< 1-я Паралипоменон 2 >
1 Вот сыновья Израиля: Рувим, Симеон, Левий, Иуда, Иссахар, Завулон,
૧ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
2 Дан, Иосиф, Вениамин, Неффалим, Гад и Асир.
૨દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
3 Сыновья Иуды: Ир, Онан и Силом, - трое родились у него от дочери Шуевой, Хананеянки. И был Ир, первенец Иудин, не благоугоден в очах Господа, и Он умертвил его.
૩યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
4 И Фамарь, невестка его, родила ему Фареса и Зару. Всех сыновей у Иуды было пятеро.
૪યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
5 Сыновья Фареса: Есром и Хамул.
૫પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
6 Сыновья Зары: Зимри, Ефан, Еман, Халкол и Дара; всех их пятеро.
૬ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
7 Сыновья Харми: Ахар, наведший беду на Израиля, нарушив заклятие.
૭કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
9 Сыновья Есрома, которые родились у него: Иерахмеил, Арам и Хелувай.
૯હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
10 Арам же родил Аминадава; Аминадав родил Наассона, князя сынов Иудиных;
૧૦રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
11 Наассон родил Салмона, Салмон родил Вооза;
૧૧નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
12 Вооз родил Овида, Овид родил Иессея;
૧૨બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
13 Иессей родил первенца своего Елиава, второго - Аминадава, третьего - Самму,
૧૩યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
14 четвертого - Нафанаила, пятого - Раддая,
૧૪ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
15 шестого - Оцема, седьмого - Давида.
૧૫છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
16 Сестры их: Саруия и Авигея. Сыновья Саруии: Авесса, Иоав и Азаил, трое.
૧૬તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
17 Авигея родила Амессу; отец же Амессы - Иефер, Измаильтянин.
૧૭અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
18 Халев, сын Есрома, родил от Азувы, жены своей, и от Иериофы, и вот сыновья его: Иешер, Шовав и Ардон.
૧૮હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
19 И умерла Азува; и взял себе Халев жену Ефрафу, и она родила ему Хура.
૧૯અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
20 Хур родил Урия, Урий родил Веселиила.
૨૦હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
21 После Есром вошел к дочери Махира, отца Галаадова, и взял ее, будучи шестидесяти лет, и она родила ему Сегува.
૨૧ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.
22 Сегув родил Иаира, и было у него двадцать три города в земле Галаадской.
૨૨સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
23 Но Гессуряне и Сирияне взяли у них селения Иаира, Кенаф и зависящие от него города, - шестьдесят городов. Все эти города сыновей Махира, отца Галаадова.
૨૩ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
24 По смерти Есрома в Халев-Ефрафе, жена Есромова, Авия, родила ему Ашхура, отца Фекои.
૨૪હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.
25 Сыновья Иерахмеила, первенца Есромова, были: первенец Рам, за ним Вуна, Орен, Оцем и Ахия.
૨૫હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
26 Была у Иерахмеила и другая жена, имя ее Афара; она мать Онама.
૨૬યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
27 Сыновья Рама, первенца Иерахмеилова, были: Маац, Иамин и Екер.
૨૭યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
28 Сыновья Онама были: Шаммай и Иада. Сыновья Шаммая: Надав и Авишур.
૨૮ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.
29 Имя жене Авишуровой Авихаиль, и она родила ему Ахбана и Молида.
૨૯અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
30 Сыновья Надава: Селед и Афаим. И умер Селед бездетным.
૩૦નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ: સંતાન મૃત્યુ પામ્યો.
31 Сын Афаима: Иший. Сын Ишия: Шешан. Сын Шешана: Ахлай.
૩૧આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
32 Сыновья Иады, брата Шаммаева: Иефер и Ионафан. Иефер умер бездетным.
૩૨શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ: સંતાન મૃત્યુ પામ્યો.
33 Сыновья Ионафана: Пелеф и Заза. Это сыновья Иерахмеила.
૩૩યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
34 У Шешана не было сыновей, а только дочери. У Шешана был раб, Египтянин, имя его Иарха;
૩૪શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
35 Шешан отдал дочь свою Иархе рабу своему в жену: и она родила ему Аттая.
૩૫શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
36 Аттай родил Нафана, Нафан родил Завада;
૩૬આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
37 Завад родил Ефлала, Ефлал родил Овида;
૩૭ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
38 Овид родил Иеуя, Иеуй родил Азарию;
૩૮ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
39 Азария родил Хелеца, Хелец родил Елеасу;
૩૯અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
40 Елеаса родил Сисмая, Сисмай родил Саллума;
૪૦એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
41 Саллум родил Иекамию, Иекамия родил Елишаму.
૪૧શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
42 Сыновья Халева, брата Иерахмеилова: Меша, первенец его, - он отец Зифа; и сыновья Мареши, отца Хеврона.
૪૨યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
43 Сыновья Хеврона: Корей и Таппуах, и Рекем и Шема.
૪૩હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
44 Шема родил Рахама, отца Иоркеамова, а Рекем родил Шаммая.
૪૪શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
45 Сын Шаммая Маон, а Маон - отец Беф-Цура.
૪૫શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર.
46 И Ефа, наложница Халевова, родила Харана, Моцу и Газеза. И Харан родил Газеза.
૪૬કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
47 Сыновья Иегдая: Регем, Иофам, Гешан, Пелет, Ефа и Шааф.
૪૭યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
48 Наложница Халевова, Мааха, родила Шевера и Фирхану;
૪૮કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
49 она же родила Шаафа, отца Мадманны, Шеву, отца Махбены и отца Гивеи. Дочь же Халева - Ахса.
૪૯વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.
50 Вот сыновья Халева: сын Хур, первенец Ефрафы; Шовал, отец Кириаф-Иарима;
૫૦કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
51 Салма, отец Вифлеема; Хареф, отец Бефгадера.
૫૧બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.
52 У Шовала, отца Кириаф-Иарима, были сыновья: Гарое, Хаци, Галменюхот.
૫૨કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
53 Племена Кириаф-Иарима: Ифрияне, Футияне, Шумафане и Мидраитяне. От сих произошли Цоряне и Ештаоляне.
૫૩કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
54 Сыновья Салмы: Вифлеемляне и Нетофафяне, венец дома Иоавова и половина Менухотян - Цоряне,
૫૪સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
55 и племена Соферийцев, живших в Иабеце, Тирейцы, Шимейцы, Сухайцы: это Кинеяне, происшедшие от Хамафа, отца Бетрехава.
૫૫યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.