< ၂ ကရိန္ထိနး 10 >
1 ယုၐ္မတ္ပြတျက္ၐေ နမြး ကိန္တု ပရောက္ၐေ ပြဂလ္ဘး ပေါ်လော'ဟံ ခြီၐ္ဋသျ က္ၐာန္တျာ ဝိနီတျာ စ ယုၐ္မာန် ပြာရ္ထယေ၊
૧હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું.
2 မမ ပြာရ္ထနီယမိဒံ ဝယံ ယဲး ၑာရီရိကာစာရိဏော မနျာမဟေ တာန် ပြတိ ယာံ ပြဂလ္ဘတာံ ပြကာၑယိတုံ နိၑ္စိနောမိ သာ ပြဂလ္ဘတာ သမာဂတေန မယာစရိတဝျာ န ဘဝတု၊
૨જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
3 ယတး ၑရီရေ စရန္တော'ပိ ဝယံ ၑာရီရိကံ ယုဒ္ဓံ န ကုရ္မ္မး၊
૩કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી;
4 အသ္မာကံ ယုဒ္ဓါသ္တြာဏိ စ န ၑာရီရိကာနိ ကိန္တွီၑွရေဏ ဒုရ္ဂဘဉ္ဇနာယ ပြဗလာနိ ဘဝန္တိ,
૪કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.
5 တဲၑ္စ ဝယံ ဝိတရ္ကာန် ဤၑွရီယတတ္တွဇ္ဉာနသျ ပြတိဗန္ဓိကာံ သရွွာံ စိတ္တသမုန္နတိဉ္စ နိပါတယာမး သရွွသင်္ကလ္ပဉ္စ ဗန္ဒိနံ ကၖတွာ ခြီၐ္ဋသျာဇ္ဉာဂြာဟိဏံ ကုရ္မ္မး,
૫અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.
6 ယုၐ္မာကမ် အာဇ္ဉာဂြာဟိတွေ သိဒ္ဓေ သတိ သရွွသျာဇ္ဉာလင်္ဃနသျ ပြတီကာရံ ကရ္တ္တုမ် ဥဒျတာ အာသ္မဟေ စ၊
૬જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.
7 ယဒ် ဒၖၐ္ဋိဂေါစရံ တဒ် ယုၐ္မာဘိ ရ္ဒၖၑျတာံ၊ အဟံ ခြီၐ္ဋသျ လောက ဣတိ သွမနသိ ယေန ဝိဇ္ဉာယတေ သ ယထာ ခြီၐ္ဋသျ ဘဝတိ ဝယမ် အပိ တထာ ခြီၐ္ဋသျ ဘဝါမ ဣတိ ပုနရွိဝိစျ တေန ဗုဓျတာံ၊
૭તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ.
8 ယုၐ္မာကံ နိပါတာယ တန္နဟိ ကိန္တု နိၐ္ဌာယဲ ပြဘုနာ ဒတ္တံ ယဒသ္မာကံ သာမရ္ထျံ တေန ယဒျပိ ကိဉ္စိဒ် အဓိကံ ၑ္လာဃေ တထာပိ တသ္မာန္န တြပိၐျေ၊
૮કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.
9 အဟံ ပတြဲ ရျုၐ္မာန် တြာသယာမိ ယုၐ္မာဘိရေတန္န မနျတာံ၊
૯હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં.
10 တသျ ပတြာဏိ ဂုရုတရာဏိ ပြဗလာနိ စ ဘဝန္တိ ကိန္တု တသျ ၑာရီရသာက္ၐာတ္ကာရော ဒုရ္ဗ္ဗလ အာလာပၑ္စ တုစ္ဆနီယ ဣတိ ကဲၑ္စိဒ် ဥစျတေ၊
૧૦કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.
11 ကိန္တု ပရောက္ၐေ ပတြဲ ရ္ဘာၐမာဏာ ဝယံ ယာဒၖၑား ပြကာၑာမဟေ ပြတျက္ၐေ ကရ္မ္မ ကုရွွန္တော'ပိ တာဒၖၑာ ဧဝ ပြကာၑိၐျာမဟေ တတ် တာဒၖၑေန ဝါစာလေန ဇ္ဉာယတာံ၊
૧૧તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.
12 သွပြၑံသကာနာံ ကေၐာဉ္စိန္မဓျေ သွာန် ဂဏယိတုံ တဲး သွာန် ဥပမာတုံ ဝါ ဝယံ ပြဂလ္ဘာ န ဘဝါမး, ယတသ္တေ သွပရိမာဏေန သွာန် ပရိမိမတေ သွဲၑ္စ သွာန် ဥပမိဘတေ တသ္မာတ် နိရ္ဗ္ဗောဓာ ဘဝန္တိ စ၊
૧૨જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.
13 ဝယမ် အပရိမိတေန န ၑ္လာဃိၐျာမဟေ ကိန္တွီၑွရေဏ သွရဇ္ဇွာ ယုၐ္မဒ္ဒေၑဂါမိ ယတ် ပရိမာဏမ် အသ္မဒရ္ထံ နိရူပိတံ တေနဲဝ ၑ္လာဃိၐျာမဟေ၊
૧૩પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું.
14 ယုၐ္မာကံ ဒေၑော'သ္မာဘိရဂန္တဝျသ္တသ္မာဒ် ဝယံ သွသီမာမ် ဥလ္လင်္ဃာမဟေ တန္နဟိ ယတး ခြီၐ္ဋသျ သုသံဝါဒေနာပရေၐာံ ပြာဂ် ဝယမေဝ ယုၐ္မာန် ပြာပ္တဝန္တး၊
૧૪કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.
15 ဝယံ သွသီမာမ် ဥလ္လင်္ဃျ ပရက္ၐေတြေဏ ၑ္လာဃာမဟေ တန္နဟိ, ကိဉ္စ ယုၐ္မာကံ ဝိၑွာသေ ဝၖဒ္ဓိံ ဂတေ ယုၐ္မဒ္ဒေၑေ'သ္မာကံ သီမာ ယုၐ္မာဘိရ္ဒီရ္ဃံ ဝိသ္တာရယိၐျတေ,
૧૫અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે,
16 တေန ဝယံ ယုၐ္မာကံ ပၑ္စိမဒိက္သ္ထေၐု သ္ထာနေၐု သုသံဝါဒံ ဃောၐယိၐျာမး, ဣတ္ထံ ပရသီမာယာံ ပရေဏ ယတ် ပရိၐ္ကၖတံ တေန န ၑ္လာဃိၐျာမဟေ၊
૧૬કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.
17 ယး ကၑ္စိတ် ၑ္လာဃမာနး သျာတ် ၑ္လာဃတာံ ပြဘုနာ သ ဟိ၊
૧૭પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”
18 သွေန ယး ပြၑံသျတေ သ ပရီက္ၐိတော နဟိ ကိန္တု ပြဘုနာ ယး ပြၑံသျတေ သ ဧဝ ပရီက္ၐိတး၊
૧૮કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.