< ပြေရိတား 3 >

1 တၖတီယယာမဝေလာယာံ သတျာံ ပြာရ္ထနာယား သမယေ ပိတရယောဟနော် သမ္ဘူယ မန္ဒိရံ ဂစ္ဆတး၊
પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.
2 တသ္မိန္နေဝ သမယေ မန္ဒိရပြဝေၑကာနာံ သမီပေ ဘိက္ၐာရဏာရ္ထံ ယံ ဇန္မခဉ္ဇမာနုၐံ လောကာ မန္ဒိရသျ သုန္ဒရနာမ္နိ ဒွါရေ ပြတိဒိနမ် အသ္ထာပယန် တံ ဝဟန္တသ္တဒွါရံ အာနယန်၊
જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.
3 တဒါ ပိတရယောဟနော် မန္တိရံ ပြဝေၐ္ဋုမ် ဥဒျတော် ဝိလောကျ သ ခဉ္ဇသ္တော် ကိဉ္စိဒ် ဘိက္ၐိတဝါန်၊
તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.
4 တသ္မာဒ် ယောဟနာ သဟိတး ပိတရသ္တမ် အနနျဒၖၐ္ဋျာ နိရီက္ၐျ ပြောက္တဝါန် အာဝါံ ပြတိ ဒၖၐ္ဋိံ ကုရု၊
ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો.
5 တတး သ ကိဉ္စိတ် ပြာပ္တျာၑယာ တော် ပြတိ ဒၖၐ္ဋိံ ကၖတဝါန်၊
તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું.
6 တဒါ ပိတရော ဂဒိတဝါန် မမ နိကဋေ သွရ္ဏရူပျာဒိ ကိမပိ နာသ္တိ ကိန္တု ယဒါသ္တေ တဒ် ဒဒါမိ နာသရတီယသျ ယီၑုခြီၐ္ဋသျ နာမ္နာ တွမုတ္ထာယ ဂမနာဂမနေ ကုရု၊
પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.
7 တတး ပရံ သ တသျ ဒက္ၐိဏကရံ ဓၖတွာ တမ် ဥဒတောလယတ်; တေန တတ္က္ၐဏာတ် တသျ ဇနသျ ပါဒဂုလ္ဖယေား သဗလတွာတ် သ ဥလ္လမ္ဖျ ပြောတ္ထာယ ဂမနာဂမနေ 'ကရောတ်၊
પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી.
8 တတော ဂမနာဂမနေ ကုရွွန် ဥလ္လမ္ဖန် ဤၑွရံ ဓနျံ ဝဒန် တာဘျာံ သာရ္ဒ္ဓံ မန္ဒိရံ ပြာဝိၑတ်၊
તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.
9 တတး သရွွေ လောကာသ္တံ ဂမနာဂမနေ ကုရွွန္တမ် ဤၑွရံ ဓနျံ ဝဒန္တဉ္စ ဝိလောကျ
સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;
10 မန္ဒိရသျ သုန္ဒရေ ဒွါရေ ယ ဥပဝိၑျ ဘိက္ၐိတဝါန် သဧဝါယမ် ဣတိ ဇ္ဉာတွာ တံ ပြတိ တယာ ဃဋနယာ စမတ္ကၖတာ ဝိသ္မယာပန္နာၑ္စာဘဝန်၊
૧૦લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.
11 ယး ခဉ္ဇး သွသ္ထောဘဝတ် တေန ပိတရယောဟနေား ကရယောရ္ဓ္ဋတယေား သတေား သရွွေ လောကာ သန္နိဓိမ် အာဂစ္ဆန်၊
૧૧તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
12 တဒ် ဒၖၐ္ဋွာ ပိတရသ္တေဘျော'ကထယတ်, ဟေ ဣသြာယေလီယလောကာ ယူယံ ကုတော 'နေနာၑ္စရျျံ မနျဓွေ? အာဝါံ နိဇၑက္တျာ ယဒွါ နိဇပုဏျေန ခဉ္ဇမနုၐျမေနံ ဂမိတဝန္တာဝိတိ စိန္တယိတွာ အာဝါံ ပြတိ ကုတော'နနျဒၖၐ္ဋိံ ကုရုထ?
૧૨તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
13 ယံ ယီၑုံ ယူယံ ပရကရေၐု သမာရ္ပယတ တတော ယံ ပီလာတော မောစယိတုမ် ဧစ္ဆတ် တထာပိ ယူယံ တသျ သာက္ၐာန် နာင်္ဂီကၖတဝန္တ ဣဗြာဟီမ ဣသှာကော ယာကူဗၑ္စေၑွရော'ရ္ထာဒ် အသ္မာကံ ပူရွွပုရုၐာဏာမ် ဤၑွရး သွပုတြသျ တသျ ယီၑော ရ္မဟိမာနံ ပြာကာၑယတ်၊
૧૩ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો.
