< ယောဟနး 10 >

1 အဟံ ယုၐ္မာနတိယထာရ္ထံ ဝဒါမိ, ယော ဇနော ဒွါရေဏ န ပြဝိၑျ ကေနာပျနျေန မေၐဂၖဟံ ပြဝိၑတိ သ ဧဝ သ္တေနော ဒသျုၑ္စ၊
હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.
2 ယော ဒွါရေဏ ပြဝိၑတိ သ ဧဝ မေၐပါလကး၊
પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.
3 ဒေါ်ဝါရိကသ္တသ္မဲ ဒွါရံ မောစယတိ မေၐဂဏၑ္စ တသျ ဝါကျံ ၑၖဏောတိ သ နိဇာန် မေၐာန် သွသွနာမ္နာဟူယ ဗဟိး ကၖတွာ နယတိ၊
દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
4 တထာ နိဇာန် မေၐာန် ဗဟိး ကၖတွာ သွယံ တေၐာမ် အဂြေ ဂစ္ဆတိ, တတော မေၐာသ္တသျ ၑဗ္ဒံ ဗုဓျန္တေ, တသ္မာတ် တသျ ပၑ္စာဒ် ဝြဇန္တိ၊
જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
5 ကိန္တု ပရသျ ၑဗ္ဒံ န ဗုဓျန္တေ တသ္မာတ် တသျ ပၑ္စာဒ် ဝြဇိၐျန္တိ ဝရံ တသျ သမီပါတ် ပလာယိၐျန္တေ၊
તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’”
6 ယီၑုသ္တေဘျ ဣမာံ ဒၖၐ္ဋာန္တကထာမ် အကထယတ် ကိန္တု တေန ကထိတကထာယာသ္တာတ္ပရျျံ တေ နာဗုဓျန္တ၊
ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
7 အတော ယီၑုး ပုနရကထယတ်, ယုၐ္မာနာဟံ ယထာရ္ထတရံ ဝျာဟရာမိ, မေၐဂၖဟသျ ဒွါရမ် အဟမေဝ၊
તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.
8 မယာ န ပြဝိၑျ ယ အာဂစ္ဆန် တေ သ္တေနာ ဒသျဝၑ္စ ကိန္တု မေၐာသ္တေၐာံ ကထာ နာၑၖဏွန်၊
જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
9 အဟမေဝ ဒွါရသွရူပး, မယာ ယး ကၑ္စိတ ပြဝိၑတိ သ ရက္ၐာံ ပြာပ္သျတိ တထာ ဗဟိရန္တၑ္စ ဂမနာဂမနေ ကၖတွာ စရဏသ္ထာနံ ပြာပ္သျတိ၊
પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.
10 ယော ဇနသ္တေနး သ ကေဝလံ သ္တဲနျဗဓဝိနာၑာန် ကရ္တ္တုမေဝ သမာယာတိ ကိန္တွဟမ် အာယု ရ္ဒာတုမ် အရ္ထာတ် ဗာဟူလျေန တဒေဝ ဒါတုမ် အာဂစ္ဆမ်၊
૧૦ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
11 အဟမေဝ သတျမေၐပါလကော ယသ္တု သတျော မေၐပါလကး သ မေၐာရ္ထံ ပြာဏတျာဂံ ကရောတိ;
૧૧ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.
12 ကိန္တု ယော ဇနော မေၐပါလကော န, အရ္ထာဒ် ယသျ မေၐာ နိဇာ န ဘဝန္တိ, ယ ဧတာဒၖၑော ဝဲတနိကး သ ဝၖကမ် အာဂစ္ဆန္တံ ဒၖၐ္ဋွာ မေဇဝြဇံ ဝိဟာယ ပလာယတေ, တသ္မာဒ် ဝၖကသ္တံ ဝြဇံ ဓၖတွာ ဝိကိရတိ၊
૧૨જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.
