< ၁ ပိတရး 4 >
1 အသ္မာကံ ဝိနိမယေန ခြီၐ္ဋး ၑရီရသမ္ဗန္ဓေ ဒဏ္ဍံ ဘုက္တဝါန် အတော ဟေတေား ၑရီရသမ္ဗန္ဓေ ယော ဒဏ္ဍံ ဘုက္တဝါန် သ ပါပါတ် မုက္တ
૧હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
2 ဣတိဘာဝေန ယူယမပိ သုသဇ္ဇီဘူယ ဒေဟဝါသသျာဝၑိၐ္ဋံ သမယံ ပုနရ္မာနဝါနာမ် ဣစ္ဆာသာဓနာရ္ထံ နဟိ ကိန္တွီၑွရသျေစ္ဆာသာဓနာရ္ထံ ယာပယတ၊
૨કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
3 အာယုၐော ယး သမယော ဝျတီတသ္တသ္မိန် ယုၐ္မာဘိ ရျဒ် ဒေဝပူဇကာနာမ် ဣစ္ဆာသာဓနံ ကာမကုတ္သိတာဘိလာၐမဒျပါနရင်္ဂရသမတ္တတာဃၖဏာရှဒေဝပူဇာစရဏဉ္စာကာရိ တေန ဗာဟုလျံ၊
૩કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
4 ယူယံ တဲး သဟ တသ္မိန် သရွွနာၑပင်္ကေ မဇ္ဇိတုံ န ဓာဝထ, ဣတျနေနာၑ္စရျျံ ဝိဇ္ဉာယ တေ ယုၐ္မာန် နိန္ဒန္တိ၊
૪એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
5 ကိန္တု ယော ဇီဝတာံ မၖတာနာဉ္စ ဝိစာရံ ကရ္တ္တုမ် ဥဒျတော'သ္တိ တသ္မဲ တဲရုတ္တရံ ဒါယိၐျတေ၊
૫જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
6 ယတော ဟေတော ရျေ မၖတာသ္တေၐာံ ယတ် မာနဝေါဒ္ဒေၑျး ၑာရီရိကဝိစာရး ကိန္တွီၑွရောဒ္ဒေၑျမ် အာတ္မိကဇီဝနံ ဘဝတ် တဒရ္ထံ တေၐာမပိ သန္နိဓော် သုသမာစာရး ပြကာၑိတော'ဘဝတ်၊
૬કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
7 သရွွေၐာမ် အန္တိမကာလ ဥပသ္ထိတသ္တသ္မာဒ် ယူယံ သုဗုဒ္ဓယး ပြာရ္ထနာရ္ထံ ဇာဂြတၑ္စ ဘဝတ၊
૭બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
8 ဝိၑေၐတး ပရသ္ပရံ ဂါဎံ ပြေမ ကုရုတ, ယတး, ပါပါနာမပိ ဗာဟုလျံ ပြေမ္နဲဝါစ္ဆာဒယိၐျတေ၊
૮વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
9 ကာတရောက္တိံ ဝိနာ ပရသ္ပရမ် အာတိထျံ ကၖရုတ၊
૯કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
10 ယေန ယော ဝရော လဗ္ဓသ္တေနဲဝ သ ပရမ် ဥပကရောတၖ, ဣတ္ထံ ယူယမ် ဤၑွရသျ ဗဟုဝိဓပြသာဒသျောတ္တမာ ဘာဏ္ဍာဂါရာဓိပါ ဘဝတ၊
૧૦દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
11 ယော ဝါကျံ ကထယတိ သ ဤၑွရသျ ဝါကျမိဝ ကထယတု ယၑ္စ ပရမ် ဥပကရောတိ သ ဤၑွရဒတ္တသာမရ္ထျာဒိဝေါပကရောတု၊ သရွွဝိၐယေ ယီၑုခြီၐ္ဋေနေၑွရသျ ဂေါ်ရဝံ ပြကာၑျတာံ တသျဲဝ ဂေါ်ရဝံ ပရာကြမၑ္စ သရွွဒါ ဘူယာတ်၊ အာမေန၊ (aiōn )
૧૧જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn )
12 ဟေ ပြိယတမား, ယုၐ္မာကံ ပရီက္ၐာရ္ထံ ယသ္တာပေါ ယုၐ္မာသု ဝရ္တ္တတေ တမ် အသမ္ဘဝဃဋိတံ မတွာ နာၑ္စရျျံ ဇာနီတ,
૧૨વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
13 ကိန္တု ခြီၐ္ဋေန က္လေၑာနာံ သဟဘာဂိတွာဒ် အာနန္ဒတ တေန တသျ ပြတာပပြကာၑေ'ပျာနနန္ဒေန ပြဖုလ္လာ ဘဝိၐျထ၊
૧૩પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
14 ယဒိ ခြီၐ္ဋသျ နာမဟေတုနာ ယုၐ္မာကံ နိန္ဒာ ဘဝတိ တရှိ ယူယံ ဓနျာ ယတော ဂေါ်ရဝဒါယက ဤၑွရသျာတ္မာ ယုၐ္မာသွဓိတိၐ္ဌတိ တေၐာံ မဓျေ သ နိန္ဒျတေ ကိန္တု ယုၐ္မန္မဓျေ ပြၑံသျတေ၊
૧૪જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
15 ကိန္တု ယုၐ္မာကံ ကော'ပိ ဟန္တာ ဝါ စဲရော ဝါ ဒုၐ္ကရ္မ္မကၖဒ် ဝါ ပရာဓိကာရစရ္စ္စက ဣဝ ဒဏ္ဍံ န ဘုင်္က္တာံ၊
૧૫પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
16 ယဒိ စ ခြီၐ္ဋီယာန ဣဝ ဒဏ္ဍံ ဘုင်္က္တေ တရှိ သ န လဇ္ဇမာနသ္တတ္ကာရဏာဒ် ဤၑွရံ ပြၑံသတု၊
૧૬પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
17 ယတော ဝိစာရသျာရမ္ဘသမယေ ဤၑွရသျ မန္ဒိရေ ယုဇျတေ ယဒိ စာသ္မတ္သွာရဘတေ တရှီၑွရီယသုသံဝါဒါဂြာဟိဏာံ ၑေၐဒၑာ ကာ ဘဝိၐျတိ?
૧૭કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
18 ဓာရ္မ္မိကေနာပိ စေတ် တြာဏမ် အတိကၖစ္ဆြေဏ ဂမျတေ၊ တရှျဓာရ္မ္မိကပါပိဘျာမ် အာၑြယး ကုတြ လပ္သျတေ၊
૧૮‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’
19 အတ ဤၑွရေစ္ဆာတော ယေ ဒုးခံ ဘုဉ္ဇတေ တေ သဒါစာရေဏ သွာတ္မာနော ဝိၑွာသျသြၐ္ဋုရီၑွသျ ကရာဘျာံ နိဒဓတာံ၊
૧૯માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.