< ဣဖိၐိဏး 5 >
1 အတော ယူယံ ပြိယဗာလကာ ဣဝေၑွရသျာနုကာရိဏော ဘဝတ,
૧એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;
2 ခြီၐ္ဋ ဣဝ ပြေမာစာရံ ကုရုတ စ, ယတး သော'သ္မာသု ပြေမ ကၖတဝါန် အသ္မာကံ ဝိနိမယေန စာတ္မနိဝေဒနံ ကၖတွာ ဂြာဟျသုဂန္ဓာရ္ထကမ် ဥပဟာရံ ဗလိဉ္စေၑွရာစ ဒတ္တဝါန်၊
૨અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.
3 ကိန္တု ဝေၑျာဂမနံ သရွွဝိဓာၑော်စကြိယာ လောဘၑ္စဲတေၐာမ် ဥစ္စာရဏမပိ ယုၐ္မာကံ မဓျေ န ဘဝတု, ဧတဒေဝ ပဝိတြလောကာနာမ် ဥစိတံ၊
૩વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;
4 အပရံ ကုတ္သိတာလာပး ပြလာပး ၑ္လေၐောက္တိၑ္စ န ဘဝတု ယတ ဧတာနျနုစိတာနိ ကိန္တွီၑွရသျ ဓနျဝါဒေါ ဘဝတု၊
૪જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ કરવી.
5 ဝေၑျာဂါမျၑော်စာစာရီ ဒေဝပူဇက ဣဝ ဂဏျော လောဘီ စဲတေၐာံ ကောၐိ ခြီၐ္ဋသျ ရာဇျေ'ရ္ထတ ဤၑွရသျ ရာဇျေ ကမပျဓိကာရံ န ပြာပ္သျတီတိ ယုၐ္မာဘိး သမျက် ဇ္ဉာယတာံ၊
૫કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.
6 အနရ္ထကဝါကျေန ကော'ပိ ယုၐ္မာန် န ဝဉ္စယတု ယတသ္တာဒၖဂါစာရဟေတောရနာဇ္ဉာဂြာဟိၐု လောကေၐွီၑွရသျ ကောပေါ ဝရ္တ္တတေ၊
૬તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.
7 တသ္မာဒ် ယူယံ တဲး သဟဘာဂိနော န ဘဝတ၊
૭એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.
8 ပူရွွံ ယူယမ် အန္ဓကာရသွရူပါ အာဓွံ ကိန္တွိဒါနီံ ပြဘုနာ ဒီပ္တိသွရူပါ ဘဝထ တသ္မာဒ် ဒီပ္တေး သန္တာနာ ဣဝ သမာစရတ၊
૮કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.
9 ဒီပ္တေ ရျတ် ဖလံ တတ် သရွွဝိဓဟိတဲၐိတာယာံ ဓရ္မ္မေ သတျာလာပေ စ ပြကာၑတေ၊
૯કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.
10 ပြဘဝေ ယဒ် ရောစတေ တတ် ပရီက္ၐဓွံ၊
૧૦પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.
11 ယူယံ တိမိရသျ ဝိဖလကရ္မ္မဏာမ် အံၑိနော န ဘူတွာ တေၐာံ ဒေါၐိတွံ ပြကာၑယတ၊
૧૧અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.
12 ယတသ္တေ လောကာ ရဟမိ ယဒ် ယဒ် အာစရန္တိ တဒုစ္စာရဏမ် အပိ လဇ္ဇာဇနကံ၊
૧૨કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.
13 ယတော ဒီပ္တျာ ယဒ် ယတ် ပြကာၑျတေ တတ် တယာ စကာသျတေ ယစ္စ စကာသ္တိ တဒ် ဒီပ္တိသွရူပံ ဘဝတိ၊
૧૩જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.
14 ဧတတ္ကာရဏာဒ် ဥက္တမ် အာသ္တေ, "ဟေ နိဒြိတ ပြဗုဓျသွ မၖတေဘျၑ္စောတ္ထိတိံ ကုရု၊ တတ္ကၖတေ သူရျျဝတ် ခြီၐ္ဋး သွယံ တွာံ ဒျောတယိၐျတိ၊ "
૧૪માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.
15 အတး သာဝဓာနာ ဘဝတ, အဇ္ဉာနာ ဣဝ မာစရတ ကိန္တု ဇ္ဉာနိန ဣဝ သတရ္ကမ် အာစရတ၊
૧૫તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
16 သမယံ ဗဟုမူလျံ ဂဏယဓွံ ယတး ကာလာ အဘဒြား၊
૧૬સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
17 တသ္မာဒ် ယူယမ် အဇ္ဉာနာ န ဘဝတ ကိန္တု ပြဘောရဘိမတံ ကိံ တဒဝဂတာ ဘဝတ၊
૧૭તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.