14 ကိန္တု ယူယံ တံ ပဝိတြံ ဓာရ္မ္မိကံ ပုမာံသံ နာင်္ဂီကၖတျ ဟတျာကာရိဏမေကံ သွေဘျော ဒါတုမ် အယာစဓွံ၊
૧૪તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,
15 ပၑ္စာတ် တံ ဇီဝနသျာဓိပတိမ် အဟတ ကိန္တွီၑွရး ၑ္မၑာနာတ် တမ် ဥဒသ္ထာပယတ တတြ ဝယံ သာက္ၐိဏ အာသ္မဟေ၊
૧૫તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.
16 ဣမံ ယံ မာနုၐံ ယူယံ ပၑျထ ပရိစိနုထ စ သ တသျ နာမ္နိ ဝိၑွာသကရဏာတ် စလနၑက္တိံ လဗ္ဓဝါန် တသ္မိန် တသျ ယော ဝိၑွာသး သ တံ ယုၐ္မာကံ သရွွေၐာံ သာက္ၐာတ် သမ္ပူရ္ဏရူပေဏ သွသ္ထမ် အကာရ္ၐီတ်၊
૧૬આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
17 ဟေ ဘြာတရော ယူယံ ယုၐ္မာကမ် အဓိပတယၑ္စ အဇ္ဉာတွာ ကရ္မ္မာဏျေတာနိ ကၖတဝန္တ ဣဒါနီံ မမဲၐ ဗောဓော ဇာယတေ၊
૧૭હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
18 ကိန္တွီၑွရး ခြီၐ္ဋသျ ဒုးခဘောဂေ ဘဝိၐျဒွါဒိနာံ မုခေဘျော ယာံ ယာံ ကထာံ ပူရွွမကထယတ် တား ကထာ ဣတ္ထံ သိဒ္ဓါ အကရောတ်၊
૧૮પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
19 အတး သွေၐာံ ပါပမောစနာရ္ထံ ခေဒံ ကၖတွာ မနာံသိ ပရိဝရ္တ္တယဓွံ, တသ္မာဒ် ဤၑွရာတ် သာန္တွနာပြာပ္တေး သမယ ဥပသ္ထာသျတိ;
૧૯માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;
20 ပုနၑ္စ ပူရွွကာလမ် အာရဘျ ပြစာရိတော ယော ယီၑုခြီၐ္ဋသ္တမ် ဤၑွရော ယုၐ္မာန် ပြတိ ပြေၐယိၐျတိ၊
૨૦અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.
21 ကိန္တု ဇဂတး သၖၐ္ဋိမာရဘျ ဤၑွရော နိဇပဝိတြဘဝိၐျဒွါဒိဂဏောန ယထာ ကထိတဝါန် တဒနုသာရေဏ သရွွေၐာံ ကာရျျာဏာံ သိဒ္ဓိပရျျန္တံ တေန သွရ္ဂေ ဝါသး ကရ္တ္တဝျး၊ (aiōn g165)
૨૧ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. (aiōn g165)
22 ယုၐ္မာကံ ပြဘုး ပရမေၑွရော ယုၐ္မာကံ ဘြာတၖဂဏမဓျာတ် မတ္သဒၖၑံ ဘဝိၐျဒွက္တာရမ် ဥတ္ပာဒယိၐျတိ, တတး သ ယတ် ကိဉ္စိတ် ကထယိၐျတိ တတြ ယူယံ မနာံသိ နိဓဒ္ဓွံ၊
૨૨મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
23 ကိန္တု ယး ကၑ္စိတ် ပြာဏီ တသျ ဘဝိၐျဒွါဒိနး ကထာံ န ဂြဟီၐျတိ သ နိဇလောကာနာံ မဓျာဒ် ဥစ္ဆေတ္သျတေ," ဣမာံ ကထာမ် အသ္မာကံ ပူရွွပုရုၐေဘျး ကေဝလော မူသား ကထယာမာသ ဣတိ နဟိ,
૨૩જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.
24 ၑိမူယေလ္ဘဝိၐျဒွါဒိနမ် အာရဘျ ယာဝန္တော ဘဝိၐျဒွါကျမ် အကထယန် တေ သရွွဧဝ သမယသျဲတသျ ကထာမ် အကထယန်၊
૨૪વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
25 ယူယမပိ တေၐာံ ဘဝိၐျဒွါဒိနာံ သန္တာနား, "တဝ ဝံၑောဒ္ဘဝပုံသာ သရွွဒေၑီယာ လောကာ အာၑိၐံ ပြာပ္တာ ဘဝိၐျန္တိ", ဣဗြာဟီမေ ကထာမေတာံ ကထယိတွာ ဤၑွရောသ္မာကံ ပူရွွပုရုၐဲး သာရ္ဒ္ဓံ ယံ နိယမံ သ္ထိရီကၖတဝါန် တသျ နိယမသျာဓိကာရိဏောပိ ယူယံ ဘဝထ၊
૨૫તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.
26 အတ ဤၑွရော နိဇပုတြံ ယီၑုမ် ဥတ္ထာပျ ယုၐ္မာကံ သရွွေၐာံ သွသွပါပါတ် ပရာဝရ္တ္တျ ယုၐ္မဘျမ် အာၑိၐံ ဒါတုံ ပြထမတသ္တံ ယုၐ္မာကံ နိကဋံ ပြေၐိတဝါန်၊
૨૬ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.

< ပြေရိတား 3 >