွယံ တတ္သ္ထာနေ နျဝၐ္ဋတ္
૪૦સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
41 တတသ္တသျောပဒေၑေန ဗဟဝေါ'ပရေ ဝိၑွသျ
૪૧તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;
42 တာံ ယောၐာမဝဒန် ကေဝလံ တဝ ဝါကျေန ပြတီမ ဣတိ န, ကိန္တု သ ဇဂတော'ဘိၐိက္တသ္တြာတေတိ တသျ ကထာံ ၑြုတွာ ဝယံ သွယမေဝါဇ္ဉာသမဟိ၊
૪૨તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”
43 သွဒေၑေ ဘဝိၐျဒွက္တုး သတ္ကာရော နာသ္တီတိ ယဒျပိ ယီၑုး ပြမာဏံ ဒတွာကထယတ္
૪૩બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.
44 တထာပိ ဒိဝသဒွယာတ် ပရံ သ တသ္မာတ် သ္ထာနာဒ် ဂါလီလံ ဂတဝါန်၊
૪૪કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’”
45 အနန္တရံ ယေ ဂါလီလီ လိယလောကာ ဥတ္သဝေ ဂတာ ဥတ္သဝသမယေ ယိရူၑလမ် နဂရေ တသျ သရွွား ကြိယာ အပၑျန် တေ ဂါလီလမ် အာဂတံ တမ် အာဂၖဟ္လန်၊
૪૫જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46 တတး ပရမ် ယီၑု ရျသ္မိန် ကာန္နာနဂရေ ဇလံ ဒြာက္ၐာရသမ် အာကရောတ် တတ် သ္ထာနံ ပုနရဂါတ်၊ တသ္မိန္နေဝ သမယေ ကသျစိဒ် ရာဇသဘာသ္တာရသျ ပုတြး ကဖရ္နာဟူမပုရီ ရောဂဂြသ္တ အာသီတ်၊
૪૬ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.
47 သ ယေဟူဒီယဒေၑာဒ် ယီၑော ရ္ဂာလီလာဂမနဝါရ္တ္တာံ နိၑမျ တသျ သမီပံ ဂတွာ ပြာရ္ထျ ဝျာဟၖတဝါန် မမ ပုတြသျ ပြာယေဏ ကာလ အာသန္နး ဘဝါန် အာဂတျ တံ သွသ္ထံ ကရောတု၊
૪૭તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.
48 တဒါ ယီၑုရကထယဒ် အာၑ္စရျျံ ကရ္မ္မ စိတြံ စိဟ္နံ စ န ဒၖၐ္ဋာ ယူယံ န ပြတျေၐျထ၊
૪૮ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’”
49 တတး သ သဘာသဒဝဒတ် ဟေ မဟေစ္ဆ မမ ပုတြေ န မၖတေ ဘဝါနာဂစ္ဆတု၊
૪૯તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’”
50 ယီၑုသ္တမဝဒဒ် ဂစ္ဆ တဝ ပုတြော'ဇီဝီတ် တဒါ ယီၑုနောက္တဝါကျေ သ ဝိၑွသျ ဂတဝါန်၊
૫૦ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
51 ဂမနကာလေ မာရ္ဂမဓျေ ဒါသာသ္တံ သာက္ၐာတ္ပြာပျာဝဒန် ဘဝတး ပုတြော'ဇီဝီတ်၊
૫૧તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’”
52 တတး ကံ ကာလမာရဘျ ရောဂပြတီကာရာရမ္ဘော ဇာတာ ဣတိ ပၖၐ္ဋေ တဲရုက္တံ ဟျး သာရ္ဒ္ဓဒဏ္ဍဒွယာဓိကဒွိတီယယာမေ တသျ ဇွရတျာဂေါ'ဘဝတ်၊
૫૨તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”
53 တဒါ ယီၑုသ္တသ္မိန် က္ၐဏေ ပြောက္တဝါန် တဝ ပုတြော'ဇီဝီတ် ပိတာ တဒ္ဗုဒ္ဓွာ သပရိဝါရော ဝျၑွသီတ်၊
૫૩તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
54 ယိဟူဒီယဒေၑာဒ် အာဂတျ ဂါလီလိ ယီၑုရေတဒ် ဒွိတီယမ် အာၑ္စရျျကရ္မ္မာကရောတ်၊
૫૪ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.