< ယာကူဗး 1 >
1 ဤၑွရသျ ပြဘော ရျီၑုခြီၐ္ဋသျ စ ဒါသော ယာကူဗ် ဝိကီရ္ဏီဘူတာန် ဒွါဒၑံ ဝံၑာန် ပြတိ နမသ္ကၖတျ ပတြံ လိခတိ၊
૧વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
2 ဟေ မမ ဘြာတရး, ယူယံ ယဒါ ဗဟုဝိဓပရီက္ၐာၐု နိပတတ တဒါ တတ် ပူရ္ဏာနန္ဒသျ ကာရဏံ မနျဓွံ၊
૨મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
3 ယတော ယုၐ္မာကံ ဝိၑွာသသျ ပရီက္ၐိတတွေန ဓဲရျျံ သမ္ပာဒျတ ဣတိ ဇာနီထ၊
૩કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.
4 တစ္စ ဓဲရျျံ သိဒ္ဓဖလံ ဘဝတု တေန ယူယံ သိဒ္ဓါး သမ္ပူရ္ဏာၑ္စ ဘဝိၐျထ ကသျာပိ ဂုဏသျာဘာဝၑ္စ ယုၐ္မာကံ န ဘဝိၐျတိ၊
૪તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
5 ယုၐ္မာကံ ကသျာပိ ဇ္ဉာနာဘာဝေါ ယဒိ ဘဝေတ် တရှိ ယ ဤၑွရး သရလဘာဝေန တိရသ္ကာရဉ္စ ဝိနာ သရွွေဘျော ဒဒါတိ တတး သ ယာစတာံ တတသ္တသ္မဲ ဒါယိၐျတေ၊
૫તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
6 ကိန္တု သ နိးသန္ဒေဟး သန် ဝိၑွာသေန ယာစတာံ ယတး သန္ဒိဂ္ဓော မာနဝေါ ဝါယုနာ စာလိတသျောတ္ပ္လဝမာနသျ စ သမုဒြတရင်္ဂသျ သဒၖၑော ဘဝတိ၊
૬પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
7 တာဒၖၑော မာနဝး ပြဘေား ကိဉ္စိတ် ပြာပ္သျတီတိ န မနျတာံ၊
૭એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
8 ဒွိမနာ လောကး သရွွဂတိၐု စဉ္စလော ဘဝတိ၊
૮આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
9 ယော ဘြာတာ နမြး သ နိဇောန္နတျာ ၑ္လာဃတာံ၊
૯જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
10 ယၑ္စ ဓနဝါန် သ နိဇနမြတယာ ၑ္လာဃတာံယတး သ တၖဏပုၐ္ပဝတ် က္ၐယံ ဂမိၐျတိ၊
૧૦જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
11 ယတး သတာပေန သူရျျေဏောဒိတျ တၖဏံ ၑောၐျတေ တတ္ပုၐ္ပဉ္စ ဘြၑျတိ တေန တသျ ရူပသျ သော်န္ဒရျျံ နၑျတိ တဒွဒ် ဓနိလောကော'ပိ သွီယမူဎတယာ မ္လာသျတိ၊
૧૧કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
12 ယော ဇနး ပရီက္ၐာံ သဟတေ သ ဧဝ ဓနျး, ယတး ပရီက္ၐိတတွံ ပြာပျ သ ပြဘုနာ သွပြေမကာရိဘျး ပြတိဇ္ဉာတံ ဇီဝနမုကုဋံ လပ္သျတေ၊
૧૨જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
13 ဤၑွရော မာံ ပရီက္ၐတ ဣတိ ပရီက္ၐာသမယေ ကော'ပိ န ဝဒတု ယတး ပါပါယေၑွရသျ ပရီက္ၐာ န ဘဝတိ သ စ ကမပိ န ပရီက္ၐတေ၊
૧૩કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.
14 ကိန္တု ယး ကၑ္စိတ် သွီယမနောဝါဉ္ဆယာကၖၐျတေ လောဘျတေ စ တသျဲဝ ပရီက္ၐာ ဘဝတိ၊
૧૪પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
15 တသ္မာတ် သာ မနောဝါဉ္ဆာ သဂရ္ဘာ ဘူတွာ ဒုၐ္ကၖတိံ ပြသူတေ ဒုၐ္ကၖတိၑ္စ ပရိဏာမံ ဂတွာ မၖတျုံ ဇနယတိ၊
૧૫પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
16 ဟေ မမ ပြိယဘြာတရး, ယူယံ န ဘြာမျတ၊
૧૬મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.