13 ဝဲတနိကး ပလာယတေ ယတး သ ဝေတနာရ္ထီ မေၐာရ္ထံ န စိန္တယတိ၊
૧૩તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
14 အဟမေဝ သတျော မေၐပါလကး, ပိတာ မာံ ယထာ ဇာနာတိ, အဟဉ္စ ယထာ ပိတရံ ဇာနာမိ,
૧૪ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
15 တထာ နိဇာန် မေၐာနပိ ဇာနာမိ, မေၐာၑ္စ မာံ ဇာနာန္တိ, အဟဉ္စ မေၐာရ္ထံ ပြာဏတျာဂံ ကရောမိ၊
૧૫જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
16 အပရဉ္စ ဧတဒ် ဂၖဟီယ မေၐေဘျော ဘိန္နာ အပိ မေၐာ မမ သန္တိ တေ သကလာ အာနယိတဝျား; တေ မမ ၑဗ္ဒံ ၑြောၐျန္တိ တတ ဧကော ဝြဇ ဧကော ရက္ၐကော ဘဝိၐျတိ၊
૧૬મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
17 ပြာဏာနဟံ တျက္တွာ ပုနး ပြာဏာန် ဂြဟီၐျာမိ, တသ္မာတ် ပိတာ မယိ သ္နေဟံ ကရောတိ၊
૧૭પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
18 ကၑ္စိဇ္ဇနော မမ ပြာဏာန် ဟန္တုံ န ၑက္နောတိ ကိန္တု သွယံ တာန် သမရ္ပယာမိ တာန် သမရ္ပယိတုံ ပုနရ္ဂြဟီတုဉ္စ မမ ၑက္တိရာသ္တေ ဘာရမိမံ သွပိတုး သကာၑာတ် ပြာပ္တောဟမ်၊
૧૮કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”
19 အသ္မာဒုပဒေၑာတ် ပုနၑ္စ ယိဟူဒီယာနာံ မဓျေ ဘိန္နဝါကျတာ ဇာတာ၊
૧૯આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
20 တတော ဗဟဝေါ ဝျာဟရန် ဧၐ ဘူတဂြသ္တ ဥန္မတ္တၑ္စ, ကုတ ဧတသျ ကထာံ ၑၖဏုထ?
૨૦તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
21 ကေစိဒ် အဝဒန် ဧတသျ ကထာ ဘူတဂြသ္တသျ ကထာဝန္န ဘဝန္တိ, ဘူတး ကိမ် အန္ဓာယ စက္ၐုၐီ ဒါတုံ ၑက္နောတိ?
૨૧બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
22 ၑီတကာလေ ယိရူၑာလမိ မန္ဒိရောတ္သရ္ဂပရွွဏျုပသ္ထိတေ
૨૨હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
23 ယီၑုး သုလေမာနော နိးသာရေဏ ဂမနာဂမနေ ကရောတိ,
૨૩ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
24 ဧတသ္မိန် သမယေ ယိဟူဒီယာသ္တံ ဝေၐ္ဋယိတွာ ဝျာဟရန် ကတိ ကာလာန် အသ္မာကံ ဝိစိကိတ္သာံ သ္ထာပယိၐျာမိ? ယဒျဘိၐိက္တော ဘဝတိ တရှိ တတ် သ္ပၐ္ဋံ ဝဒ၊
૨૪ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
25 တဒါ ယီၑုး ပြတျဝဒဒ် အဟမ် အစကထံ ကိန္တု ယူယံ န ပြတီထ, နိဇပိတု ရ္နာမ္နာ ယာံ ယာံ ကြိယာံ ကရောမိ သာ ကြိယဲဝ မမ သာက္ၐိသွရူပါ၊
૨૫ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
26 ကိန္တွဟံ ပူရွွမကထယံ ယူယံ မမ မေၐာ န ဘဝထ, ကာရဏာဒသ္မာန် န ဝိၑွသိထ၊
૨૬તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
27 မမ မေၐာ မမ ၑဗ္ဒံ ၑၖဏွန္တိ တာနဟံ ဇာနာမိ တေ စ မမ ပၑ္စာဒ် ဂစ္ဆန္တိ၊
૨૭મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
28 အဟံ တေဘျော'နန္တာယု ရ္ဒဒါမိ, တေ ကဒါပိ န နံက္ၐျန္တိ ကောပိ မမ ကရာတ် တာန် ဟရ္တ္တုံ န ၑက္ၐျတိ၊ (aiōn g165, aiōnios g166)
૨૮હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. (aiōn g165, aiōnios g166)
29 ယော မမ ပိတာ တာန် မဟျံ ဒတ္တဝါန် သ သရွွသ္မာတ် မဟာန်, ကောပိ မမ ပိတုး ကရာတ် တာန် ဟရ္တ္တုံ န ၑက္ၐျတိ၊
૨૯મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
30 အဟံ ပိတာ စ ဒွယောရေကတွမ်၊
૩૦હું તથા પિતા એક છીએ.’”