18 သရွွနာၑဇနကေန သုရာပါနေန မတ္တာ မာ ဘဝတ ကိန္တွာတ္မနာ ပူရျျဓွံ၊
૧૮દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;
19 အပရံ ဂီတဲ ရ္ဂာနဲး ပါရမာရ္ထိကကီရ္တ္တနဲၑ္စ ပရသ္ပရမ် အာလပန္တော မနသာ သာရ္ဒ္ဓံ ပြဘုမ် ဥဒ္ဒိၑျ ဂါယတ ဝါဒယတ စ၊
૧૯ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
20 သရွွဒါ သရွွဝိၐယေ'သ္မတ္ပြဘော ယီၑေား ခြီၐ္ဋသျ နာမ္နာ တာတမ် ဤၑွရံ ဓနျံ ဝဒတ၊
૨૦આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
21 ယူယမ် ဤၑွရာဒ် ဘီတား သန္တ အနျေ'ပရေၐာံ ဝၑီဘူတာ ဘဝတ၊
૨૧ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
22 ဟေ ယောၐိတး, ယူယံ ယထာ ပြဘောသ္တထာ သွသွသွာမိနော ဝၑင်္ဂတာ ဘဝတ၊
૨૨પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;
23 ယတး ခြီၐ္ဋော ယဒွတ် သမိတေ ရ္မူရ္ဒ္ဓါ ၑရီရသျ တြာတာ စ ဘဝတိ တဒွတ် သွာမီ ယောၐိတော မူရ္ဒ္ဓါ၊
૨૩કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.
24 အတး သမိတိ ရျဒွတ် ခြီၐ္ဋသျ ဝၑီဘူတာ တဒွဒ် ယောၐိဒ္ဘိရပိ သွသွသွာမိနော ဝၑတာ သွီကရ္တ္တဝျာ၊
૨૪જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.
25 အပရဉ္စ ဟေ ပုရုၐား, ယူယံ ခြီၐ္ဋ ဣဝ သွသွယောၐိတ္သု ပြီယဓွံ၊
૨૫પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;
26 သ ခြီၐ္ဋော'ပိ သမိတော် ပြီတဝါန် တသျား ကၖတေ စ သွပြာဏာန် တျက္တဝါန် ယတး သ ဝါကျေ ဇလမဇ္ဇနေန တာံ ပရိၐ္ကၖတျ ပါဝယိတုမ္
૨૬એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે,
27 အပရံ တိလကဝလျာဒိဝိဟီနာံ ပဝိတြာံ နိၐ္ကလင်္ကာဉ္စ တာံ သမိတိံ တေဇသွိနီံ ကၖတွာ သွဟသ္တေ သမရ္ပယိတုဉ္စာဘိလၐိတဝါန်၊
૨૭અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.
28 တသ္မာတ် သွတနုဝတ် သွယောၐိတိ ပြေမကရဏံ ပုရုၐသျောစိတံ, ယေန သွယောၐိတိ ပြေမ ကြိယတေ တေနာတ္မပြေမ ကြိယတေ၊
૨૮એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;
29 ကော'ပိ ကဒါပိ န သွကီယာံ တနုမ် ၒတီယိတဝါန် ကိန္တု သရွွေ တာံ ဝိဘြတိ ပုၐ္ဏန္တိ စ၊ ခြီၐ္ဋော'ပိ သမိတိံ ပြတိ တဒေဝ ကရောတိ,
૨૯કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
30 ယတော ဝယံ တသျ ၑရီရသျာင်္ဂါနိ မာံသာသ္ထီနိ စ ဘဝါမး၊
૩૦કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.
31 ဧတဒရ္ထံ မာနဝး သွမာတာပိတရော ပရိတျဇျ သွဘာရျျာယာမ် အာသံက္ၐျတိ တော် ဒွေါ် ဇနာဝေကာင်္ဂေါ် ဘဝိၐျတး၊
૩૧એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
32 ဧတန္နိဂူဎဝါကျံ ဂုရုတရံ မယာ စ ခြီၐ္ဋသမိတီ အဓိ တဒ် ဥစျတေ၊
૩૨આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
33 အတဧဝ ယုၐ္မာကမ် ဧကဲကော ဇန အာတ္မဝတ် သွယောၐိတိ ပြီယတာံ ဘာရျျာပိ သွာမိနံ သမာဒရ္တ္တုံ ယတတာံ၊
૩૩તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.