17 ယတ် ကိဉ္စိဒ် ဥတ္တမံ ဒါနံ ပူရ္ဏော ဝရၑ္စ တတ် သရွွမ် ဦရ္ဒ္ဓွာဒ် အရ္ထတော ယသ္မိန် ဒၑာန္တရံ ပရိဝရ္တ္တနဇာတစ္ဆာယာ ဝါ နာသ္တိ တသ္မာဒ် ဒီပ္တျာကရာတ် ပိတုရဝရောဟတိ၊
૧૭દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
18 တသျ သၖၐ္ဋဝသ္တူနာံ မဓျေ ဝယံ ယတ် ပြထမဖလသွရူပါ ဘဝါမသ္တဒရ္ထံ သ သွေစ္ဆာတး သတျမတသျ ဝါကျေနာသ္မာန် ဇနယာမာသ၊
૧૮તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
19 အတဧဝ ဟေ မမ ပြိယဘြာတရး, ယုၐ္မာကမ် ဧကဲကော ဇနး ၑြဝဏေ တွရိတး ကထနေ ဓီရး ကြောဓေ'ပိ ဓီရော ဘဝတု၊
૧૯મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
20 ယတော မာနဝသျ ကြောဓ ဤၑွရီယဓရ္မ္မံ န သာဓယတိ၊
૨૦કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
21 အတော ဟေတော ရျူယံ သရွွာမ် အၑုစိကြိယာံ ဒုၐ္ဋတာဗာဟုလျဉ္စ နိက္ၐိပျ ယုၐ္မန္မနသာံ ပရိတြာဏေ သမရ္ထံ ရောပိတံ ဝါကျံ နမြဘာဝေန ဂၖဟ္လီတ၊
૨૧માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
22 အပရဉ္စ ယူယံ ကေဝလမ် အာတ္မဝဉ္စယိတာရော ဝါကျသျ ၑြောတာရော န ဘဝတ ကိန္တု ဝါကျသျ ကရ္မ္မကာရိဏော ဘဝတ၊
૨૨તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
23 ယတော ယး ကၑ္စိဒ် ဝါကျသျ ကရ္မ္မကာရီ န ဘူတွာ ကေဝလံ တသျ ၑြောတာ ဘဝတိ သ ဒရ္ပဏေ သွီယၑာရီရိကဝဒနံ နိရီက္ၐမာဏသျ မနုဇသျ သဒၖၑး၊
૨૩કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
24 အာတ္မာကာရေ ဒၖၐ္ဋေ သ ပြသ္ထာယ ကီဒၖၑ အာသီတ် တတ် တတ္က္ၐဏာဒ် ဝိသ္မရတိ၊
૨૪કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
25 ကိန္တု ယး ကၑ္စိတ် နတွာ မုက္တေး သိဒ္ဓါံ ဝျဝသ္ထာမ် အာလောကျ တိၐ္ဌတိ သ ဝိသ္မၖတိယုက္တး ၑြောတာ န ဘူတွာ ကရ္မ္မကရ္တ္တဲဝ သန် သွကာရျျေ ဓနျော ဘဝိၐျတိ၊
૨૫પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.
26 အနာယတ္တရသနး သန် ယး ကၑ္စိတ် သွမနော ဝဉ္စယိတွာ သွံ ဘက္တံ မနျတေ တသျ ဘက္တိ ရ္မုဓာ ဘဝတိ၊
૨૬જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
27 က္လေၑကာလေ ပိတၖဟီနာနာံ ဝိဓဝါနာဉ္စ ယဒ် အဝေက္ၐဏံ သံသာရာစ္စ နိၐ္ကလင်္ကေန ယဒ် အာတ္မရက္ၐဏံ တဒေဝ ပိတုရီၑွရသျ သာက္ၐာတ် ၑုစိ ရ္နိရ္မ္မလာ စ ဘက္တိး၊
૨૭વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.