31 တတော ယိဟူဒီယား ပုနရပိ တံ ဟန္တုံ ပါၐာဏာန် ဥဒတောလယန်၊
૩૧ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
32 ယီၑုး ကထိတဝါန် ပိတုး သကာၑာဒ် ဗဟူနျုတ္တမကရ္မ္မာဏိ ယုၐ္မာကံ ပြာကာၑယံ တေၐာံ ကသျ ကရ္မ္မဏး ကာရဏာန် မာံ ပါၐာဏဲရာဟန္တုမ် ဥဒျတား သ္ထ?
૩૨ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”
33 ယိဟူဒီယား ပြတျဝဒန် ပြၑသ္တကရ္မ္မဟေတော ရ္န ကိန္တု တွံ မာနုၐး သွမီၑွရမ် ဥက္တွေၑွရံ နိန္ဒသိ ကာရဏာဒသ္မာတ် တွာံ ပါၐာဏဲရှန္မး၊
૩૩યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
34 တဒါ ယီၑုး ပြတျုက္တဝါန် မယာ ကထိတံ ယူယမ် ဤၑွရာ ဧတဒွစနံ ယုၐ္မာကံ ၑာသ္တြေ လိခိတံ နာသ္တိ ကိံ?
૩૪ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
35 တသ္မာဒ် ယေၐာမ် ဥဒ္ဒေၑေ ဤၑွရသျ ကထာ ကထိတာ တေ ယဒီၑွရဂဏာ ဥစျန္တေ ဓရ္မ္မဂြန္ထသျာပျနျထာ ဘဝိတုံ န ၑကျံ,
૩૫જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,
36 တရှျာဟမ် ဤၑွရသျ ပုတြ ဣတိ ဝါကျသျ ကထနာတ် ယူယံ ပိတြာဘိၐိက္တံ ဇဂတိ ပြေရိတဉ္စ ပုမာံသံ ကထမ် ဤၑွရနိန္ဒကံ ဝါဒယ?
૩૬તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
37 ယဒျဟံ ပိတုး ကရ္မ္မ န ကရောမိ တရှိ မာံ န ပြတီတ;
૩૭જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
38 ကိန္တု ယဒိ ကရောမိ တရှိ မယိ ယုၐ္မာဘိး ပြတျယေ န ကၖတေ'ပိ ကာရျျေ ပြတျယး ကြိယတာံ, တတော မယိ ပိတာသ္တီတိ ပိတရျျဟမ် အသ္မီတိ စ က္ၐာတွာ ဝိၑွသိၐျထ၊
૩૮પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”
39 တဒါ တေ ပုနရပိ တံ ဓရ္တ္တုမ် အစေၐ္ဋန္တ ကိန္တု သ တေၐာံ ကရေဘျော နိသ္တီရျျ
૩૯ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
40 ပုန ရျရ္ဒ္ဒန် အဒျာသ္တဋေ ယတြ ပုရွွံ ယောဟန် အမဇ္ဇယတ် တတြာဂတျ နျဝသတ်၊
૪૦પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
41 တတော ဗဟဝေါ လောကာသ္တတ္သမီပမ် အာဂတျ ဝျာဟရန် ယောဟန် ကိမပျာၑ္စရျျံ ကရ္မ္မ နာကရောတ် ကိန္တွသ္မိန် မနုၐျေ ယာ ယး ကထာ အကထယတ် တား သရွွား သတျား;
૪૧ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
42 တတြ စ ဗဟဝေါ လောကာသ္တသ္မိန် ဝျၑွသန်၊
૪૨ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.

< ယောဟနး 10 >